Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્લી રમખાણોનો આરોપી ઉમર ખાલીદ 7 દિવસ માટે જેલની બહાર આવશે, બહેનના...

    દિલ્લી રમખાણોનો આરોપી ઉમર ખાલીદ 7 દિવસ માટે જેલની બહાર આવશે, બહેનના લગ્ન પ્રસંગે હાજરી આપવા અદાલતે આપી મંજૂરી: મિડીયા સાથે વાત ન કરવાનું આશ્વાસન

    ઉમર ખાલિદના વકીલે જામીન માટેની દલીલો માં આશ્વાસન આપ્યું છે કે તે આ દરમિયાન કોઈપણ મિડીયાને ઈન્ટરવ્યું નહિ આપે તેમજ વાતચીત પણ નહિ કરે.

    - Advertisement -

    દિલ્લી દંગાના આરોપી અને ટૂકડે ટૂકડે ગેંગના સભ્ય ઉમર ખાલીદને કોર્ટ તરફથી 7 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. પોતાની બહેનનાં લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે તેણે અદાલત પાસેથી જામીન માગ્ય હતા જે અદાલતે માન્ય રાખ્યા છે અને 7 દિવસના જામીન મંજૂર કર્યા છે. આ જામીન અનુસાર ઉમર ખાલીદ 23 ડિસેમ્બરે જેલની બહાર નીકળશે અને 30મી ડિસેમ્બરે તેણે ફરીથી જેલમાં હાજર થવું પડશે.

    મિડીયા રીપોર્ટસ અનુસાર દિલ્લી રમખાણોના ‘માસ્ટર માંઈડ’ ઉમર ખાલિદે પોતાની બહેનના લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે કોર્ટ સમક્ષ 14 દિવસનાં જામીન માંગ્યા હતા, જોકે અતિરીક્ત સત્ર ન્યાયધીશ અમિતાભ રાવતે તેનાં માત્ર 7 જ દિવસનાં જ જામીન માન્ય રાખ્યા છે. આ જામીનમાં કોર્ટે ઉમર ખાલીદને લાઈવ લોકેશન દર્શાવવા સહિત બીજી ઘણી શરતો પણ મૂકી છે.

    ફેબ્રુઆરી 2020માં થયેલા દિલ્લી તોફાનોને કારણે ઉમર ખાલિદ ગેરકાનૂની ગતિવિધી (અટકાવ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો અંતર્ગત તોફાનો ભડકાવાનો આરોપી છે. ઉમર ખાલીદ વતી દલીલ કરતાં તેના વકીલે જામીનની માંગણી વખતે જણાવ્યું હતું કે તે દરમ્યાન ના તો કોઈપણ પ્રકારનો ઈન્ટરવ્યુ આપશે ન તો કોઈ મિડીયાના વ્યકિત સાથે વાતચીત કરશે.

    - Advertisement -

    ફેબ્રુઆરી 2020માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA) ના વિરોધમાં દિલ્લીમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતાં. આ પ્રદર્શનો દરમ્યાન ઉત્તર પૂર્વીય દિલ્લીમાં જાફરાબાદ, મૌજપૂર, બાબરપૂર, ઘોંડા, ચાંદબાગ, શિવ વિહાર, ભજનપૂરા, યમુના વિહાર વિસ્તારોમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.  આ કોમી તોફાનોમાં પોલિસકર્મીઓ સહિત કુલ 53 લોકોનાં મૃત્યુ થયા હતા તેમજ 700થી વધારે ઘાયલ થયા હતા. આ તોફાનોનાં માસ્ટર માઈન્ડ તરીકે આરોપિત ઉમર ખાલીદની દિલ્લી પોલીસે 13 સપ્ટેમ્બર 2020ના રોજ ધરપકડ કરી હતી.

    ત્યારથી જ તે દિલ્લી જેલની અંદર બંધ છે અને અનેક વાર જામીન અરજીઓ કરી છે. જોકે દિલ્લી પોલીસે દરેક વખતે તેને જામીન અરજીનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે તેનાથી ખોટો સંદેશ બહાર જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં