ગુજરાતના કચ્છના રણમાં મંગળવારે પ્રથમ G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપ (TWG)ની બેઠક શરૂ થઈ હતી. ત્રણ દિવસની બેઠકમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, G20 સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત 100થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જે 9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.
કચ્છમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું, રંગીન અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભુજ એરપોર્ટ તેમજ ટેન્ટ સિટી, ધોરડો, કચ્છના રણ પર લોક કલાકારો દ્વારા પ્રદર્શનનો સમાવેશ થાય છે. પેનલ ચર્ચામાં UNEP સાથે ઈન્ડોનેશિયા, ઈટાલી, સ્પેન, જાપાન, ILOના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
#G20: First Tourism Working Group Meeting to officially be inaugurated at Dhordo, #Gujarat today.
— All India Radio News (@airnewsalerts) February 8, 2023
Union Minister for fisheries @PRupala, Union Tourism Minister @kishanreddybjp, & CM @Bhupendrapbjp to inaugurate the meeting. #G20India #G20IndiaPresidency @g20org pic.twitter.com/lcitwzsth3
ભારતમાંથી મધ્યપ્રદેશ, ગુજરાત અને નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિઓ સાથે OYO અને ગ્લોબલ હિમાલયન એક્સપિડિશનએ ચર્ચામાં ભાગ લીધો હતો. અન્ય વિષયો પૈકી હોમસ્ટેઝ દ્વારા મહિલા સશક્તિકરણ, સમુદાય આધારિત ઇકો ટુરિઝમ અને કચ્છના રણના ગ્રામીણ પ્રવાસન મોડેલ પર ચર્ચાઓ અને પ્રસ્તુતિઓ યોજવામાં આવી હતી.
નોંધનીય છે કે આ એ જ કચ્છ છે કે જ્યાં 2001માં એવો ભયાનક ભૂકંપ આવ્યો હતો અને જાનમાલનું એવું નુકશાન થયું હતું કે લોકો માટે એ વિચારવું પણ અસંભવ હતું કે આવતા 100 વર્ષોમાં પણ કચ્છ ફરી બેઠું થઇ શકશે. પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રઢ ઈચ્છાશક્તિએ આ પ્રદેશની ખુબ ટૂંકા ગાળામાં કાયાપલટ કરી દીધી હતી અને હાલ એ સ્તરે ત્યાં વિકાસ થયો છે કે G20 જેવી વૈશ્વિક બેઠકો ત્યાં યોજાઈ રહી છે.
2001ના ભૂકંપ બાદ કચ્છની અવિરત વિકાસયાત્રા
26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. કચ્છનું ભચાઉ તેનું એપીસેન્ટર હતું. હજારો લોકો માર્યા ગયા અને કરોડો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.
તેના આઠ મહિના પછી નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ પાસેથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની બાગડોર સંભાળી. તેઓ એક મિશન સાથે આવ્યા હતા, જે હતું સમગ્ર ગુજરાતનો વિકાસ. તેઓ શૂન્યતાના આ વિશાળ વિસ્તારને પ્રવાસન કેન્દ્રમાં ફેરવવા જઈ રહ્યા હતા. તેઓ કચ્છની સૂકાયેલી જમીનમાં પાણી લાવવા માંગતા હતા અને તેઓ કચ્છને રોકાણનું આગામી સ્થળ બનાવવા માંગતા હતા.
The rise of Kutch post earthquake to become a flourishing hub of industries, agriculture, tourism etc is a story of remarkable resurrection!
— Modi Story (@themodistory) August 27, 2022
Behind this success story is the undying spirit of people of Kutch and the unrelenting efforts of @narendramodi in the last two decades! pic.twitter.com/eJl4FJa7cP
2006માં શરૂ કરાયું રણ ઉત્સવ
2006માં નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવની શરૂઆત કરી હતી. જે હમણાં સુધીની માત્ર ભારતની જ નહિ પરંતુ વિશ્વની સૌથી સફળ અને વખણાયેલ ઇવેંટ્સમાંની એક છે.
ખૂબ ઓછા વરસાદ સાથે આખું વર્ષ અત્યંત ગરમ હોય તેવા સ્થળ માટે, કચ્છમાં શિયાળો ખૂબ જ આનંદદાયક હોય છે. તેથી દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, કચ્છનું રણ ‘રણ ઉત્સવ’નું આયોજન કરે છે. ગુજરાત સરકારની કંપની ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, પ્રવાસીઓ માટે દોષરહિત વ્યવસ્થાઓ કરે છે.
SAUNI યોજનાથી કચ્છના ચેવડા સુધી પહોંચ્યું નર્મદાનું નીર
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2012માં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ (SAUNI) યોજના શરૂ કરી હતી. ગુજરાતીમાં SAUNI શબ્દનો અર્થ થાય છે “દરેકનો”. સૌની યોજના દ્વારા, સૌરાષ્ટ્રના શુષ્ક પ્રદેશના 115 ડેમ પૂરના પાણીને ડાયવર્ટ કરીને ભરવામાં આવ્યા જે દક્ષિણ ગુજરાતના સરદાર સરોવર ડેમથી બે કિલોમીટર દૂર ઓવરફ્લો થાય છે.
1,125 કિમી લાંબી સ્પાઈડર પાઈપલાઈન નેટવર્ક સામેલ હતું. આ 2020માં જૂનમાં, ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સૌની યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. સૌની યોજના કચ્છ-સૌરાશ્રા ક્ષેત્રના 11 જિલ્લાના 737 ગામો અને 31 શહેરોને નર્મદાના પાણીનો લાભ આપશે.
કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક
ડિસેમ્બર 2020માં કચ્છની તેમની એક દિવસીય મુલાકાતે, PM મોદીએ ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક તેમજ અરબી સમુદ્રના કિનારે માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. 30,000 મેગાવોટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો પાર્ક હશે જેમાં પાવર જનરેટ કરવા માટે પવનચક્કી અને સૌર પેનલ્સ બંનેની સ્થાપના કરવામાં આવશે.
નોંધનીય છે કે આ વિકાસયાત્રા અહીંયા અટકતી નથી સતત અને અવિરત ચાલી જ રહી છે. જેની સૌથી મોટી સાબિતી છે G20 જેવી વૈશ્વિક સ્તરની ઇવેન્ટની G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકો અહીંયા યોજાઈ શકે છે.