હવે યુપીના બાંદા જિલ્લામાંથી લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક હિંદુ સગીરાને પહેલા અફઝલે પોતાને આશિષ તરીકે ઓળખ આપી પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારપછી તેનું અસલી નામ જણાવીને તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા અને પાછળથી ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું હતું.
આટલું જ નહીં, અહેવાલો અનુસાર, અફઝલ દ્વારા સગીરાનો અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જો કે તે યુવતી સાથે ભાગવા માંગતો હતો, પરંતુ પોલીસની તત્પરતાના કારણે તેને રેલ્વે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે સગીર યુવતીને પણ બચાવી લીધી છે. હવે પોલીસ યુવતીને કોર્ટમાં રજૂ કરશે અને તેનું નિવેદન નોંધશે.
શું છે આખો મામલો?
વાસ્તવમાં આ સમગ્ર મામલો બાંદા જિલ્લાના અટારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આરોપ છે કે અહીં 14 વર્ષની હિન્દૂ છોકરીને અફઝલે પોતાને આશિષ તરીકે ઓળખાવ્યો અને તેને પ્રેમ પ્રકરણમાં ફસાવી હતી. પછી 2 જાન્યુઆરીએ બપોરે યુવતીને પોતાની સાથે લઈ ગયો હતો. જે બાદ કિશોરીના પરિજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પછી, પોલીસ અધિક્ષક અભિનંદનના આદેશ પર, ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. શનિવારે પોલીસને ખબર પડી કે આરોપી યુવક યુવતી સાથે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે બાદ પોલીસ બાંદા રેલવે સ્ટેશન પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી તો આરોપી યુવકે પોતાનું સત્ય જણાવ્યું કે તેણે સગીર છોકરીને કેવી રીતે ફસાવી હતી. હાલ પોલીસે આરોપી યુવક અફઝલને જેલમાં મોકલી દીધો છે અને કોર્ટમાં યુવતીનું નિવેદન નોંધવાની તૈયારી ચાલી રહી છે.
POCSO અને લવ જેહાદ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ
આ કેસની માહિતી આપતાં પોલીસ અધિક્ષક અભિનંદને જણાવ્યું હતું કે 2 જાન્યુઆરીએ અટારા પોલીસ સ્ટેશનમાં કેસ ક્રાઇમ નંબર 3/23 કલમ 363, 376, 3/4 પોક્સો એક્ટ અને 3/5 એક્ટ અગેઇન્સ્ટ કન્વર્ઝન હેઠળ નોંધવામાં આવ્યો હતો.
કેસ નોંધાયા બાદ પોલીસની 3 ટીમો બનાવવામાં આવી હતી જે બાદઆરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપી અફઝલ ઉ.અઝીઝ બક્ષ જિલ્લા હમીરપુર પોલીસ સ્ટેશન મૌધા ઇચૌલીનો રહેવાસી છે. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.