રાહુલ ગાંધીના નિવેદન ‘બધા ચોરોની મોદી અટક કેમ છે’ સંબંધિત બદનક્ષીના કેસમાં સુરત કોર્ટે ગુરુવારે બપોરે રાહુલને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. પરંતુ તેની 27 મિનિટ બાદ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. સજાના 26 કલાક પછી શુક્રવારે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. શનિવારે રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. 28 મિનિટ સુધી મીડિયા સાથે પ્રેસ કોન્ફ્રન્સમાં રાહુલ ગાંધીએ વાત કરી હતી.
‘ભારતની લોકશાહી ખતરામાં છે…’ રાહુલે પોતાની વાત આ લાઇનથી શરૂ કરી હતી. આ પછી તેમણે પૂછ્યું- ‘અદાણી અને મોદી વચ્ચે શું સંબંધ છે?’ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકશાહી પર વાત કરી અને નિવેદન પણ સ્પષ્ટ કર્યું કે બધા ચોરોની અટક મોદી કેમ છે. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં 16 વખત મોદીજી, 9 વખત વડાપ્રધાન અને 38 વખત અદાણીનું નામ લીધું હતું. તેમજ ભવિષ્યની યોજના પણ જણાવી હતી.
પોતાની આ પ્રેસ કોન્ફ્રન્સમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં મુખ્ય ટિપ્પણીઓ નીચે મુજબ હતી;
- દેશમાં લોકશાહી ખતરામાં છે.
- PM મોદીના બચાવ માટે આ ડ્રામા છે.
- સત્ય સિવાય કશામાં રસ નથી.
- પીએમ મોદી ડરી ગયા છે.
- મારું નામ સાવરકર નથી.
- મારું કામ કરતો રહીશ.
- ક્યારેય કોઈ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી નથી.
- વિપક્ષને ફાયદો થશે.
- મોદી સરકાર માટે ભારત અદાણી છે અને અદાણી ભારત છે.
- સંસદમાં મારું ભાષણ કાઢી નાખવામાં આવ્યું.
અદાણી પરના મારા આગામી ભાષણથી વડાપ્રધાન ડરી ગયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફ્રન્સમાં વાત કરતા કરતા PM નરેન્દ્ર મોદીને ટાંકીને કહ્યું હતું કે તેઓ ડરી ગયા છે.
“અદાણી પરના મારા આગામી ભાષણથી વડાપ્રધાન ડરી ગયા છે અને આ મેં તેમની આંખોમાં જોયું છે. તેથી જ, પહેલા વિચલન અને પછી ગેરલાયકાત” કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી.
The Prime Minister is scared of my next speech on Adani, and I have seen it in his eyes. That is why, first the distraction and then the disqualification: Congress leader Rahul Gandhi pic.twitter.com/irLFG9Flb9
— ANI (@ANI) March 25, 2023
મારુ નામ સાવરકર નથી, હું માફી નહિ માંગુ
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન તેમના આગામી ભાષણથી ડરી ગયા છે અને તેમણે લંડનમાં અને બદનક્ષી ટ્રાયલ દરમિયાન જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તે દરમિયાન શા માટે માફી માંગી ન હતી તેનો જવાબ આપવા માટે વીર સાવરકરના સંદર્ભનો ઉપયોગ કર્યો હતો.
બીજેપીના માફી માંગવાના આહ્વાન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, “મારું નામ સાવરકર નથી. હું ગાંધી છું. હું માફી માંગીશ નહીં.” તેઓએ આગળ કહ્યું હતું કે, “ગાંધી કયારેય કોઈની માફી નથી માંગતા.
“My Name Is Not Savarkar, Won’t Apologise”: Rahul Gandhi On Disqualification https://t.co/Gr6jSm2ouV pic.twitter.com/aNgHffl8vG
— NDTV (@ndtv) March 25, 2023
રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેમણે તે નિવેદન માટે માફી કેમ ન માગી. આના પર રાહુલે કહ્યું કે “હું કોઈથી ડરતો નથી. હું ગાંધી છું, સાવરકર નથી. મને કોઈ ફરક નથી પડતો કે હું ગૃહની અંદર છું કે બહાર. હું મારો અવાજ ઉઠાવતો રહીશ.”
આનાથી વિપક્ષ થશે મજબૂત
રાહુલ ગાંધીને સમર્થન આપવા બદલ તમામ વિપક્ષી દળોનો આભાર માનતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદીની ગભરાટ દર્શાવે છે કે વિપક્ષ એકજૂટ છે. આનો સૌથી વધુ ફાયદો વિપક્ષને થશે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે સાથે મળીને કામ કરીશું.‘