ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને રમતની સૌથી મોટી દિગ્ગજ ગણાતા માર્ટીના નવરાતીલોવા ગળા અને સ્તનના કેન્સરની ઝપેટમાં આવ્યાં છે, 66 વર્ષીય નવરાતીલોવા આ પહેલા વર્ષ 2010માં પણ સ્તન કેન્સરનો ભોગ બન્યા હતા, તે વખતે માત્ર 6 મહિનામાં તેમણે આ ગંભીર બીમારીને હરાવી દીધી હતી. ત્યારે 12 વર્ષ બાદ ફરી એક વાર માર્ટીના નવરાતીલોવા કેન્સરની ઝપેટમાં આવ્યાં છે અને આ વખતે તેમને ગળા અને સ્તનનું કેન્સર એક સાથે થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ માર્ટીના નવરાતીલોવા કેન્સરની ઝપેટમાં આવ્યાં બાદ તેમણે જણાવ્યું છે કે કેન્સરનો આ બેવડો માર ખુબ ગંભીર છે, પરંતુ તેઓ આ રોગ સામે લડશે અને તેમને સ્વસ્થ થવાની આશા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવેમ્બરમાં ફોર્ટ વર્થ, ટેક્સાસમાં સીઝન-એન્ડિંગ ડબલ્યુટીએ ફાઇનલમાં હાજરી આપતી વખતે તેમને ગરદનમાં ગાંઠ જેવું મહેસુસ થતા બાયોપ્સી કરાવી હતી, જેમાં પ્રારંભિક તબક્કામાં ગળાનું કેન્સર જાહેર થયું હતું. દરમિયાન તેઓ સ્તન કેન્સરથી પીડિત હોવાની માહિતી પણ મળી હતી. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2010માં પણ માર્ટિના નવરાતીલોવા બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી ચુક્યા છે.
Martina Navratilova, one of the greatest athletes in history, has been diagnosed with Stage 1 throat cancer.
— TENNIS (@Tennis) January 2, 2023
In addition, an unrelated form of breast cancer was discovered during exams. Both cancers are in their early stages with great outcomes.
Thinking of you, @Martina ❤️
માર્ટિનાની સારવાર આ મહિનામાં જ શરૂ થઈ જશે. ડોક્ટરોને આશા છે કે તેઓ કોઈપણ રીતે કેન્સરમાંથી સાજા થઈ જશે. તેઓ આ પહેલા પણ કેન્સરને હરાવી ચુક્યા છે. માર્ટિના વિશ્વના દિગ્ગજ ટેનિસ ખેલાડી રહી ચુક્યા. તેઓ 331 અઠવાડિયા સુધી વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી રહેવાનો વિક્રમ ધરાવે છે. ચેકોસ્લોવાકિયામાં જન્મેલા માર્ટિના નવરાતીલોવાના નામે ઘણા રેકોર્ડ છે. તેણીએ 18 મહિલા સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. આ સિવાય મહિલા ડબલ્સમાં તેમના નામે 31 ટાઇટલ અને મિક્સ ડબલ્સમાં તેમના નામે કુલ 10 ટાઇટલ છે. તેઓ વર્ષ 1994માં તેમણે ટેનીસની દુનિયામાંથી નિવૃત્તિ લઇ લીધી હતી.
કેન્સરથી પીડિત ટેનીસના દિગ્ગજ ખિલાડી માર્ટિના નવરાતીલોવા હાલમાં અમેરિકામાં રહે છે અને ટેનિસ મેચોની કોમેન્ટ્રી કરે છે. જોકે, કેન્સર હોવાનું નિદાન થયા બાદ તે હવે આગામી ઓસ્ટ્રેલિયન ઓપનમાં કોમેન્ટ્રી કરી શકશે નહીં. માર્ટિનાએ ટેનિસ રમતા 59 ટાઇટલ જીત્યા હતા.