Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજામનગરમાં ગેરકાયદેસર બનેલી કાજનશાહ પીરની દરગાહ પર બુલડોઝર ફરી વળ્યું, કડક પોલીસ...

    જામનગરમાં ગેરકાયદેસર બનેલી કાજનશાહ પીરની દરગાહ પર બુલડોઝર ફરી વળ્યું, કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની કાર્યવાહી

    દરગાહ ગેરકાયદેસર બની હતી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને તોડી દેવામાં આવી.

    - Advertisement -

    આજે વહેલી સવારે જામનગરમાં ગેરકાયદેસર બનેલી એક દરગાહ તોડી પાડવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન જામનગરના જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. 

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, તોડી પાડવામાં આવેલ કાજનશાહ પીરની દરગાહ જામનગરથી ખીજડીયા અને સચાણા ગામ વચ્ચે આવેલા પક્ષી અભિયારણ્ય પછી બાંધવામાં આવી હતી. જે ગેરકાયદેસર હોવાથી આજે સવારે સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે 200 જવાનો તહેનાત કરી દરગાહ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. 

    દરગાહ દરિયાકાંઠે બની હોવાનું કહેવાયું છે. વહેલી સવારે સ્થાનિક પોલીસ અને એસઓજીના અધિકારીઓ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ લગભગ 200 જેટલા પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ બુલડોઝર મંગાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, પોલીસની સતકર્તાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. 

    - Advertisement -

    સુરતમાં પણ દબાણ કરતાં દરગાહ-મંદિર તોડી પાડવામાં આવ્યાં

    જામનગરમાં દરગાહ તોડી પાડવામાં આવી તે પહેલાં આજે વહેલી સવારે સુરતમાં પણ ગેરકાયદેસર રીતે રસ્તા પર દબાણ કરતી દરગાહ અને મંદિર તોડી પાડવામાં આવ્યાં હતાં. સુરત મહાનગરપાલિકાની ટીમ અડધી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. આ કાર્યવાહી સુરતના સહારા દરવાજા પાસે રિંગરોડ પર કરવામાં આવી હતી. 

    મુખ્ય રસ્તા પર નડતરરૂપ વર્ષો જૂની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહ તેમજ મા કાળીના મંદિરનું ડિમોલિશન કરી નાંખવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યવાહીનો કેટલાક સ્થાનિકોએ વિરોધ કરતાં 14 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. 

    દરગાહો અને મંદિર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા બાદ રાતોરાત સુરત મહાનગરપાલિકાએ ડામરનો રસ્તો પણ બનાવી દીધો હતો. 

    બેટ દ્વારકામાં સરકારે મઝહબી બાંધકામો તોડી પાડ્યાં હતાં

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત સરકાર બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી ચૂકી છે. થોડા દિવસો પહેલાં બેટ દ્વારકામાં વર્ષોથી અતિક્રમણ કરીને બનાવી દેવામાં આવેલાં મઝહબી બાંધકામો સ્થાનિક તંત્રે એક ઝાટકે તોડી નાંખ્યાં હતાં અને જગ્યા ખાલી કરી દીધી હતી. 

    મેગા ડિમોલિશન દરમિયાન સેંકડો પોલીસકર્મીઓ સાથે કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો તો રેન્જ આઇજી અને એસપી, ડીએસપી કક્ષાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. બે દિવસથી વધુ સમય ચાલેલા આ ઓપરેશનમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલાં અનેક મજહબી અને કમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં