Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેવું છે ‘સાહેબ કોના’ જ્યાં પહેલીવાર હિંદુઓ બન્યા હતા ખ્રિસ્તી: 1906માં પાદરી...

    કેવું છે ‘સાહેબ કોના’ જ્યાં પહેલીવાર હિંદુઓ બન્યા હતા ખ્રિસ્તી: 1906માં પાદરી ભાગ્યા હતા, 2022માં અમારે ભાગવું પડ્યું- ગ્રાઉન્ડ રિપોર્ટ 

    સરકાર પ્રાપ્ત સમર્થનના જોરે જ તેમણે એવા વિસ્તારો બનાવી લીધા છે, જ્યાં મીડિયા પોતાની મરજીથી પ્રશ્નો પણ પૂછી શકતું નથી. રસ્તાના કિનારે લાગેલાં ક્રોસ એ બાબતની જાણકારી આપે છે કે અહીં માત્ર નામના જ હિંદુઓ વધ્યા છે.

    - Advertisement -

    છત્તીસગઢનું જશપુર ગામ ખ્રિસ્તી ધર્માંતરણ માટેનું મોટું કેન્દ્ર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર 1906માં અહીં અનુસૂચિત જનજાતિ વર્ગના હિંદુઓના ધર્મ પરિવર્તનની પ્રથમ ઘટના સામે આવી હતી. કોરકોટોલીના ખ્રિસ્તીઓ અને ખડકોના ગામના લોકોની યાદમાં એક સ્મારક પણ ખડકોનામાં બનાવવામાં આવ્યું છે. તેની ઉપર કુલ 56 નામો અંકિત છે. એવું કહેવાય છે કે આ લોકોએ 21 નવેમ્બર 1906ના રોજ ધર્માંતરણ કર્યું હતું.

    મનોરા બ્લોકના ખડકોના ગામમાં પ્રવેશતા પહેલાં રસ્તાની બાજુમાં એક બોર્ડ જોવા મળે છે. આ બોર્ડ પર્વતને અડીને આવેલા સ્થળ તરફ જતા ઉબડખાબડ રસ્તા તરફ નિર્દેશ કરે છે, જેને સ્થાનિક ખ્રિસ્તીઓ ‘સાહેબ કોના’ કહે છે. અહીં વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં હિન્દુ ધર્માંતરિત લોકો ભાગ લે છે. ‘સાહેબ કોના’ વિશે સ્થાનિક લોકોનો દાવો છે કે પાદરી આજના ઝારખંડમાંથી જંગલો અને પહાડોમાંથી થઈને પહેલીવાર આ જગ્યાએ આવ્યા હતા અને આ વિસ્તારમાં ધર્માંતરણની શરૂઆત થઈ હતી. ત્યારબાદ છત્તીસગઢનું જશપુર ધર્માંતરણ માટેનું સૌથી મોટું કેન્દ્ર બન્યું હતું.

    ખડકોના ગામમાં પ્રવેશતાની સાથે જ ક્રોસ ચોક

    અસ્તાથી લગભગ 10 કિમીની મુસાફરી કર્યા પછી, મુખ્ય માર્ગથી ખડકોના સુધીનો એક રસ્તાનો ફાંટો પડે છે. ખડકોના સુધીનો 7.3 કિલોમીટર લાંબો રસ્તો ખેતરો અને જંગલોથી ઘેરાયેલો છે. દૂરથી એક પર્વત દેખાય છે. આ માર્ગ પર થોડા કિલોમીટર ચાલ્યા પછી રસ્તાને અડીને એક ચર્ચ છે. ત્યારબાદ રસ્તાની બાજુમાં થોડા અંતરે લાકડાના મોટા ક્રોસ જોવા મળે છે. ખડકોનામાં પ્રવેશતા જ ક્રોસ ચોક છે. આસપાસ કેટલાંક મકાનો છે. પાણીની ટાંકી છે. જાહેર હેન્ડપંપ પણ છે. ડંકીથી ચાલવાનો રસ્તો ટેકરા જેવી જગ્યા તરફ લઈ જાય છે. આ ટેકરા પર એક સ્મારક છે, જેના પર 1906માં ધર્મ પરિવર્તન કરનારા હિંદુઓના નામ નોંધાયેલા છે. આ સ્મારક ધર્મ પરિવર્તનના 100 વર્ષ પૂરા થવા પર બનાવવામાં આવ્યું હતું. ત્યાં એક ચર્ચ પણ છે. ચર્ચ પરના શિલાલેખ મુજબ, તે 1984 માં ફાધર પીટર ટોપ્પો દ્વારા બનાવવામાં આવ્યું હતું.

    - Advertisement -
    1906 માં કોરકોટોલી અને ખડકોના ખાતે પ્રારંભિક ખ્રિસ્તી ધર્માંતરણોની યાદમાં બાંધવામાં આવેલા સ્મારકો

    અમે ખડકોના પહોંચ્યા ત્યારે ક્રોસ ચોકમાં સન્નાટો પ્રસરેલો હતો. પરંતુ જ્યારે અમે ચર્ચમાંથી પાછા ફર્યા ત્યારે કેટલાક લોકો ત્યાં ભેગા થયા હતા. 68 વર્ષીય માર્ટિન ખડકોનાનો રહેવાસી છે. તેઓ ખેતી કરે છે. તેણે ઑપઈન્ડિયાને કહ્યું કે, “ગામમાં 39 ઘરો છે, જેમાંથી 30-32 પરિવારો ખ્રિસ્તી છે. મોટાભાગના લોકો ખેતી કરે છે. 25 વર્ષના રમેશ રામ એક માત્ર હિંદુ હતા જે અમને આ ગામમાં મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ગામમાં હિન્દુઓના માત્ર 5 ઘર બચ્યા છે. તેમને કામકાજમાં પણ સમસ્યા આવી રહી છે. અમારી વાતચીત ચાલી રહી હતી ત્યાં હાજર ગ્રામજનોએ અમારી પૂછપરછ શરૂ કરી. અમે ચર્ચના વિડીયો શૂટ કર્યા હોવાના કારણે તેઓ નારાજ હતા. ધર્માંતરણ અને ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિ વિશે પ્રશ્નો પૂછવા પર પણ કેટલાકે વાંધો ઉઠાવ્યો હતો. કેટલાકે તો અમારો વીડિયો બનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. વાતાવરણ ગરમાતું જોઈને અમે ગામમાંથી પાછા ફર્યા.

    ક્રોસ ચોક અને ‘સાહેબ કોના’ કહેવાતી જગ્યા પર ગ્રામજનો એકઠા થયા (સાભાર ऑपइंडिया)

    પાછા ફરતા અમે પાકા રસ્તા પર આગળ વધ્યા જે ‘સાહેબ કોના’ તરફ જાય છે. ત્યાં અમે કોરકોટોલીના 65 વર્ષના કલાબેલ સાથે અમારી મુલાકાત થઈ. ચોથા ધોરણ સુધી ભણેલી કલાબેલ પણ ખેતી કરે છે. તે ન્હાયા બાદ ખુલ્લામાં કપડા સુકવી રહ્યા હતા. ખડકોનાની જેમ કોરકો ટોલી પણ ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતું ગામ છે. કાલાબેલે ઑપઈન્ડિયાને કહ્યું, “મારા ગામમાં 35 ઘર છે. તેમાંથી હવે માત્ર 7 પરિવારો જ હિંદુ બચ્યા છે. તેઓએ અમને તે સ્થાન પણ બતાવ્યું જ્યાં કથિત રીતે ખ્રિસ્તી મિશનરીઓ પ્રથમ વખત પહોંચી હતી. તેમના પૂર્વજોએ બપ્તિસ્મા લીધું હતું તે ઝરણું પણ બતાવ્યું. અને એ ગુફા બતાવી હતી જેના વિશે દાવો કરવામાં આવે છે કે ધર્મપરિવર્તનની માહિતી મળતાં જશપુર શાહી પરિવારના લોકો આ ગામમાં પહોંચ્યા ત્યારે મિશનરીઓ આ જ ગુફામાંથી ભાગી ગયા હતા. હવે આ સ્થળ ખ્રિસ્તીઓ માટે ‘તીર્થ સ્થળ’ છે. સાથે જ એક મંચ પણ છે.

    કાલાબેલે ઑપઈન્ડિયાને જણાવ્યું, “સાહેબ લોકો ઝારખંડથી આવતા હતા અને અહીં જ ડેરો જમાવતા હતા. અહીં તેઓ ગામના લોકોને બોલાવતા હતા. પહેલા અહીં આખું જંગલ હતું. અહીં દર વર્ષે 29 નવેમ્બરે તીર્થયાત્રા યોજાય છે. દોઢ લાખ લોકો ભેગા થાય છે.” કાલાબેલના કહેવા પ્રમાણે, હવે તેઓને ખ્રિસ્તી મિશનરીનો તરફથી બહુ લાભ મળતા નથી. તે કહે છે, “અમારા પૂર્વજો જેમનો ધર્મ બદલાયો હતો તેમને લાભ આપવામાં આવ્યો હતો. સરકાર જે લાભ આપે છે તે જ લાભ અમને મળે છે.”

    ખડકોણામાં સર્વત્ર ખ્રિસ્તી ધર્મના ચિહ્નો

    જ્યારે અમે ઝરણાં નજીક શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે ગ્રામજનોનું જૂથ જેમણે અમને ક્રોસ ચોકમાં રોક્યા હતા તેઓ ‘સાહેબ કોના’ તરફ આવતા જોવા મળ્યા હતા. આ જોઈને અમારા સ્થાનિક સંપર્કેએ અમને જવાની સલાહ આપી અને કહ્યું કે, “તમે તો ચાલ્યા જશો, પણ અમારે અહીં જ રહેવું પડશે…” પાકા રસ્તા પરથી અમે મુખ્ય માર્ગ પર આવ્યા. રસ્તામાં કેટલાક લોકો ચર્ચ પાસે પણ ભેગા થયા હતા, જ્યાં અમે આવ્યા ત્યારે સન્નાટો હતો અને ચર્ચનો મુખ્ય દરવાજો બંધ જોવા મળ્યો. તેઓએ અમને ચર્ચની નજીક જવા દીધા નહોતા. જ્યારે અમે ફોટો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહી દેવામાં આવ્યું. એ નોંધવું પણ જરુરી છે કે જ્યારે અમે ખડકોનામાં કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફસાયેલા હતા ત્યારે અમને બહારથી મદદ મેળવી પણ ઘણી મુશ્કેલ હતી. એરટેલ અને વોડાફોનના મોબાઈલ નેટવર્ક તે વિસ્તારમાં કામ કરતા ન હતા.

    ખડકોના કે કોરકોટોલી એ માત્ર ગામો નથી. આ તે જણાવે છે કે કેવી રીતે ખ્રિસ્તી મિશનરીઓએ દૂરના જંગલોમાં વસતા વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને વિસ્તાર કર્યો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ જશપુર જિલ્લાની લગભગ 22 ટકા વસ્તી ખ્રિસ્તી છે. સ્થાનિક વકીલ રામ પ્રકાશ પાંડેની વાત માનીએ તો આ સંખ્યા 30-40 ટકા સુધી હોય શકે છે. આ ગામો એક એવી ઇકોસિસ્ટમનું ઉદાહરણ છે જેને સરકાર દ્વારા સંરક્ષણ મળે છે. આ સમર્થનના જોરે જ તેમણે એવા વિસ્તારો બનાવી લીધા છે, જ્યાં મીડિયા પોતાની મરજીથી પ્રશ્નો પણ પૂછી શકતું નથી. રસ્તાના કિનારે લાગેલાં ક્રોસ એ બાબતની જાણકારી આપે છે કે અહીં માત્ર નામના જ હિંદુઓ વધ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં