Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના 'આમ આદમી' અરવિંદ કેજરીવાલના ઠાઠ-માઠ વાળી લાખોની સવારી, દિલ્હીથી અમદાવાદ 15...

    દિલ્હીના ‘આમ આદમી’ અરવિંદ કેજરીવાલના ઠાઠ-માઠ વાળી લાખોની સવારી, દિલ્હીથી અમદાવાદ 15 વખત ચાર્ટર પ્લેન ઉડાડયું: સોશિયલ મીડિયામાં ચર્ચાનું જોર

    અરવિંદ કેજરીવાલની મોંઘીદાટ ચાર્ટર પ્લેનની મુસાફરી પર ગુજરાતના વિજય પટેલ નામના યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે "તો અરવિંદ કેજરીવાલ આ ખાનગી વિમાન(ચાર્ટર પ્લેન) દ્વારા ગુજરાત આવ્યાં હતા, પણ આના માટે રૂપિયા કોણે આપ્યા?"

    - Advertisement -

    આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંગત રીતે રસ લઇ રહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કરેલી ગુજરાત યાત્રાઓને લઈને ચર્ચામાં છે, પોતાને સામાન્ય માણસ કહીને અમદાવાદ પોલીસ સાથે ‘વટ’માં ઉતરેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત યાત્રા દરમિયાન લગભગ 15 વખત મોંઘીદાટ ખાનગી વિમાનની એટલે કે ચાર્ટર પ્લેનની યાત્રા કરી હતી, જેની ખબરો સામે આવતાની સાથેજ સોશિયલ મીડિયામાં લોકો આમ આદમી અરવિંદ કેજરીવાલની મોંઘીદાટ ચાર્ટર પ્લેનની મુસાફરી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    અરવિંદ કેજરીવાલની મોંઘીદાટ ચાર્ટર પ્લેનની મુસાફરી પર ગુજરાતના વિજય પટેલ નામના યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે “તો અરવિંદ કેજરીવાલ આ ખાનગી વિમાન(ચાર્ટર પ્લેન) દ્વારા ગુજરાત આવ્યાં હતા, પણ આના માટે રૂપિયા કોણે આપ્યા?”

    ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના આ ટ્વીટને રીટ્વીટ કરીને પ્રશ્નાર્થ કરતી ઈમોજી મુકીને મૌન સવાલ પૂછ્યો હતો.

    - Advertisement -

    ગુજરાતી પત્રકાર નિર્ણય કપૂરે કેજરીવાલના ચાર્ટર પ્લેન અને તેમની યાત્રાઓની સૂચીના ફોટા મુકીને અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પોલીસને ટાંકીને લખે છે કે ” કેટલાક દિવસ પહેલા જનતાની વચ્ચે જવા માટે અમદાવાદ પોલીસ સાથે વાદવિવાદની ખબરો પછી આપ નેતા અરવિંદ કેજરીવાલ તેમની ચાર્ટર પ્લેન યાત્રાઓના કારણે ચર્ચામાં છે, આ તેમની એપ્રિલ 2022થી આજ સુધીની વૈભવી યાત્રાઓની સૂચી છે, જોકે આજે વડોદરા પણ તેઓ પ્રાઈવેટ વિમાનથી જ આવ્યાં હતા”

    અન્ય એક એમઆરઆર નામના યુઝર અરવિંદ કેજરીવાલના ચાર્ટર પ્લેનની ક્રુ મેમ્બર સાથેનો ફોટો શેર કરતા લખે છે કે,”તો ગુજરાતમાં ઓટોરીક્ષા સ્ટંટ બાદ આ ક્રેઝી માણસ ચાર્ટર પ્લેનમાં ફરી રહ્યા છે, અરવિંદ કેજરીવાલ રાજકીય સ્ટંટના એડિસન છે.”

    શિવમ ત્યાગી પોતાના ટ્વીટર પર આમ આદમી પાર્ટીના સુપ્રિમોના બેવડા ધોરણો પર વ્યંગ ભર્યો કટાક્ષ કરતા લખે છે કે “AAP ની નોટંકી, ઘરસે નીકળ તે હી MG Gloster(મોંઘી ગાડીની બ્રાંડ), કુછ દુર ચલતેહી Charter Plane, ચુનાવ આતેહી AUTO Rixa”

    અન્ય એક Reach Bharat chapter નામના એક હેન્ડલ પરથી અરવિંદ કેજરીવાલની વર્કિંગ થીયરી અને બેવડા વલણ પર વ્યંગ કરતું ટ્વીટ કરવામાં આવ્યું છે કે ” શ્રીમાન રેવડી ઉર્ફે અરવિંદ કેજરીવાલ ઓડ દિવસ VS ઇવન દિવસ, તેવીજ રીતે ચાર્ટર પ્લેન VS રીક્ષા સ્ટંટ , આટલી બધી ચાલાકીઓ કઈ રીતે કરી લો છો સાહેબ?”

    અન્ય એક વિકટમ કાર્ડ નામનું હેન્ડલ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ટાંકીને લખે છે કે ” પંજાબના પૈસા પર ચાર્ટર પ્લેનમાં ફરવાં વાળા આમ આદમી”

    છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી અને તેમના પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટે એડી ચોટીનું ઝોર લગાવી રહ્યા છે. તેવામાં ગુજરાતની ભોળી જનતાને રીઝવવા પાર્ટી અને તેમના નેતાઓ અવનવા કીમીયાઓ અપનાવતા જોવા મળે છે, તે પછી પોતાને આમ આદમી સાબિત કરવા માટે ગુજરાત પોલીસ પાસે પરાણે પ્રોટોકોલ ભંગ કરાવવાની કોશિશ હોય કે પછી તથાકથિત રીક્ષા ચાલકના ઘરે ભોજન સમારંભ હોય, પરંતુ કેજરીવાલ સાહેબ ગુજરાતની ખાસ જનતાને આમ બનીને મળવા માટે લાખો રૂપિયા ખર્ચીને ખાનગી વિમાનમાં દિલ્હીથી ગુજરાત જે “ઉડા-ઉડ” કરી તે તેમના માટે કેટલી કારગર નીવડશે તે જોવું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં