Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવર વિનાના વિવાહ, વડોદરાની વહુ વર વિના પરણશે, પોતાની જાત સાથે લગ્નનો...

    વર વિનાના વિવાહ, વડોદરાની વહુ વર વિના પરણશે, પોતાની જાત સાથે લગ્નનો અનોખો કિસ્સો

    વડોદરાની એક યુવતી જે એક ખાનગી કંપનીમાં કાર્યરત છે તે પોતાની જાતને એટલો બધો પ્રેમ કરે છે કે હવે તે આવનારા થોડા જ દિવસોમાં પોતાની સાથે જ લગ્ન કરવાની છે.

    - Advertisement -

    વર વિનાના વિવાહ , વડોદરાની વહુ વર વિના પરણશે. જી હા બધા જાણેજ છે કે લગ્ન હંમેશા બે વ્યક્તિ વચ્ચે થાય છે. જોકે વડોદરામાં (Vadodara)એક અનોખા લગ્ન થવાના છે. કારણ કે તેમાં દૂલ્હન અને વરરાજા એક જ યુવતી છે. વડોદરાની રહેવાસી 24 વર્ષીય ક્ષમા બિદુએ (Kshama Bindu)પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આવી રીતેના લગ્નથી બધા જ ચકિત છે જોકે ક્ષમાના આ નિર્ણયની સાથે માતા-પિતા રાજી છે. આ લેખમાં વાંચો કેવા હશે આ વર વિનાના વિવાહ.

    11 જૂનના રોજ ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ક્ષમાએ પોતાના લગ્ન (Marriage) માટે કપડાથી લઇને જ્વેલરી સુધીની ખરીદી કરી લીધી છે. તે દૂલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે. જોકે તેની સાથે ફેરા ફરવા માટે વરરાજા નહીં હોય. આ મોટા ભાગના લોકો માટે અવિશ્વસનિય લગ્ન બની રહશે. લગ્ન પારંપરિક અનુષ્ઠાન સાથે થશે.

    આ નિર્ણય પહેલા ક્ષમાએ ઓનલાઇન રિસર્ચ પણ કર્યું કે ભારતમાં કોઇ મહિલાએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહીં. જોકે આ દરમિયાન ક્ષમાને કોઇ સંતોષજનક પરિણામ મળ્યા ન હતા. ક્ષમાનું કહેવું છે કે કદાચ હું પોતાના દેશમાં સેલ્ફ લવનું ઉદાહરણ સ્થાપિત કરનારી પ્રથમ યુવતી છું, જે પછી ક્ષમાએ પોતે પોતાની જાત સાથેજ આ અનોખા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

    - Advertisement -

    ક્ષમાએ પોતાના આ અનોખા લગ્ન વિષે વાત કરતા કહ્યું હતું કે, “લોકો કોઇ એક વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેને તે પ્રેમ કરે છે. હું પોતાની જાતે ને જ પ્રેમ કરું છું અને તેથી તે પોતાની સાથે જ લગ્ન કરી રહી છું,” વધુમાં ક્ષમાએ જણાવ્યું કે, “હું લગ્ન કરવા નહોતી માગતી, પરંતુ હું દુલ્હન બનવા માગતી હતી. માટે મે પોતાની જાત સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.” ક્ષમાએ આ અંગે તપાસ કરવા માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું કે દેશમાં કોઈ મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા છે? પરંતુ તેને એવું કોઈ મળ્યું નહીં. તેણે કહ્યું, “લગભગ હું આપણા દેશમાં પોતાની જાત સાથે પ્રેમનું એક ઉદાહરણ સ્થાપિત કરનારી પહેલી છોકરી છું.”

    વડોદરાની એક ખાનગી ફર્મમાં નોકરી કરનારી ક્ષમાએ કહ્યું, “પોતાની જાત સાથે લગ્ન અને પોતાના માટે શરત વગરનો પ્રેમ હોવો તે પ્રતિબદ્ધતા છે. આ આત્મ-સ્વીકૃતિનું કાર્ય છે. લોકો કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે કે જેને પ્રેમ કરતા હોય. હું મારી જાતને પ્રેમ કરું છું અને એટલે જ લગ્ન પણ મારી જાત સાથે જ કરી રહી છું.”, ક્ષમાએ પોતાના લગ્ન સ્થળ માટે વડોદરા સ્થિત ગોત્રી ખાતે આવેલું મંદિર પસંદ કર્યું છે. લગ્નના ફેરા માટે તેણે પાંચ વચનો પણ લખ્યાં છે. અને મજાની વાત તો એ છે કે લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર પણ જશે. હનીમુન માટે તેણે ગોવાની પસંદગી કરી છે. જ્યાં બે સપ્તાહ સુધી રહેશે.

    માતા-પિતા પણ ક્ષમાના નિર્ણયથી ખુશ

    ક્ષમાએ કહ્યું કે કેટલાક લોકો આત્મ-વિવાહને અપ્રાસંગિક માને છે. પરંતુ હકીકતમાં જે દર્શાવવાની કોશિશ કરું છું તે એ છે કે મહિલાનું મહત્વ શું છે. ક્ષમાએ કહ્યું કે તેના માતા-પિતા મુક્ત વિચારોવાળા છે અને તેમણે પણ આ લગ્ન માટે આશીર્વાદ આપ્યા છે.

    ક્ષમાએ પોતાના લગ્ન ગોત્રીના મંદિરમાં કરવાનો નિર્ણય લીધો છે. પોતાની સાથે લગ્નના નિર્ણય પર તે પાંચ વચન લેશે. લગ્ન માટેનું આમંત્રણ પણ લોકોને મોકલી દેવામાં આવ્યું છે. 11મી જૂને સાંજે 5 વાગ્યે લગ્નનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા 9 તારીખે મહેંદી સેરેમની પણ રાખવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં