બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ રાખી સાવંત આજકાલ દુબઈમાં છે. પતિ આદિલ ખાન દુર્રાનીના મામલે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવું અપડેટ આપ્યું છે. તેણે મંગળવારે (28 ફેબ્રુઆરી 2023) લાઇવ વીડિયોમાં જણાવ્યું હતું કે તેની માતાના નિધનને એક મહિનો થઈ ગયો છે. માતાના આશીર્વાદ હંમેશા તેની સાથે છે. આ સિવાય તેમને વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. પોતાની વાતને આગળ વધારતાં ઈન્સ્ટાગ્રામ લાઈવમાં આદિલ દુર્રાની વિશે રાખી સાવંતે મોટો ખુલાસો કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં આદિલ દુર્રાની વિશે રાખી સાવંતે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે એક ઇરાની યુવતી પર આદિલે બળાત્કાર ગુજાર્યો હતો અને હવે તે નિકાહના બહાને તેની પાસે બળાત્કારનો કેસ પાછો ખેંચવા કહે છે. રાખીએ કહ્યું કે “આદિલે ઈરાની છોકરીને પોલીસ સ્ટેશન બોલાવી છે. તેણે તેને બળાત્કારનો કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું હતું. આદિલે તેને મસ્કો મારતા કહ્યું હતું કે હું રાખીને તલાક આપી રહ્યો છું, હું તારી સાથે નિકાહ કરીશ. આ સાથે જ આદિલે મને મૈસૂરના પોલીસ સ્ટેશન બોલાવી અને કહ્યું કે હું તે ઇરાની છોકરી અને બીજી છોકરીને છોડીને તારી સાથે સેટલ થવા માંગુ છું.”
આગળ રાખી સાવંતે કહ્યું કે, “આદિલ, તું મૂર્ખ છે, તું બહુ ખોટું કરી રહ્યો છે. તું દરેક સ્ત્રીને આવું જ કહે છે. તું જેલ સુધી પહોંચી ગયો. પોતાની પત્ની સહિત બધી સ્ત્રીઓને મૂર્ખ બનાવવાનું બંધ કર. બીજી સ્ત્રીઓ તારી સાથે કેવી રીતે નિકાહ કરશે? હું તને તલાક જ નહી આપું. જો તું નિકાહ કરીશ, તો હું તારી સામે કેસ કરીશ. એક પત્નીને છેતરવા બદલ કેસ દાખલ કરીશ. તે મારી સાથે કોર્ટ મેરેજ પણ કર્યા છે, માત્ર નિકાહ નથી કર્યા. “
રાખી આ બધું કહેતી વખતે ભાવુક થઈ ગઈ, પરંતુ તેણે પોતાની વાત ચાલુ જ રાખી હતી. તે કહે છે, “કેટલું હેરાન કરીશ? જીવ લઈશ? હૃદયનું ખૂન કરી નાખ્યું છે, હવે જિંદગીનું પણ ખૂન કરીશ? તે મને માનસિક, શારીરિક, હૃદયથી અને મનથી સંપૂર્ણપણે બરબાદ કરી નાંખી છે. મારી પાસે મારી માતા અને ભગવાનના આશીર્વાદ છે. મને પછાડવાના જેટલાં પ્રયત્નો કરીશ, હું ફરી બેઠી થઈશ. એક જ વાર મરીશ, તે પણ કબરમાં. હું સવારે ઉઠીને નમાઝ પઢું છું. કારણ કે તેં મને ઇસ્લામ કબુલ કરાવ્યો છે. તે ખૂબ જ શક્તિશાળી છે. હું ઈસુમાં પણ માનું છું. “
એટલું જ નહીં રાખીએ આગળ ખુલાસો કર્યો કે કેવી રીતે ઓશિવારા પોલીસે તેની સાથે ખોટું કર્યું. અહીં તેણે આદિલ સામે કેસ દાખલ કર્યો હતો. તેણે જણાવ્યું કે, “હું બરાડા પાડીને તેમની પાસે આદિલનો ફોન માગતી રહી. ચાલો મારો એક કેસ ઉકેલી નાંખે છે. મને દુઃખ થાય છે. તેઓએ મારા બેંક સ્ટેટમેન્ટ અને મારા લીધેલા પૈસા વિશે પૂછપરછ ન કરી. તેઓએ કશું જ કર્યું નહીં. તમને એનો ફોન પણ ન મળ્યો. તમે તેને કેવી રીતે મુક્ત કર્યો અને કોર્ટમાં તેની સામે કોઈ પુરાવા રજૂ ન કર્યા. તમે કોઈ સેલિબ્રિટીને ન્યાય ન આપી શકો, તો પછી એક સામાન્ય માણસ તમારી પાસેથી શું અપેક્ષા રાખે? દરેક માણસને અહી જ ભોગવવું પડે છે, તે પછી ખાખી હોય કે ખાદી”
નોંધનીય છે કે રાખી સાવંતે તાજેતરમાં જ મૈસુરુમાં તેના સાસરિયાઓ પર આરોપ લગાવ્યો હતો કે તે હિંદુ હોવાથી તેને નથી સ્વીકારતા. આ પહેલા તેણે પોતાના શોહર આદિલ ખાન દુર્રાની પર મારપીટ અને પૈસા લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે આદિલને કસ્ટડીમાં લીધો હતો. રાખી ઉપરાંત ઈરાનની એક વિદ્યાર્થિનીએ આદિલ સામે બળાત્કારનો કેસ કર્યો છે. આવી સ્થિતિમાં આદિલની કસ્ટડી મૈસૂર પોલીસને આપવામાં આવી છે.