શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણને લઈને ભારતભરમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે ત્યારે મુંબઈના એક મુસ્લિમ ધર્મગુરુએ જમણેરી સંગઠનોને કહ્યું છે કે તેઓ શાહરૂખ ખાનના ઘરે જઈને તેમને ગોળી મારી દે જો તેઓ ખરેખર તેમની ફિલ્મનો વિરોધ કરવા માંગતા હોય.
રઝા એકેડમીના મૌલવી ખલીલ-ઉર-રહેમાને કહ્યું છે કે ફિલ્મને મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી અને ન તો બૉલીવુડ મુસ્લિમ છે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવારે પઠાણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ દળના સભ્યોએ કથિત રીતે પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા બાદ મૌલવીનું આ નિવેદન સામે આવ્યું હતું.
રહેમાને કહ્યું, “જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના માણસો તેમના વિરોધને લઈને ખરેખર ગંભીર છે, તો તેઓએ શાહરૂખ ખાનના ઘરે જઈને તેને મારી નાખવો જોઈએ.” તેમણે ટાઈમ્સ નાઉને કહ્યું, “તમે શાહરૂખ ખાન સાથે જે કરવું હોય તે કરો, પરંતુ જો તમે અમારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક શબ્દો બોલશો તો અમે તેને સહન નહીં કરીએ.”
“ભાજપના ભૂતપૂર્વ નેતા નુપુર શર્મા આ બધા માટે જવાબદાર હતા અને જો તેની ધરપકડ કરવામાં આવી હોત, તો આવા તણાવનું વાતાવરણ ન બન્યું હોત,” રહેમાને ઇન્દોરમાં ઇસ્લામિક પ્રોફેટ વિરુદ્ધ અપમાનજનક શબ્દો પછી ‘સર તન સે જુડા’ ના નારા લગાવવાના અહેવાલો પછી દાવો કર્યો હતો.
મૌલવીએ માગણી કરી હતી કે જેઓ પયગંબર વિરુદ્ધ વાંધાજનક શબ્દો બોલે છે તેમના પર મકોકા એક્ટ હેઠળ કેસ કરવામાં આવે.
ઇન્દોરમાં પોલીસ મથકની સામે જ લાગ્યા ‘સર તન સે જુદા’ના નારા
બુધવારે (25 જાન્યુઆરી 2023) બની હતી જ્યારે કેટલાક મુસ્લિમોએ ભેગા થઈને મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા. જેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા.
लो..एक और वीडियो…
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 25, 2023
ये तो इंदौर के खजराना पुलिस थाने के सामने ही लगा रहे थे #SarTanSeJuda के नारे..
हिन्दू कार्यकर्ताओं को जान से मारने की धमकी भी दी जा रहीं हैं.. @drnarottammisra pic.twitter.com/DGzgsMXSzO
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્દોરમાં બજરંગ દળ દ્વારા શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘પઠાન’ના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય એક વિરોધ પ્રદર્શનમાં આ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા. આ મામલે રજૂઆત બાદ પોલીસે આઇપીસીની કલમ 505 હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે પ્રકારનાં હિંસાત્મક પ્રદર્શનોના કારણે અનેક હિંદુઓની હત્યા પણ થઇ ચૂકી છે. તાજેતરના જ કિસ્સાઓમાં રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલ નામના દરજીની હત્યા, તે પહેલાં ઉમેશ કોલ્હેની હત્યા, કર્ણાટકમાં ભાજપ નેતા પ્રવીણ નેતારૂની હત્યા વગેરે મુખ્ય છે. ઉપરાંત, ગત વર્ષે આ જ સમયગાળામાં ધંધુકાના હિંદુ યુવાન કિશન ભરવાડની પણ હત્યા કરી નાંખવામાં આવી હતી.