Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચર્ચમાં ગરીબ હિંદુઓને ‘પ્રાર્થના સભા’ના નામે બોલાવી ચાલતો હતો ધર્માંતરણનો ખેલ, હિંદુ...

    ચર્ચમાં ગરીબ હિંદુઓને ‘પ્રાર્થના સભા’ના નામે બોલાવી ચાલતો હતો ધર્માંતરણનો ખેલ, હિંદુ સંગઠનોના વિરોધ બાદ પાદરી સહિત બેની ધરપકડ

    ઉત્તરપ્રદેશના ફતેહપુરનો મામલો, પોલીસે ગરીબ હિંદુઓને બોલાવી, પૈસાની લાલચ આપી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાની પુષ્ટિ કરી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા આયોજિત કરીને ગરીબ હિંદુઓનું પૈસાની લાલચ આપી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલાની જાણ હિંદુ સંગઠનોને થતાં તેમણે ચર્ચની બહાર પહોંચી વિરોધ કર્યો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે પાદરી અને તેના સાથીની ધરપકડ કરી છે. 

    આ ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુરનો હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. અહીં આવેલ એક ચર્ચમાં ‘પ્રાર્થના સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગરીબ હિંદુઓનું તેમને પૈસાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હતું. 

    આ બાબતની જાણ સ્થાનિક હિંદુ સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને થતાં તેમના કાર્યકર્તાઓએ ચર્ચની બહાર પહોંચીને હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ જાણકારી મળતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી અને પ્રશાસનના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. પોલીસ અને અધિકારીઓએ કાર્યવાહી કરવાનું આશ્વાસન અપાવી વિરોધ પ્રદર્શન શાંત કરાવ્યું હતું. 

    - Advertisement -

    ત્યારબાદ પોલીસે ચર્ચના પાદરી અને તેના અન્ય એક સાથીને પકડી લીધા હતા. આ ઉપરાંત, ચર્ચમાં રાખવામાં આવેલ કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પોલીસને પણ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ લોકો પૈસાની લાલચ આપીને હિંદુ ધર્મના ગરીબ પરિવારોનું ધર્મપરિવર્તન કરાવે છે. 

    આ મામલે એક સ્થાનિક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ચર્ચના સંચાલકો સામે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન, ખોટી ટિપ્પણી કરવાનો અને ધર્માંતરણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે ઇન્ડિયન પીનલ કોડની યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    બ્રેનવૉશ કરીને ધર્મપરિવર્તન કરાવી રહ્યાનો આરોપ: પોલીસ 

    આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન સબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે કેટલાક લોકો પ્રાર્થના સભા આયોજિત કરીને બ્રેન વૉશ કરીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા. પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાદરી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, અમુક લોકો ફરાર થઇ ગયા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. 

    અગાઉ પણ ફતેહપુર ચર્ચામાં આવ્યું હતું 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ફતેહપુર ખ્રિસ્તી ધર્માંતરણને લઈને ચર્ચામાં આવી ચૂક્યું છે. ફતેહપુરની એક ચર્ચમાં ગત એપ્રિલ મહિનામાં ગરીબ હિંદુઓને ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વીએચપી સહિતનાં સંગઠનોના કાર્યકરોએ પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસે પહોંચીને કાર્યવાહી કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં