ભારતીય ક્રિકેટ ટીમે બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે શનિવારે (17 ડિસેમ્બર) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ટાઇટલ મેચમાં બાંગ્લાદેશને 120 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજી વખત આ ટ્રોફી જીતી છે. આ પહેલા ભારતે 2012 અને 2017માં બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. પૂર્વ ક્રિકેટરો સહિત ચાહકોએ ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ભારતે ધમાકેદાર બેટિંગ કરતા 2 વિકેટના નુકસાને 277 રન બનાવ્યા હતા. સુનીલ રમેશે સદીની ઇનિંગ રમતા 63 બોલમાં 136 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ 50 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 247 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા ભારતની શરૂઆત ખરાબ રહી હતી શરૂઆતના 29 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ફાઈનલ મેચમાં સુનીલ રમેશ અને કેપ્ટન અજય કુમાર રેડ્ડીની સદીઓની મદદથી સતત ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો. નેત્રહિન ખેલાડીઓ માટે આયોજિત આ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી.
278 રનનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 157 રન જ બનાવી શકી હતી અને 120 રનથી મેચ હારી ગઈ. ભારતીય ટીમના વિજય બાદ કર્ણાટકના માનનીય રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી. ભારતીય કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વિશાળ ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશના ઓપનર સલમાન અને કેપ્ટન મોહમ્મદ આશિકુર રહેમાને ઇનિંગ્સની સારી શરૂઆત કરી હતી પરંતુ આ દરમિયાન તેઓ બાઉન્ડ્રી ફટકારી શક્યા ન હતા. ભારતીય બોલરોએ કેટલીક અઘરી ઓવરો ફેંકી જેનાથી સરેરાશ રન રેટ વધ્યો. જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓ દબાણમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને પાવર પ્લે ઓવર્સ પછી, મુલાકાતી ટીમ ફડ્ડિસમાં જોડાઈ હતી. લલિત મીનાએ 9મી ઓવરમાં પ્રથમ વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમે લખ્યું, “ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે. અમે ખુશ છીએ કે અમે નેત્રહિનો માટેનો T20 વર્લ્ડ કપ જીત્યો છે. અમારી ટીમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.”
India is proud of our athletes. Delighted that we have won the T-20 World Cup for the Blind. Congratulations to our team and best wishes to them for their future endeavours. https://t.co/W3eQMo3LRn
— Narendra Modi (@narendramodi) December 17, 2022
આ રીતે ભારતે ત્રીજી વખત ટૂર્નામેન્ટ જીતી. અત્યાર સુધીમાં 3 બ્લાઇન્ડ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતે ત્રણેય વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે.