Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસ્થાને નવું સ્થાન અને વિકાસને ગતિઃ ઉત્તર પ્રદેશમાં હનુમાન મંદિરને 500 જેકની...

    આસ્થાને નવું સ્થાન અને વિકાસને ગતિઃ ઉત્તર પ્રદેશમાં હનુમાન મંદિરને 500 જેકની મદદથી સુરક્ષિત ખસેડ્યું, પ્રશાસન તોડવા માંગતું હતું

    સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિર તોડવા માટે ત્રણ વર્ષ પૂર્વે પ્રયત્ન કરાયો હતો. પરંતુ જે મશીનો દ્વારા તોડવાનો પ્રયત્ન કરાયો હતો તે ત્યાં જ બગડી ગયા હતા.

    - Advertisement -

    ઉત્તરાખંડના જોશીમઠમાં પડેલી તિરાડો હાલમાં આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશના (યુપી) શાહજહાંપુરમાં મૂળ જગ્યાએથી ખસી રહેલું હનુમાનજીનું મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 

    વિગતો એવી છે કે, આશરે ત્રણ દાયકા જૂનું એક હનુમાનજીનું મંદિર હાઈ-વે બની રહ્યો છે તેની વચ્ચે આવી રહ્યું હતું. ટેકનિકલી રીતે જોતાં પ્રશાસન પાસે તે મંદિર તોડવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. બીજી તરફ મંદિર દાયકાઓ જૂનું હોવાના કારણે આસ્થાનો પણ પ્રશ્ન હતો. ત્યારે યુપી સરકારે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી 500 થી વધુ જેક જોડીને મંદિરને 16 ફીટ ખસેડ્યું છે. જોકે, આ કાર્ય હજુ પણ દોઢ મહિનો ચાલશ જેથી અહીં આસ્થા પણ સચવાશે અને વિકાસ પણ થશે.

    મંદિર સાથે લોકોની છે આસ્થા

    - Advertisement -

    સ્થાનિકો કહે છે કે આ મંદિર છેલ્લા ત્રણ દાયકાથી તેમની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવે છે. પરંતુ વિકાસ કાર્યો અંતર્ગત અહીં હાઈ-વે બન્યો, જેમાં આ મંદિર નડતરરૂપ બન્યું હતું. પ્રથમ તો તંત્ર પાસે આ મંદિર તોડવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો. પરંતુ તેમણે સુઝબુઝ સાથે સ્થાનિકો, પૂજારીઓ અને શ્રદ્ધાળુઓને વિશ્વાસમાં લઈને આ મંદિરને અન્ય સ્થળે ખસેડવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તમામ લોકોએ સ્વીકાર્યો. ત્યારબાદ નિષ્ણાંત એન્જિનરોની એક ટીમ નિયુક્ત કરવામાં આવી. મંદિરના નીચેના ભાગે લગભગ 500 થી વધુ જેક લગાવીને દોઢ મહિનાની મહેનત અને પ્રાર્થના થકી મંદિરને બાજુના ખેતરમાં ખસેડવામાં સફળતા મળશે. હમણાં સુધી 16 ફીટ સુધી મંદિર ખસેડવામાં આવ્યું છે. 

    ત્રણ વર્ષ પહેલાં મંદિર તોડવાનો પ્રયાસ થયો હતો

    સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિર તોડવા માટે ત્રણ વર્ષ પૂર્વે પ્રયત્ન કરાયો હતો. પરંતુ જે મશીનો દ્વારા તોડવાનો પ્રયત્ન કરાયો હતો તે ત્યાં જ બગડી ગયા હતા. ત્યારબાદ લોકોએ સખત વિરોધ કર્યો હતો, જેના કારણે મંદિર બચી ગયું હતું. પણ આ વખતે પ્રશાસને જે મધ્યમ માર્ગ વાપર્યો જેના કારણે લોકો ખૂબ જ ખુશ છે. પ્રશાસનનો અને યોગી સરકારનો આભાર માની રહ્યા છે.

    હમણાં મંદિર ખસેડવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જે લગભગ 16 ફીટ જેટલું ખસેડ્યું છે. પરંતુ હજુ આ કાર્ય દોઢ મહિના સુધી ચાલશે. બાજુમાં જ આવેલી સરકારી જમીન પર મંદિર ખસેડાઈ રહ્યું છે. એક વખત સુરક્ષિત રીતે ખસેડી દીધા બાદ અને યોગ્ય પૂજા વિધી કર્યા બાદ ભક્તો માટે આ મંદિર ખુલ્લું મુકવામાં આવશે. જેને લઈને ભક્તોમાં હમણાંથી જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં