ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમ યુવકો ઘૂસી જવાના મામલા સામે આવ્યા બાદ રાજસ્થાનના જયપુરમાંથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. જયપુરમાં શુક્રવારે (30 સપ્ટેમ્બર 2022) ગરબા કાર્યક્રમમાં કેટલાક મુસ્લિમ યુવકો ઘૂસી ગયા હતા. ત્યારબાદ હિંદુ સંગઠનોના કાર્યકરો ત્યાં પહોંચ્યા તો તેઓ ભાગી છૂટ્યા હતા.
આ ઘટના જયપુરના મુરલીપુરાની હોવાનું કહેવાય છે. અહીં નારાયણ વાટિકા મેરેજ ગાર્ડન નામના સ્થળે ગરબા કાર્યક્રમ આયોજિત કરિયામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારે અચાનક અમુક મુસ્લિમ યુવકો આવી ચડ્યા હતા અને ગાર્ડ સાથે ગેરવર્તન કરીને અંદર ઘૂસી ગયા હતા.
જોકે, આ બાબતની જાણ આયોજકોએ થઇ જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. દરમિયાન ત્યાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના લોકો પહોંચી ગયા હતા અને તમામના આઈડી કાર્ડ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેથી ત્યાં હાજર મુસ્લિમ યુવકો ભાગી છૂટ્યા હતા.
ત્યારબાદ તપાસમાં સામે આવ્યું હતું કે, ગરબાના કુલ પાંચ આયોજકો પૈકી બે મુલ્સિમ હતા. આ બાબતનો વિરોધ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદે કરતાં હિંદુ આયોજકોએ તેમની માંગણી સ્વીકારી લઈને મુસ્લિમ આયોજકોને હટાવી દીધા હતા અને બેનરોમાંથી પણ તેમના નામો હટાવી લેવામાં આવ્યાં હતાં.
#बजरंग दल ने दिखाई अपनी #ताकत और #जयपुर मुरलीपुरा नारायण वाटिका में हो रहे #गरबा कार्यक्रम से गैर #हिंदुओं को बाहर निकाला और बजरंग दल के #कार्यकर्ताओं को लगाकर आईडी चेक करके ही प्रवेश दिया
— Nitesh Saini (@NiteshSainii) September 30, 2022
देश का बल बजरंगदल 🙏🏻🚩#बजरंगदल #जयपुर pic.twitter.com/Zud6zcODqv
આ ઘટનાના કારણે લગભગ એક કલાક સુધી કાર્યક્રમ બંધ રહ્યો હતો. ત્યારબાદ ફરી શરૂ કરવામાં આવ્યો પરંતુ થોડીવાર પછી નક્કી કરેલા સમય પહેલાં કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદ અને ઇન્દોરમાંથી આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ સ્થિત ગરબા મંડપમાં ઓળખ છુપાવીને ઘૂસી ગયેલા મુસ્લિમ યુવકોને હિંદુ સંગઠનોના કાર્યકરોએ બહાર કર્યા હતા તો કેટલાકને માર મારવામાં આવ્યો હતો. હિંદુ સંગઠનોએ કાર્યક્રમોમાં જઈને તમામના આઈડી ચેક કર્યા હતા, જેમાં આ બાબત સામે આવી હતી.
જ્યારે ઇન્દોરમાં પણ આઠ જેટલા મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને ઘૂસી ગયા હતા અને ગરબા રમતી યુવતીઓના ફોટા-વિડીયો ઉતારી રહ્યા હતા. આ બાબતની જાણ બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદને થતાં તેમણે નામો પૂછતાં મુસ્લિમ યુવકોએ ખોટાં નામો જણાવ્યાં હતાં. ત્યારબાદ આઈડી ચેક કરતાં ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ તેમને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.