મધ્યપ્રદેશના જબલપુરમાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પાકિસ્તાન પર દેશના ભાગલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદજીના અનુગામી તરીકે નવપ્રતિષ્ઠ શંકરાચાર્ય શ્રી દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને શ્રી જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ શહેરમાં પ્રથમ વખત આગમન બદલ 6 નવેમ્બરના રોજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા અને સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું.
અહેવાલો અનુસાર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પાકિસ્તાન પર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, “જો ભારત અને પાકિસ્તાનના ભાગલાને સ્વીકારવામાં આવે તો ભારતના મુસ્લિમોએ પાકિસ્તાનમાં જવું જોઈએ, કારણ કે ભારત અને પાકિસ્તાનના વિભાજન ધર્મના આધારે થયું હતું અને તેને સ્વીકાર કરવામાં આવે છે.”
ज्योतिषपीठ के शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद का बड़ा बयान
— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) November 7, 2022
“भारत के मुसलमानों को पाकिस्तान चले जाना चाहिए”
“भारत का विभाजन तो धर्म के आधार पर ही हुआ था”
Watch : https://t.co/YSDzWRQNu4 #SwaroopanandSaraswati #Pakistan #Muslim #Bharat24Digital pic.twitter.com/FL3WT4NjQi
પત્રકારો સાથે વાત કરતા અવિમુક્તેશ્વરાનંદ મહારાજે વિભાજન રદ કરવાની તરફેણમાં પોતાની દલીલ આપતા કહ્યું કે, “અખંડ ભારતના લોકોના મનમાં આ પીડા હંમેશા રહી છે. રામ રાજ્ય પરિષદ, કરપતિ મહારાજ અને અમારા ગુરુજીના મનમાં હંમેશા આ દુઃખ હતું કે ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અમે અમારા તીર્થસ્થળોની મુલાકાત લેવા માટે વિઝા વગેર જઈ શકતા નથી અને તે વિઝા મેળવવા ખૂબ મુશ્કેલ છે.”
स्वामी अविमुक्तेश्वरानंद बोले, #भारत – #पाकिस्तान का विभाजन रद्द हो, या मुसलमान वहीं चले जाएं @ChouhanShivraj @OfficeofSSC @CMMadhyaPradesh @drnarottammisra @vdsharmabjp @BJP4MP @INCMP @INCIndia @OfficeOfKNath @digvijaya_28 @GovindSinghDr @sunilshri19 @pravindubey121 pic.twitter.com/Z8ReLt3N5N
— IND24 (@IND24AMPL) November 7, 2022
તેમણે વધુમાં કહ્યું કે, “પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અમારી શક્તિપીઠો છે જે ભાગલા પછી ત્યાં રહી ગઈ હતી. આ વિભાજન એટલા માટે થયું કે હિંદુઓ અહીં રહેશે અને મુસ્લિમો ત્યાં જશે, પરંતુ એવું ન થયું. જે હેતુથી વિભાજન થયું હતું તે હેતુ પૂરો થયો નથી. આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે અને આપણે એવી વ્યવસ્થા બનાવી શક્યા નથી કે હિંદુઓ અહીં રહે અને મુસ્લિમોએ પાકિસ્તાનમાં જવું જોઈએ.
जबलपुर मध्यप्रदेश ज्योतिषपीठ के शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद का बड़ा बयान,
— tarun yadav / तरुण यादव (@tarunya76832195) November 7, 2022
भारत के मुसलमानों को पाकिस्तान चले जाना चाहिए।#SwamiAwiktmukteshwarNand pic.twitter.com/glymn3qlY1
ભારત અને પાકિસ્તાનના લોકો અંગે તેમણે કહ્યું કે, “આપણાથી અલગ થયેલો દેશ ભારતનો સૌથી મોટો દુશ્મન કેમ બની ગયો છે. આજે જ્યારે દુશ્મનની વાત આવે છે, સરકાર ભલે ગમે તેટલું નિવેદન આપે, પરંતુ જ્યારે પાકિસ્તાનના લોકોનો વીડિયો સામે આવે છે, ત્યારે તેમની ભારત વિરુદ્ધની ભાવનાઓ દેખાઈ આવે છે અને ભારતના લોકોમાં પણ એવું જ છે. જ્યારે ક્રિકેટ મેચ હોય ત્યારે ભારત જીતે ત્યારે પાકિસ્તાનના લોકો નારાજ થઈ જાય છે અને જ્યારે પાકિસ્તાન જીતે ત્યારે ભારતના લોકો નારાજ થઈ જાય છે. અમારાથી છૂટા પડી ગયેલા અમારા ભાઈ, જે સમાધાન કરીને છૂટા પડ્યા તે દુશ્મન કેવી રીતે બની ગયા. કારણ કે મામલો રાજકીય બની ગયો હતો.”