Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતનો વસીમ વાસુ બન્યો, હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી: પોલીસના હાથે ઝડપાયો

    સુરતનો વસીમ વાસુ બન્યો, હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી: પોલીસના હાથે ઝડપાયો

    યુવતીનો વિશ્વાસ જીતવા માટે પોતાની સન રાઈઝ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં ભાગીદાર બનાવી હતી.

    - Advertisement -

    સુરતમાં લવજેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવકે પોતાનું નામ છુપાવીને એક હિંદુ યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવકનું આધારકાર્ડ જયારે યુવતીના હાથમાં લાગ્યું ત્યારે આ બાબતનો ખુલાસો થયો હતો. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, સુરતના ( Surat ) વેસુ વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ યુવકે પોતાનું નામ છુપાવીને એક 24 વર્ષીય હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવકે પોતાની ઓળખ વાસુ ગ્વાલડીયા તરીકે આપી હતી. આ ઉપરાંત યુવતીનો વિશ્વાસ જીતવા માટે તેણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં ભાગીદાર બનાવી હતી. કંપનીનું નામ સન રાઈઝ છે. ગત વર્ષ 2 જુલાઈથી બંને સંપર્કમાં હતા. ત્યારથી લઈને 10 ફેબ્રુઆરી સુધી સતત સંપર્કમાં રહીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. 

    યુવતીના આરોપ અનુસાર, સતત સાત મહિના સુધી સંપર્કમાં રહેવા છતાં તેને એ ખ્યાલ નહોતો આવ્યો કે તે યુવાન મુસ્લિમ છે. એક વાર યુવક પોતાનું આધારકાર્ડ ઓફીસમાં ભૂલી ગયો હતો, જે યુવતીના હાથમાં આવતા તેને ખ્યાલ આવ્યો હતો કે તેનું નામ વાસુ ગ્વાલડીયા નહીં પરંતુ વસીમ અકરમ વાહીદ છે. આ મુસ્લિમ યુવક સુરતના ધનિક ગણાતા વેસુ વિસ્તારમાં રહે છે. 

    - Advertisement -

    યુવતીને હકીકતની જાણ થતા જ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે મને આ યુવકની હકીકત ખબર જ ન હતી. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, ઉપરાંત તેને તેનો બળાત્કાર પણ કર્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ અનુસાર કેસ નોધ્યો છે. 

    યુવતીની ફરિયાદના આધારે  વસીમ અકરમ વાહીદની ધરપકડ કરી હતી. હાલમાં વસીમ પોલીસ કસ્ટડીમાં છે તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. તેઓએ તપાસ ચાલુ છે તેમ કહ્યું હતું. 

    આ પહેલો મામલો નથી કે કોઈ હિંદુ યુવતીને મુસ્લિમ યુવકે નામ બદલીને ફસાવી હોય, આવા અસંખ્ય મામલો બન્યા છે. ઘણીવાર તો આ વાતના ખુલાસાઓ લગ્ન બાદ કે બાળકોના જન્મ બાદ થયાના પણ કિસ્સાઓ છે. એક કિસ્સો ઉત્તરપ્રદેશનો જ સામે આવ્યો હતો જેમાં ઉત્તરપ્રદેશના કૌશંબિ જીલ્લામાં આવેલા અષાઢા ગામમાં એમ્બુલન્શ ચાલક આરીફ એક હિંદુ વિધવા મહિલાને પોતાની ઓળખ છુપાવી ફસાવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં