વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે અદાણી અને અંબાણી નામના તીર હરહંમેશ તૈયાર જ રાખે છે, તેવામાં તાજેતરમાં અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા બે દિવસ પહેલાં એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ ઉપર સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવવામાં આવ્યા હતા અને લિસ્ટેડ કંપનીઓ ઉપર દેવું વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ જાણે કોંગ્રેસને દોડવું હતું ને ઢાળ મળી ગયો હોય તેમ અદાણીને કેન્દ્રમાં રાખી વડાપ્રધાન મોદી અને ભાજપને ઘેરવાની કોશિશો કરી રહ્યું છે, પણ અહી સવાલ તે ઉભો થઇ રહ્યો છે કે શું ભાજપને પછાડવાની લ્હાયમાં અદાણી માટે કોંગ્રેસ પાર્ટી બેવડા ધોરણો વાપરી રાજકારણ રમી રહ્યું છે?
અદાણી માટે કોંગ્રેસ પાર્ટી બેવડા ધોરણો વાપરી રાજકારણ રમી રહ્યું છે તેવો સવાલ ઉભો થવા પાછળના કારણો જાણતા પહેલા હાલ જે મુદ્દો લઈને કોંગ્રેસ હોબાળો કરી રહી છે તેના ઉપર એક નજર નાંખીએ, વાસ્તવમાં અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા બે દિવસ પહેલાં એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ ઉપર સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવવામાં આવ્યા હતા અને લિસ્ટેડ કંપનીઓ ઉપર દેવું વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગ્રુપને મોટો ફટકો પડ્યો હતો અને તેનાં શૅરનાં ભાવ ઘટી ગયા હતા. હવે અદાણી જૂથે અમેરિકી ફર્મ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
જેને લઈને અદાણી જૂથે એક નિવેદન જારી કરીને હિંડનબર્ગના રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને યોગ્ય સંશોધન વિનાનો ગણાવ્યો હતો અને ઉમેર્યું કે તેના કારણે તેમના શેરધારકો અને રોકાણકારોને મોટી અસર થઇ છે. આગળ કહેવામાં આવ્યું કે, આ રિપોર્ટના કારણે ભારતીય શેરબજારમાં જે અસ્થિરતા સર્જાઈ એ ચિંતાજનક બાબત છે.
આ ઘટના બાદ કોંગ્રેસને જાણે ભાવતું હતું ને વૈદે કીધું હોય તેમ, અદાણીને મુદ્દો બનાવીને ભાજપ પર મછલા ધોવાનો મોકો મળી ગયો હોય, તેમ પાર્ટીના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ અને પાર્લામેન્ટ મેમ્બર જયરામ રમેશે અદાણીના નામે ભાજપને ઘેરવાનું શરુ કરી દીધું છે, જયરામ રમેશે કહ્યું છે કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સંપૂર્ણ તપાસની જરૂર છે. “સામાન્ય રીતે રાજકીય પક્ષે હેજ ફંડ દ્વારા તૈયાર કરાયેલ વ્યક્તિગત કંપની અથવા વ્યવસાય જૂથ પરના સંશોધન અહેવાલનો જવાબ આપવો જોઈએ નહીં. પરંતુ અદાણી ગ્રૂપના હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક પૃથ્થકરણે કોંગ્રેસ પાર્ટી પાસેથી પ્રતિક્રિયા માંગી છે. કોંગ્રેસના આ નેતાએ એમ પણ કહ્યું કે નેતાએ કહ્યું કે આ એટલા માટે છે કારણ કે અદાણી જૂથ કોઈ સામાન્ય જૂથ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમની ઓળખ થાય છે.
રમેશે એમ પણ કહ્યું કે અમે અદાણી જૂથ અને વર્તમાન સરકાર વચ્ચેના ગાઢ સંબંધોને સંપૂર્ણ રીતે સમજીએ છીએ. પરંતુ એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષની જવાબદારી છે કે તેઓ સેબી અને આરબીઆઈને નાણાકીય વ્યવસ્થાના કારભારી તરીકેની ભૂમિકા ભજવવા અને વિશાળ જાહેર હિતમાં આ આરોપોની તપાસ કરવા વિનંતી કરે.
Hindenburg has put out a damning report on the Adani group which has reacted predictably. Here is my statement on this serious matter that requires a thorough investigation in the public interest. pic.twitter.com/gfmgmKPx4e
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 27, 2023
આ તો થઈ અત્યારની વાત, પણ આ પહેલા પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી વારંવાર મોદી પર આરોપ લગાવી ચૂકી છે ‘ક્રોની કેપિટાલિઝમની સરકાર’ જેવા નિવેદનો આપી ચુકી છે. આટલું જ નહિ, રાહુલ ગાંધીએ તો ભારતના બે સૌથી મોટા કોર્પોરેશનોને ટાંકીને “હમ દો, હમારે દો” શબ્દસમૂહ પણ બનાવ્યો હતો, જે સૂચવે છે કે મોદી અદાણી ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સરકારના ગાઢ સંબંધો છે.
શા માટે કોંગ્રેસ પર ‘બેવડા ધોરણો’ નો પ્રશ્ન ઉભો થાય છે?
અદાણી કોર્પોરેશન દેશના ખૂણે ખૂણે બીઝનેસ કરે છે, જેનો સીધો અર્થ તેવો છે કે અદાણી તેવા રાજ્યોમાં પણ કામ કરી રહ્યું છે જ્યાં ભાજપ સરકાર નથી, તાજેતરની વાત કરીએ તો કોંગ્રેસ સાશિત રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને અદાણીએ 65000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આપ્યું, એ સામે અશોક ગહેલોતે અદાણીને પાવરપ્લાંટ માટે ખુબ મોટી જમીન પણ ફાળવી આપી છે, અને આ વાત ખુદ ગૌતમ અદાણીએ ઇન્ડિયા ટીવી પર લોકપ્રિય ટીવી શો “આપ કી અદાલત”માં સ્વીકારી છે.
આ શોમાં અદાણીએ માત્ર કોંગ્રેસ જ નહિ, પણ કોંગ્રેસ સિવાય TMC સાશિત બંગાળ, અને દક્ષીણની વામપંથી સરકારો સાથે પણ મોટા કરાર કરીને તેમની સાથે કામ કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. તે છતાં અદાણી અને અંબાણીના નામે માત્ર ભાજપ સરકારને ઘેરવાના કીમિયા અપનાવતી રહે છે. હજુ તો આવી અનેક બાબતો છે, જ્યાં સીધેસીધુ અદાણી અને ભાજપનું જોડાણ દેખાડીને દેશની જનતાને ગેરમાર્ગે દોરીને રાજકારણ રમ્યું છે. અને કદાચ એટલે જ કદાચ અદાણી માટે કોંગ્રેસ પાર્ટી બેવડા ધોરણો વાપરી રાજકારણ રમીને ‘ચાવવાના જુદા ને બતાવવાના જુદા’ની નીતી વાપરતું હોય તેવું લાગી રહ્યું છે.