રાઈટ તું ઇન્ફોર્મેશન (RTI) નો કાયદો આમ આદમી પાર્ટી માટે આંખમાં ફસાયેલ કણી જેવો ભાસી રહ્યો છે. આપ મીડિયા પ્રમોશન દ્વારા પોતાને ગમે તેટલું ચમકાવવાનો પ્રયત્ન કરે પણ બાદમાં સામે આવતી સામાન્ય નાગરિકોની જુદી જુદી RTI તેમનો આ જૂથનો ફુગ્ગો ફોડી દેતી હોય છે. હવે આવી જ એક બાયો ડિકમ્પોઝર વિષેની RTIએ આમ આદમી પાર્ટીની ઊંઘ હરામ કરી છે.
ભાજપનેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ એક RTIના જવાબને શેર કરીને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર અને અરવિંદ કેજરીવાલ પર સવાલ કર્યા હતા.
RTI के माध्यम से @ArvindKejriwal का खुलासा pic.twitter.com/4qqEu69WIP
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) October 23, 2022
પોતાની ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, ‘પહેલા તો દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર એવા દવા કરતી હતી કે તેમની પાસે પંજાબી પરાલી સળગાવવાથી થતા પ્રદુષણને દૂર કરવાનો જોરદાર પ્લાન છે અને જો પંજાબ સરકાર તેમની વાત માને તો તેઓ આમ જરૂર સફળ થશે. તો હવે તો ત્યાં તેમની જ સરકાર છે તો કેમ હજુ સુધી તેઓએ આ સમસ્યા હાલ નથી કરી દીધી.”
બગ્ગાએ આગળ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘કેજરીવાલ પ્રદુષણ હટાવવા નથી માંગતા, તે પોતે જ પ્રદુષણ છે’
RTI દ્વારા ચોંકાવનારો ખુલાસો
એક આરટીઆઈકર્તા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે વર્ષ 2021-2022 દરમિયાન દિલ્હીની આમ આદમી સરકારે ખેડૂતોને બાયો ડિકમ્પોઝર ખરીદવા માટે કેટલી રકમની મદદ કરી હતી. જેના જવાબમાં દિલ્હી સરકારના સંબંધિત વિભાગે જાણકરી આપી કે તે વર્ષ દરમિયાન દિલ્હી સરકારે ખેડૂતોને કુલ 3,04,055/- રૂપિયા આપ્યા હતા બાયો ડિકમ્પોઝર ખરીદવા માટે.
કાર્યકર્તાએ પૂછ્યું હતું કે આ જ વર્ષો દરમિયાન કેટલા ખેડૂતો વચ્ચે આ રકમ વહેંચાઈ હતી. જેના જવાબમાં સરકારે કહ્યું કે કુલ 645 ખેડૂતો વચ્ચે આ રકમ વહેંચાઈ હતી.
RTIના બીજા ભાગમાં પૂછવામાં આવ્યું આ જ વર્ષ દરમિયાન આ યોજનાની જાહેરાતો પાછળ દિલ્હી સરકારે કેટલો ખર્ચ કર્યો છે. આ સવાલનો જવાબ ખુબ જ ચોંકાવનારો હતો. દિલ્હી સરકારના આધિકારિક જવાબ મુજબ આ સમયગાળા દરમિયાન તેમણે 7,47,26,088/- રૂપિયા માત્ર આ જ યોજનાની જાહેરાતો પાછળ ખર્ચ્યા હતા.
જાહેરાતો પાછળ અધધ સરકારી રૂપિયા ખર્ચવા માટે કુખ્યાત છે આપ
આમ પણ આમ આદમી પાર્ટી આ રીતે જાહેરાતો પાછળ ખર્ચ કરવા માટે કુખ્યાત જ છે. ગત મહિને જ જાણકારી સામે આવી હતી કે દિલ્હીના 177 શિક્ષકોને 29 લાખના પુરસ્કાર આપવાની જાહેરાત કરવા પાછળ જ કેજરીવાલે અધધ 144 લાખ ખર્ચી કાઢ્યા હતા.
દિલ્હી સિવાય હવે આમ આદમી પાર્ટી પંજાબની સરકારી તિજોરીની પણ આ કામમાં ઉપયોગ કરી રહી છે. જૂન મહિનામાં જ અહેવાલો સામે આવ્યા હતા કે પોતાની પાર્ટીના વખાણ કરવા માટે સરકારી તિજોરીમાંથી કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો હતો, પંજાબ સરકારે છાપામાં જાહેરાત આપવા એક અઠવાડિયામાં 5 કરોડ અને મહિનામાં 24 કરોડ ખર્ચ્યા હતા.
ગુજરાત ચૂંટણી માટે ખોલાઇ પંજાબની તિજોરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્લીઓ ઉપરાંત પંજાબ રાજ્યની સરકારી તિજોરી પણ ખોલી દીધી છે પોતાનો પ્રચાર કરવા માટે.
ઉપરના ફોટોમાં જોઈ શકાય છે એમ પંજાબની આમ આદમી પાર્ટી દિલ્હી સરકારની વાહવાહી ગુજરાતમાં કરવા માટે પંજાબની તિજોરીના પૈસા વાપરી રહી છે.
Before elections Bhagwant Mann ji promised “Badlav and Inquilab” to voters of Punjab & now private jets are being hired for political ambitions of Arvind Kejriwal. 45 Lakh of Punjab tax payers money wasted on Gujarat election campaign of AAP. Will anyone be held accountable? pic.twitter.com/VpHiHLsX3a
— Partap Singh Bajwa (@Partap_Sbajwa) May 6, 2022
આ પહેલા એક RTIમાં ખુલાસો થયો હતો કે આ વર્ષે જયારે એપ્રિલ મહિનામાં ભગવંત માં કેજરીવાલ સાથે ચૂંટણી પ્રચાર માટે 3 દિવસ માટે ગુજરાત આવ્યા હતા ત્યારે એ સમગ્ર પચારનો ખર્ચ પંજાબની સરકારી તિજોરીમાંથી અપાયો હતો.
પંજાબ સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગને 1 થી 3 એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માનની ગુજરાત મુલાકાત માટે ભાડે લીધેલા વિમાન માટે રૂ. 44.85 લાખથી વધુના બિલ મળ્યા છે, જ્યારે તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ત્યાં ગયા હતા.
આમ આમ આદમી પાર્ટી પોતાના પક્ષના પ્રમોશન માટે દિલ્હી અને પંજાબની સરકારની તિજોરીઓમાંથી સતત અધધ ખર્ચ કરી રહી છે. જેને લઈને તે હમેશા અન્ય પાર્ટીઓના નિશાન પર રહે છે.