Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપિતાએ ઠપકો આપતાં 17 વર્ષીય યુટ્યુબર ઘરેથી ભાગી ગઈ, પોલીસને 500 કિમી...

    પિતાએ ઠપકો આપતાં 17 વર્ષીય યુટ્યુબર ઘરેથી ભાગી ગઈ, પોલીસને 500 કિમી દૂરથી મળી આવી: 44 લાખ છે સબસ્ક્રાઇબર્સ

    મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં રહેતી યુટ્યુબર કાવ્યા શુક્રવારે (9 સપ્ટેમ્બર, 2022) બપોરે 2 વાગ્યે ઘરની બહાર નીકળી હતી. આ પછી તેના માતા-પિતાએ તેની શોધ શરૂ કરી.

    - Advertisement -

    મહારાષ્ટ્રની એક 17 વર્ષની યુટ્યુબર તેના પિતા દ્વારા ઠપકો આપ્યા બાદ ઘરેથી ભાગી ગઈ હતી, જે હવે રાજ્યના ઈટારસી સ્ટેશન પર મળી આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ છોકરી ઘરે ઠપકો મળવાથી લખનૌમાં પોતાના પૈતૃક ઘરે જઈ રહી હતી. આ છોકરી ચાહકોમાં બિન્દાસ કાવ્યા તરીકે જાણીતી છે. જ્યારે સાચુ નામ કાવ્યા યાદવ છે. યુટ્યુબ પર તેના 44 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં રહેતી YouTuber કાવ્યા શુક્રવારે (9 સપ્ટેમ્બર, 2022) બપોરે 2 વાગ્યે ઘરની બહાર નીકળી હતી. જે બાદ તેના માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ પછી પણ કાવ્યાની કંઈ ભાળ મળી ન હતી.

    દીકરી ન મળવાથી નિરાશ થયેલ કાવ્યાના માતા-પિતાએ તેની યુટ્યુબ ચેનલ પર એક વિડિયો અપલોડ કરીને કાવ્યાના ગાયબ થવાની માહિતી આપી હતી. આ પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. કાવ્યાના માતા-પિતાએ ઔરંગાબાદના છાઉની પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની માહિતી પણ આપી હતી. આ પછી ઔરંગાબાદ પોલીસ અને જીઆરપીએ તેને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને અનેક પોલીસ સ્ટેશનોને જાણ કરી હતી.

    - Advertisement -

    આ માહિતી અને વાયરલ વીડિયોના આધારે જીઆરપીને માહિતી મળી કે બિન્દાસ કાવ્યા મહારાષ્ટ્રના ભુસાવલથી આવતી કુશીનગર એક્સપ્રેસના સ્લીપર કોચમાં છે. આ પછી, ઇટારસી જીઆરપીએ સક્રિયપણે તેને શોધી કાઢી અને પછી તેના માતાપિતાને જાણ કરી હતી.

    આ સમગ્ર મામલે ભોપાલ રેલ એસપી હિતેશ ચૌધરીએ કહ્યું કે, “ઔરંગાબાદ પોલીસે માહિતી આપી હતી કે 17 વર્ષની કિશોરી યુટ્યુબ સ્ટાર છે અને ત્યાંથી ગુમ થઈ ગયેલ છે. સંભવતઃ તે એલટીટી-ગોરખપુર કુશીનગર એક્સપ્રેસમાં ચડી છે. ઇટારસીમાં કુશીનગર એક્સપ્રેસમાં શોધખોળ કરવામાં આવી તો યુવતી સ્લીપર કોચમાં બેઠેલી જોવા મળી હતી. ચાઇલ્ડ લાઇનની મદદથી તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. કિશોરીના પરિવારજનો 12 વાગે ઇટારસી પહોંચ્યા હતા. તે મળી આવ્યા પછી, માતાપિતાએ યુટ્યુબને જાણ કરી હતી કે તેઓ તેને લેવા જઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં