ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ સમગ્ર દેશની મીડિયાએ હાલ ગુજરાતમાં પોતાના ધામ નાખ્યા છે. તેઓ શહેર-શહેર ગામે-ગામ જઈને જનતાનો મૂળ પારખવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. આવા જ એક પ્રયત્નમાં સોશિયલ મીડિયા પર ન્યુઝ24નો એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. દ્વારકાના આ વિડીયોમાં એક સ્થાનિક વડીલ ‘માહૌલ ક્યાં હૈ’ શોના ન્યુઝ એન્કરને કહેતા જોવા મળી રહ્યા છે કે ‘ગુજરાતમાં તો માત્ર ભાજપ જ ચાલે અને વોટ તો માત્ર મોદીને જ આપવાનો થાય છે.’
વાઇરલ થઇ રહેલ વિડીયોમાં જોઈ શકાય છે કે ન્યુઝ24ના એક શો ‘માહૌલ ક્યાં હૈ’ માટે જયારે પત્રકાર રાજીવ રંજન દ્વારકામાં સ્થાનિકોના અભિપ્રાય લઇ રહ્યા હતા ત્યારે એમને એક વડીલ મળે છે. વડીલ પોતાનું નામ હરિદાસ આહીર બતાવે છે અને પત્રકારની સમજ માટે એમને કહે છે કે આહીર એટલે યાદવ, મુલાયમ સિંહ યાદવની જેમ. આગળ જતા આ આહીર ભાઈ ખુલીને પોતાની વાત મૂકે છે.
This is really cool😂
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 11, 2022
"Arvind Aate hai, puchh ke chale jate hai. Hame mat(vote) nahi dena" pic.twitter.com/75TlJmd4zo
હરિદાસ આહીર જણાવે છે તેઓ આખો દિવસ ટીવી પર સમાચાર જ જોતા હોય છે અને જેના કારણે તેમની આંખો પણ લાલ લાલ થઇ ગઈ છે. પછી જયારે શરૂઆતમાં જ એ પત્રકાર તેમને પૂછે છે કે ગુજરાતમાં માહૌલ શું છે તો, સહેજ પણ અચકાયા વગર આહીર જવાબ આપતા કહે છે કે ‘અહીંયા તો
કમળ જ’. કમળ એટલે ભાજપનું આધિકારિક ચિન્હ છે.
એન્કર આગળ તેમને પૂછે છે કે આખો દિવસ ટીવી જોઈને તેમણે શું નિષ્કર્ષ નીકળ્યો છે, આહીર તેમને જ ટાંકીને કહે હે કે, “આપ હમેશા પૂછતાં રહોઈ છોને કે ‘માહૌલ ક્યાં હૈ’, અમારે અહીંયા તો માહૌલ સરળ હોય છે, ‘ભાજપ, નરેન્દ્ર મોદી અને મોદી જ.'”
વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે એન્કર અન્ય પાર્ટીઓ વિશે પૂછે છે ત્યારે તેમણે કહે છે, “તેઓ આવે છે અને જાય છે.. અરવિંદ આવે છે, પૂછે છે અને જાય છે. અમે અરવિંદને મત આપવા નથી માંગતા.”
મુલાયમ સિંહ યાદવની પાર્ટી જો ગુજરાતમાં ચૂંટણી લડશે તો શું તે તેને મત આપશે તે અંગે પૂછવામાં આવતા હરિદાસ કહે છે, “ના, તેમને મત આપવા નથી માંગતા. બીજેપી સિવાય બીજું કોઈ નહીં. બીજેપીને જ વોટ આપીશ બીજાને નહીં.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આવું કેમ છે તો તેમણે કહ્યું કે, “ભાજપ જ ભાજપ, મોદી જ મોદી.”
તે પછી થોડી વાર માટે મૌન થઈ જાય છે જાણે કે તેની પાસે કહેવા માટે કંઈ જ ન હોય. સાથે જ તેની શાનદાર સ્ટાઈલ જોઈને પત્રકારો પણ ખુશ છે. જ્યારે કોંગ્રેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે હરિદાસે ખૂબ જ નિખાલસતાથી કહ્યું કે, “ના, ના, હું તેમને મત પણ નહીં આપું, મારો મૂડ નથી.”
નોંધનીય છે કે આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે અને દરેક રાજકીય પક્ષો પોતાનું એડીચોટીનું બાલ લગાવી રહ્યા છે આ ચૂંટણી જીતવા માટે. છેલ્લા 27 વર્ષથી જેની સત્તા છે એ ભાજપ પક્ષને સ્વાભાવિક રીતે જ આવા ભરોસાપાત્ર મતદારોનો ફાયદો છે જે કમળ અને મોદીના નામ પણ અન્ય કોઈને સાંભળવા કે જોવા પણ નથી માંગતા.