Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાડોશમાં રહેતી હિંદુ યુવતીને ભગાડી લઇ ગયા ગુલ મોહમ્મદ અને અઝર હસન,...

    પાડોશમાં રહેતી હિંદુ યુવતીને ભગાડી લઇ ગયા ગુલ મોહમ્મદ અને અઝર હસન, પીડિતાના પિતાએ કરી ન્યાયની માંગ: FIR દાખલ

    ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 363 હેઠળ FIR દાખલ કરી આરોપી અને અપહરણ કરાયેલી યુવતીની શોધખોળ શરૂ કરી છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી ‘લવ જેહાદ’નો એક નવો મામલો સામે આવ્યો છે. અહીં ગુલ મોહમ્મદ પર હિંદુ યુવતીને ફસાવીને તેને ભગાડી લઇ જવાનો લાગ્યો છે. પીડિત પરિવારે તેમની ફરિયાદમાં ગુલ મોહમ્મદની સાથે અઝર હસન પણ પર આરોપ લગાવ્યા છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    આ ઘટના શનિવાર (19 નવેમ્બર 2022)ની છે. પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે શનિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેમની પુત્રીને તે જ ગામના ગુલ મોહમ્મદ અને અઝર હસન બાઇક પર ભગાડી લઇ ગયા હતા. ગુલ મોહમ્મદના પિતાનું નામ ઈસરાજ અલી છે જ્યારે અઝર હસના પિતાનું નામ અફસર અલી છે. ફરિયાદમાં પીડિતાના પિતાએ દાવો કર્યો છે કે ગામના જ એક વ્યક્તિએ તેમની પુત્રીને બંને આરોપીઓ સાથે જતા જોઈ હતી. 

    આ FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. અપહરણ કરાયેલી યુવતીની ઉંમર 22 વર્ષ જણાવવામાં આવી છે. પીડિતાના પિતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેમણે પોતાના સ્તરેથી તેમની પુત્રીને શોધવાનો ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેમને સફળતા મળી ન હતી. પોતાની ફરિયાદમાં યુવતીના શ્રમિક પિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 363 હેઠળ FIR દાખલ કરી છે અને આરોપી અને અપહરણ કરાયેલી યુવતીની શોધખોળ શરૂ કરી છે. 

    - Advertisement -

    મીડિયા અહેવાલો અનુસાર, ડીએસપી હરિમોહન સિંહે અપહરણકર્તાને વહેલી તકે પરત મેળવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. 

    ઑપઇન્ડિયાએ આ મામલે પીડિતાના પિતાનો સંપર્ક કરી તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે બંને આરોપી પુખ્ત વયના છે અને તેમના પાડોશી છે. તેમનું ગામ હિંદુ બહુમતી હોવાનું કહીને તેમણે જણાવ્યું કે, અહીં મુસ્લિમ સમુદાયના લગભગ 15 ઘરો છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી તેવી માહિતી આપતાં યુવતીના પિતાએ અમને જણાવ્યું કે ઘટના બાદ આરોપી ગુલ મોહમ્મદના પરિવારજનો પણ ઘરને તાળું મારીને ક્યાંક ચાલ્યા ગયા છે.

    હિંદુ યુવતીને ભગાડી લઇ જવા આ મામલે પોલીસે FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં