Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતનાં મહિલા પત્રકારને બરખા દત્ત સાથે સરખાવી રહ્યા છે લોકો, કોઈકે ભવિષ્યના...

    ગુજરાતનાં મહિલા પત્રકારને બરખા દત્ત સાથે સરખાવી રહ્યા છે લોકો, કોઈકે ભવિષ્યના ઈસુદાન ગઢવી પણ કહ્યાં: વિગતો

    મોરબી દુર્ઘટના બાદ દેવાંશી જોશીના રિપોર્ટિંગ બાદ બરખા દત્ત સાથે કરવામાં આવી સરખામણી.

    - Advertisement -

    ગુજરાતનાં જાણીતાં મહિલા પત્રકાર અને ન્યૂઝ એન્કર દેવાંશી જોશી ટ્વિટર પર ટ્રોલ થઇ રહ્યાં છે. દેવાંશીને વિવાદિત ‘પત્રકાર’ બરખા દત્ત સાથે સરખાવવામાં આવી રહ્યાં છે. તો કોઈક તેમને આમ આદમી પાર્ટીનાં રિપોર્ટર ગણાવી રહ્યું છે. કોઈકે વળી એમ પણ કહ્યું છે કે તેઓ પણ ભવિષ્યમાં ઈસુદાન ગઢવીની જેમ જ રાહ પકડશે. 

    દેવાંશી જોશી ગુજરાતી મીડિયા ચેનલ GSTVમાં ન્યૂઝ એન્કર છે. આ ઉપરાંત, તેઓ ‘જમાવટ’ નામની એક ન્યૂઝ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં તેઓ ગ્રાઉન્ડ રિપોર્ટ અને ‘વિશ્લેષણ’ કરતાં જોવા મળે છે. 

    તાજેતરમાં જ મોરબીમાં પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ પણ દેવાંશી જોશી અને જમાવટ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને રિપોર્ટિંગ કર્યું હતું. તેમના આ રિપોર્ટિંગ બાદ હવે તેમની સરખામણી બરખા દત્ત સાથે કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે, દેવાંશી જોશી એ ગુજરાતી મીડિયાનાં બરખા દત્ત છે. 

    આ સિવાય પણ ઘણા યુઝરો દેવાંશીની સરખામણી બરખા દત્ત સાથે કરી રહ્યા છે. 

    અમુક યુઝરોએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે તેઓ પણ બરખા દત્તની જેમ ‘પનોતી’ સાબિત થશે. અહીં ઉલ્લેખનીય છે કે કોઈ મોટી હસ્તીને કોઈ બાબતમાં નિષ્ફ્ળતા મળે કે કોઈ ક્રિકેટર કે બૉલીવુડ અભિનેતા ખરાબ પ્રદર્શન કરે ત્યારે સોશિયલ મીડિયા પર તેમના બરખા દત્ત સાથેના ફોટા વાયરલ થઇ જાય છે અને લોકો બરખા દત્તને જોડી દે છે. તાજેતરમાં પણ ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી લીધા બાદ ભારતીય મૂળનાં પોલિસી હેડ વિજયા ગડ્ડેને હાંકી કાઢવામાં આવ્યાં ત્યારે તેમની બરખા દત્ત સાથેની જૂની તસ્વીરો વાયરલ થઇ ગઈ હતી. 

    ઘણા યુઝરોએ તેમની ચેનલ પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે કહ્યું કે, તેમણે ચેનલ શરૂ કરી ત્યારે પણ તેમને લાગતું હતું કે તેઓ એક પાર્ટી માટે પ્રચાર કરે છે, પરંતુ તે કોણ હોય શકે તે ખબર ન હતી પરંતુ હવે ખબર પડવા માંડી છે. અમુક યુઝરોએ એમ પણ કહ્યું છે કે તેમના જમાવટ પોર્ટલનું ફાયનાન્સ સાર્વજનિક કરવું જોઈએ. 

    અમુક યુઝરોએ તેમને AAPનાં રિપોર્ટર પણ ગણાવ્યાં હતાં. 

    અમુક લોકોએ તેમને ભવિષ્યના ઈસુદાન ગઢવી પણ ગણાવ્યાં હતાં. અહીં નોંધનીય છે કે ઈસુદાન ગઢવી હાલ આમ આદમી પાર્ટીના નેતા છે. પરંતુ તે પહેલાં તેઓ એક ગુજરાતી ટીવી ચેનલના એડિટર-ઈન-ચીફ હતા અને રોજ રાત્રે ડિબેટ શૉ પણ હોસ્ટ કરતા હતા. લોકોને આશંકા છે કે દેવાંશી જોશી પણ ઈસુદાન ગઢવીની જેમ જ રાજકારણમાં પ્રવેશી શકે છે. 

    ટ્રોલિંગ થયા બાદ દેવાંશી જોશીએ એક ટ્વિટ પણ કર્યું હતું. તેમણે લખ્યું કે, મારા નામ પર બીજા પત્રકારોનું ટ્રોલિંગ વ્યાજબી નથી. તેમણે આગળ કહ્યું કે, ‘દરેક લોકો દરરોજ પોતાની ક્ષમતા અને મર્યાદા વચ્ચે સવાલ કરે છે એટલે સિસ્ટમ આટલી પણ હલે છે. ટ્રોલિંગનું આ કલ્ચર બંધ થવું જોઈએ.’  જોકે, અન્ય કયા પત્રકારનું ટ્રોલિંગ થઇ રહ્યું છે તે વિશે તેમણે ફોડ પાડ્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં