Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મુંબઈમાં થશે 1993 જેવા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, નિર્ભયા જેવા બળાત્કાર, રમખાણો…': ધમકી આપનાર...

    ‘મુંબઈમાં થશે 1993 જેવા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, નિર્ભયા જેવા બળાત્કાર, રમખાણો…’: ધમકી આપનાર નબી ખાન પોલીસના હાથે પકડાયો

    ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે બે મહિનામાં મુંબઈમાં 1993ના બોમ્બ બ્લાસ્ટની જેમ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થશે. ધમકી સાથે કહેવામાં આવ્યું હતું કે આ બ્લાસ્ટ મુંબઈના માહિમ, ભીંડી બજાર, નાગપાડા અને મદનપુરા વિસ્તારમાં થશે.

    - Advertisement -

    મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને એક વ્યક્તિએ 1993 જેવા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, નિર્ભયા જેવા બળાત્કાર કેસ અને રમખાણોની ધમકી આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આરોપીની ઓળખ નબી યાહ્યા ખાન તરીકે થઈ છે. આરોપીએ ફોન કરીને દાવો કર્યો હતો કે તેની સાથે આ કાવતરામાં કોંગ્રેસના ધારાસભ્ય પણ સામેલ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (7 જાન્યુઆરી, 2023) મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. રમખાણોની ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે બે મહિનામાં મુંબઈમાં 1993ના બોમ્બ બ્લાસ્ટની જેમ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થશે. ધમકી સાથે કહેવામાં આવ્યું હતું કે આ બ્લાસ્ટ મુંબઈના માહિમ, ભીંડી બજાર, નાગપાડા અને મદનપુરા વિસ્તારમાં થશે.

    નબી ખાનનો દાવો – બીજા રાજ્યોમાંથી આવ્યા છે લોકો

    આ સિવાય આરોપીએ દાવો કર્યો હતો કે મુંબઈમાં નિર્ભયા ગેંગ-રેપ જેવું કાંડ અને ભયાનક રમખાણો થવાના છે. આ તમામ કામો માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે. મિડ ડેના અહેવાલ મુજબ, ધમકીભર્યા ફોન કરનાર આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પણ સામેલ છે.

    - Advertisement -

    મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને ધમકીભરેલો કોલ મળ્યા પછી, મુંબઈ પોલીસ સહિત તમામ સુરક્ષા અને તપાસ એજન્સીઓ સક્રિયપણે મામલાની તપાસ કરી રહી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી શાખા (ATS)એ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

    આરોપીની ઓળખ નબી યાહ્યા ખાન ઉર્ફે કેજીએન ઉર્ફે લાલા તરીકે થઈ છે. ATSએ તેની મલાડના પઠાણવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

    નબી યાહ્યા ખાન વિરુદ્ધ લૂંટ અને છેડતી સહિતના કુલ 12 ગુનાહિત કેસ નોંધાયેલા છે. ATSએ આરોપીને આઝાદ મેદાન પોલીસને સોંપી દીધો છે. હવે આઝાદ મેદાન પોલીસ તેની પૂછપરછ કરશે અને કેસ સાથે જોડાયેલા રહસ્યો કાઢવાનો પ્રયાસ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં