શુક્રવારે, ઉત્તર પ્રદેશ પોલીસે એક મુસ્લિમ પરિવારના પાંચ વ્યક્તિઓ અને ગુડ્ડુ હાજી તરીકે ઓળખાતા ઇસ્લામિક ધર્મગુરુ વિરુદ્ધ એક મહિલાને ટ્રિપલ તલાક આપ્યા પછી નિકાહ હલાલા કરાવીને ઘણી વખત ક્રૂર સામૂહિક બળાત્કાર કરવા બદલ FIR દાખલ કરી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના શાહજહાંપુર વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. આ કેસમાં નોંધાયેલા અન્ય લોકોની ઓળખ સલમાન, ઈસ્લામ અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો તરીકે કરવામાં આવી છે.
Uttar Pradesh: #NikahHalala ends in gang rape as husband’s brother, refuses to divorce the woman.
— Organiser Weekly (@eOrganiser) November 12, 2022
The police filed an FIR against 5 persons of a Muslim family and an Islamic cleric Guddu Haji for the brutal gang rape of a woman several times after she was given triple talaq.
અહેવાલો અનુસાર પીડિત મહિલાએ પાંચ વર્ષ પહેલા સલમાન સાથે લગ્ન કર્યા હતા. જો કે, સલમાને થોડા મહિના પહેલા તેને ટ્રિપલ તલાક પ્રણાલી હેઠળ છૂટાછેડા આપી દીધા હતા અને પછીથી તેને પોતાના જીવનમાં ફરીથી લાવવાની ઇચ્છા થઇ હતી. પછી, ઇસ્લામિક ધર્મગુરુ ગુડ્ડુ હાજીએ સૂચવ્યું કે સ્ત્રીને માત્ર ત્યારે જ ફરી પત્ની તરીકે સ્વીકારી શકાય જો તે બીજા સાથે નિકાહ કરે અને ફરીથી કોઈ બીજા દ્વારા છૂટાછેડા લે. ઇસ્લામમાં આ પ્રક્રિયાને નિકાહ હલાલા કહેવામાં આવે છે.
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે ઇસ્લામિક ધર્મગુરુ ગુડ્ડુ હાજીના સૂચનના આધારે, સલમાને તેના લગ્ન ઇસ્લામ નામના તેના નાના ભાઇ સાથે કરાવ્યા. જેણે બાદમાં તેને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બંનેએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પીડિતાએ તેના કહેવા પ્રમાણે કર્યું તે પછી પણ, નાના ભાઈએ તેને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો અને બંને ભાઈઓએ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંજય કુમારે પણ ઉમેર્યું હતું કે મહિલાના જણાવ્યા મુજબ સલમાન અને ઇસ્લામ બંને દ્વારા ઘણી વખત તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. “ફરિયાદના આધારે અમે ગુડ્ડુ હાજી, સલમાન, ઈસ્લામ અને તેમના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ ગેંગરેપ (376 આઈપીસી), અકુદરતી સેક્સ (377 ડી આઈપીસી) અને મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) એક્ટ 2019ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.”, તેમણે ઉમેર્યું.
નોંધનીય છે કે, મહિલા સ્થાનિક કોર્ટમાં ગયા બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે પોલીસને આ કેસમાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાને નિવેદન આપવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તે પહેલાં તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 2017માં ટ્રિપલ તલાકને નાબૂદ કર્યા હતા, જેમાં મુસ્લિમ પુરુષને ત્રણ વાર તલાક બોલીને મિનિટોમાં પોતાની પત્નીને છૂટાછેડા આપવાની મંજૂરી મળતી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા, ભારત એવા કેટલાક દેશોમાંનો એક હતો જેણે ટ્રિપલ તલાકને મંજૂરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે મુસ્લિમ મહિલાઓ અને એક્ટિવિસ્ટો દ્વારા આ પ્રથાને ગુનાહિત બનાવવાના દબાણને સમર્થન આપ્યું હતું.
આ કેસમાં તમામ 6 આરોપીઓ ફરાર છે અને પોલીસ તમામને પકડવા પ્રયાસો કરી રહી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.