ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક આવી ગઈ છે પરંતુ કોંગ્રેસમાં સતત ચાલી રહેલો કકળાટ પૂરો થવાનું નામ જ નથી લઇ રહ્યો. કોંગ્રેસમાં રોજ કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી સામે આવતી જોવા મળે છે અને રોજ કેટલાય રાજીનામાં પડતા હોય છે. આ જ હરોળમાં હવે વટવા અને જમાલપૂર-ખાડિયા વિધાનસભા પણ આવી ગઈ છે.
અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો
— News18Gujarati (@News18Guj) November 14, 2022
જમાલપુર-ખાડિયા બેઠકને લઇને વિરોધ
કાળી શાહીથી લખાયું ભરતસિંહ સોલંકી #GujaratElections2022 #Gujaratassemblyelections #ElectionWithNews18 @INCGujarat @BharatSolankee pic.twitter.com/lksBgLXt8p
જમાલપુર-ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા રોષ, ધડાધડ રાજીનામાં
રવિવારે (13 નવેમ્બર) કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નવી યાદીને લઈને કકળાટ થયો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને રીપીટ કરાતા કોંગ્રેસના જ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અમદાવાદ કાર્યાલય ખાતે નારાજ કાર્યકરોએ તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો તેમના પોસ્ટરો ફાડ્યા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ વિરોધના સૂર ઉઠ્યા હતા. જમાલપુર-ખાડીયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને રિપીટ કરાતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામા ધરી દીધા હતા.
જમાલપુર – ખાડીયા ની ટીકીટ બાબતે હું મારા તમામ હોદા પર થી રાજીનામું આપું છું @Neerajkundan @jagdishthakormp @jagdishthakormp
— Advocate Nitin Vaghela (@NitinVa30125065) November 14, 2022
અમદાવાદ ની જમાલપુર ખાડીયા વિધાનસભા ની ટીકીટ ના વિરોધ મા હું તોષિત મકવાણા મારા તમામ હોદ્દાઓ પર થી રાજીનામું આપુ છું. @Shahnawaz_Inc @jagdishthakormp#I_support_shahnawaz_shaikh #GujaratElections2022
— Toshit Makwana – NSUI (@MakwanaToshit) November 13, 2022
જમાલપુર – ખાડીયા ની ટીકીટ બાબતે હું મારા તમામ હોદા પર થી રાજીનામું આપું છું @Neerajkundan @jagdishthakormp @jagdishthakormp
— Narayan Bharwad (@NsuiBharwad) November 13, 2022
વટવામાં પણ આયાતી ઉમેદવાર સામે કોંગ્રેસમાં ભડકો
અમદાવાદમાં વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માંગણી થઈ રહી છે. વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે.
વટવા મા કેટલા ગામડા કે બુથ આવે છે એ પણ ખબર નહીં હોય ને લડવા માટે કોંગ્રેસ ઉમેદવાર મોકલી દે છે..
— Dr Nachiket Mukhi (@nachiket_mukhi) November 13, 2022
સ્થાનિક સિવાય કોઇ ઉમેદવાર વટવામાં ચાલે નહીં એ વટવાના લોકો આવનારા સમયમાં સમજાવી દેશે@GPCC#Change_the_candidate #balvant_gadhvi
ભરતસિંહ સોલંકી પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ
અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના જ નારાજ કાર્યકરોએ નેમ પ્લેટ તોડી નાખી હતી અને ઈમરાન ખેડાવાલાનો જમાલપુર બેઠક પરથી મેન્ડેટ રદ કરવાની માંગ કરી હતી.
“કોંગ્રેસમાં કકળાટ” અમદાવાદ ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા NSUIના કાર્યકરો લાલઘૂમ કોંગ્રેસ કાર્યાલયે કરી તોડફોડ
— ConnectGujarat (@ConnectGujarat) November 14, 2022
યુથ કોંગ્રેસ અને NSUI નો આક્રમક દેખાવો
ભરતસિંહ સોલંકી સામે કાર્યકરો લાલઘૂમ #Ahmedabad @Imran_khedawala @NSUIGujarat #GujaratElection2022 #CGNews pic.twitter.com/XJxVDdxS5L
મોટી સંખ્યામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ ભરતસિંહ સોલંકી પર ટિકિટ કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને જાણી જોઈને આ બેઠક ભાજપની જોળીમાં નાખી દેવાનો આક્ષેપ કરાયો છે.
આમ હવે વટવા અને જમાલપૂર-ખાડિયા વિધાનસભામાં કોંગ્રેસમાં સૌ સલામત નથી. શક્ય છે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ઉમેદવારોનો વિરોધ કરે અને અપક્ષમાં ઉભા રહીને વોટ પણ તોડી શકે.