ઝારખંડમાં બે સમુદાયો વચ્ચે તકરારના સમાચાર મળી રહ્યા છે. આવનારી શિવરાત્રીના તહેવારને લઈને થઇ રહેલી તૈયારીમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ખલેલ પહોચાડતા આ મામલો બગડ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. આ ઘટનામાં મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા હોવાની પણ વાત સામે આવી છે.
મળતી માહિતી મુજબ, આ આખી ધટના ઝારખંડના પલામુ જીલ્લાની છે. અહિયાં હિંદુઓ દ્વારા આવનારી 18 ફેબ્રુઆરીના રોજ આવી રહેલ શિવરાત્રીની ભવ્ય ઉજવણી તૈયારીના ભાગરૂપે એક તોરણ દ્વાર બનાવવામાં આવ્યો હતો, જેનો મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ કર્યો હતો. એટલું જ નહિ પરંતુ તોરણ દ્વારને તોડી પાડવામાં આવ્યો હતો. આ વાતની જાણ વિસ્તારમાં થતા જ લોકોમાં રોષ ફેલાયો હતો. જેમાં બે ધર્મના ટોળા સામ સામે આવી ગયા હતા. જોત જોતામાં પથ્થરમારો શરુ થઇ ગયો હતો. સ્થાનિક લોકોએવો પણ આરોપ છે કે મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભગતસિંહ ચોક પર બંને ટોળાઓ સામ સામે આવેલા દેખાય છે. લોકોના હાથમાં અલગ અલગ હથિયારો પણ નજરે ચડે છે. કોઈ એવું પણ બોલી રહ્યું છે “પ્રશાસન આપણું કઈ બગડી શકે તેમ નથી.” વિડીયોમાં તોડફોડ થયેલી બાઈકો અને ગાડીઓ પણ નજરે પડે છે. ઘટનાના સક્ષીઓનું કહેવું છે કે પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે અને સાથે સાથે પોલીસ પણ ઘાયલ થઇ છે.
#Jharkhand
— Jantantra Tv (@JantantraTv) February 15, 2023
➡पलामू जिला के पांकी के इलाके में महाशिवरात्रि पर बने तोरण द्वार विवाद में दो गुट आपस मे भिड़ गए
➡दोनों गुटों के बीच जमकर पथराव
➡घटना की जानकारी मिलने के बाद पुलिस अधिकारी मौके पर पहुंचे.@policepalamau @JharkhandPolice @HemantSorenJMM @JharkhandCMO #Palamau #Jtv pic.twitter.com/ZbFYirbj2G
આ આખા મામલામાં પલામુના IGએ નિવેદન આપી જણાવ્યું છે કે વિસ્તારમાં પત્થરમારો થયો છે અને પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ થયાની શંકા છે. આ અખો મામલો તોરણદ્વાર બાબતે થયાનું પણ તેમણે સ્વીકાર્યું છે. વધુમાં તેમણે કહ્યું છે કે વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને કલમ 144લાગુ કરી દેવામાં આવી છે. હાલમાં સ્થિત સંપૂર્ણ કાબુમાં કરી દેવામાં આવી છે.
ઝારખંડ સરકાર પર છેલ્લા કેટલાય સમયથી ધર્મ વિશેષનું તૃષ્ટિકરણ કરવાનો અને હિંદુ ધર્મ વિરોધી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો આવ્યો છે. આ ઉપરાંત જૈન તીર્થ સ્થળને પ્રવાસન સ્થળ જાહેર કરવા બાબતે પણ સરકાર વિવાદોમાં રહી હતી.