Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ93 દિવસે ઓરેવા ગ્રુપના MD અને મોરબી પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ...

    93 દિવસે ઓરેવા ગ્રુપના MD અને મોરબી પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર: ઝૂલતો પુલ તૂટતાં થયા હતા 135 લોકોના મોત

    આ પહેલા આ કેસની ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેરાયું હતું. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે મોટો વણાંક જોવા મળ્યો હતો જેમાં દુર્ઘટના સમયથી એટલે કે 90થી વધુ દિવસોથી જાહેરમાં ના દેખાયેલા અને ચાર્જશીટમાં ભાગેડુ જાહેર કરાયેલ આરોપી જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે.

    નોંધનીય છે કે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. જે બનાવ મામલે પોલીસે નવ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે. ગઈકાલે જ ચાર્જશીટ રજુ થયા બાદ તમામ નવ આરોપીને કોર્ટમાં હાજર રાખી ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવી હતી અને વધુ સુનાવણી માટે તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.

    દરમિયાન ચાર્જશીટ પૂર્વે જ ભાગેડુ આરોપી જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. જોકે તે અરજીની મુદત પણ 1 ફેબ્રુઆરીની પડી હતી અને એ પહેલા જ ચાર્જશીટ રજુ થઇ હતી જેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. જેથી જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી હતી. આ પહેલા તેમની સામે લૂક આઉટ નોટીસ અને ધરપકડ વોરંટ પણ જાહેર થયેલું છે.

    - Advertisement -

    હવે કોઈ રસ્તો ન બચતા બુધવારે આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ આજે મંગળવારે જયસુખ પટેલ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયાને પગલે કોર્ટ કેમ્પસમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોર્ટે હાલ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે.

    જયસુખ પટેલને આશરો આપનાર સામે થઇ શકે છે કાર્યવાહી

    પોલીસ હવે અરજી કરીને આરોપીનો જેલમાંથી કબજો મેળવી શકશે તેમજ આરોપી જયસુખ પટેલનો કબજો મળ્યા બાદ રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પોલીસ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાથી અત્યાર સુધી આરોપી ક્યાં ક્યાં ગયા હતા સહિતની પૂછપરછ કરી શકે છે.

    આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેની પોલીસ રિમાન્ડની અરજી કરવામાં આવશે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુન્હો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે. 

    મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના

    ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબરના રોજ મોરબીનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને સેંકડો લોકો મચ્છુ નદીમાં પટકાયા હતા. આ ઘટનામાં કુલ 134 લોકોનાં મોત થયાં હતાં. ઘટના બાદ પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને ઓરેવાના મેનેજરો સહિતના આરોપીઓને પકડી લીધા હતા. હવે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં