Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગર: હિંદુ મહિલાને પતિ ઇમરાને માથામાં હથોડી મારી, જાનથી મારી નાંખવાની ધમકી...

    ભાવનગર: હિંદુ મહિલાને પતિ ઇમરાને માથામાં હથોડી મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી કહ્યું- તને જીવતી નહીં છોડું- ફરિયાદ દાખલ

    ગત 12 જાન્યુઆરીના રોજ સવાર આઠેક વાગ્યાના અરસામાં તે કામ કરતી હતી ત્યારે તેનો પતિ તેને માર મારવા મંડ્યો હતો અને ફાવે તેમ ગાળો દીધી હતી.

    - Advertisement -

    ભાવનગરના બરવાળામાં એક હિંદુ મહિલાએ તેના મુસ્લિમ પતિ પર મારપીટ કરવાનો અને ગાળાગાળી કરીને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. ઇમરાને મહિલાને માથામાં હથોડી મારી દીધી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મહિલા પોલીસના શરણે પહોંચી છે. 

    આ મામલે ભાવનગરના બરવાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 30 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પંદર વર્ષ પહેલાં તેનાં લગ્ન બરવાળાના જ એક વ્યક્તિ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયાં હતાં અને ઘર સંસાર દરમિયાન બે પુત્રો પણ થયા હતા. 

    બે સંતાનોના જન્મ બાદ મહિલાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે, પતિ સાથે બનતું ન હોઈ વર્ષ 2018માં પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ જેની બોટાદમાં રહેતા ઇમરાન મોહાત નામના શખ્સ સાથે તેના પ્રેમ સબંધો હોવાથી તેણે તેની સાથે લગ્ન કરી લીધાં અને બંને બરવાળામાં રહેતાં હતાં. ત્યારબાદ બોટાદમાં ભાડાના મકાનમાં રહેવા મટે ગયા હતા. 

    - Advertisement -

    મહિલાએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, ગત 12 જાન્યુઆરીના રોજ સવાર આઠેક વાગ્યાના અરસામાં તે કામ કરતી હતી ત્યારે તેનો પતિ તેને માર મારવા મંડ્યો હતો અને ફાવે તેમ ગાળો દીધી હતી. મહિલાએ પતિ પર જ્ઞાતિવિષયક ગાળો દેવાનો પણ આરોપ લગાવ્યો છે. 

    બોલાચાલી દરમિયાન મુસ્લિમ પતિએ હિંદુ મહિલાને માથામાં હથોડી મારી દીધી હતી, જેના કારણે તેને ઇજા પહોંચી હતી. ત્યારબાદ બૂમાબૂમ કરીને તે ભાગી છૂટતાં તેના પતિએ ધમકી આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તેને જીવિત છોડશે નહીં અને જાનથી મારી નાંખશે. 

    ઝઘડો થવાનું કારણ જણાવતાં મહિલા જણાવે છે કે, તેનાં અગાઉનાં લગ્ન પછી બે સંતાનોના જન્મ બાદ તેણે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું અને તેના બીજા પતિ ઇમરાને બીજાં બાળકો કરવા હોઈ તે બાબતે મનદુઃખ રાખીને માર માર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    મહિલાની ફરિયાદના આધારે બરવાળા પોલીસે આરોપી ઇમરાન મોહાત સામે આઇપીસી કલમ 323, 504, 506(2) તથા જીપીએની કલમ 135 અને SC/ST એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં