
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવી કચ્છ સરહદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભુજમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું હતું અને કંટ્રોલરૂમનું નિરીક્ષણ કરી BSF જવાનો સાથે ભોજન લીધું હતું. દેશની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે દરિયાઈ સરહદના પડકારજનક એવા ‘હરામી નાળા’ વિસ્તારની બોટમાં બેસીને રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.
BSF જવાનોની બહાદુરીને બિરદાવતા અમિત શાહે જણાવ્યું કે, “આ જવાનો માઇનસ 45 ડિગ્રીની થીજવતી ઠંડીથી લઈને પ્લસ 50 ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે પણ દેશની સીમાઓનું રક્ષણ કરે છે. કચ્છના દુર્ગમ રણ, સર ક્રિક, રાજસ્થાનની રેતીથી લઈને કાશ્મીરની બરફીલી પહાડીઓ સુધી BSF હંમેશા ‘ફર્સ્ટ લાઇન ઑફ ડિફેન્સ’ તરીકે અડગ રહી છે. દેશની રક્ષા કાજે અત્યાર સુધીમાં BSFના આશરે 2,000 જેટલા જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જેના કારણે જ દેશના 140 કરોડ નાગરિકો ચેનની ઊંઘ સૂઈ શકે છે.”
#WATCH गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह ने भुज में सीमा चौकी G-7 का उद्घाटन किया और BSF जवानों से बातचीत की। https://t.co/r84UsvjDap pic.twitter.com/4k30BOX9qx
— ANI_HindiNews (@AHindinews) May 29, 2026
સરહદોને વધુ સુરક્ષિત કરવા માટે ગૃહમંત્રીએ બોર્ડર સિક્યોરિટીના જૂના કન્સેપ્ટને બદલીને ‘ટેરિટોરિયલ સુરક્ષા’નો નવો કન્સેપ્ટ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એક ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ બનાવવામાં આવશે, જેમાં BSFની સાથે સ્થાનિક જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ અને મિલિટ્રીની સંયુક્ત ભાગીદારી રહેશે. આ ઉપરાંત, ‘સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ’ હેઠળ હજારો કરોડના ખર્ચે ડ્રોન, અત્યાધુનિક રડાર અને હાઈ-ટેક ટેકનોલોજીની મદદથી સરહદોને સંપૂર્ણપણે અભેદ્ય બનાવવામાં આવી રહી છે.
#WATCH भुज, कच्छ (गुजरात): केंद्रीय गृह मंत्री अमित शाह ने भारत–पाकिस्तान सीमा पर स्थित बॉर्डर आउट पोस्ट जी-7 पर BSF कर्मियों के साथ संवाद किया और कहा, "… कभी दुर्गम रेगिस्तान में और कभी राजस्थान में 50 डिग्री तापमान में भी आपको काम करना पड़ता है… न केवल भारत सरकार बल्कि 140… pic.twitter.com/GBRmttAXKA
— ANI_HindiNews (@AHindinews) May 29, 2026
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે દેશની સુરક્ષા ગ્રીડમાં સૌથી મોટી ખામી પશ્ચિમ બંગાળ સરહદ પર અધૂરી રહેલી ફેન્સિંગ હતી. જોકે, પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યાના એક જ અઠવાડિયામાં મુખ્યમંત્રીએ ફેન્સિંગ માટે જમીન આપવાનો નિર્ણય કરી દીધો છે અને કામ પણ શરૂ થઈ ગયું છે. આ ફેન્સિંગ પૂર્ણ થતાં જ બાંગ્લાદેશ બોર્ડર પરથી થતી ઘૂસણખોરીને સંપૂર્ણપણે રોકી શકાશે. તેમજ નદી-નાળાઓના રસ્તે થતી ઘૂસણખોરી ડામવા માટે ત્યાં ટેકનિકલ ફેન્સિંગનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
#WATCH गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह ने कच्छ में भारत-पाकिस्तान सीमा के निकट स्थित 'हरामी नाला' क्षेत्र का दौरा किया। pic.twitter.com/al1hS2AKk2
— ANI_HindiNews (@AHindinews) May 29, 2026
નોંધનીય છે કે સામાન્ય જનતા BSFની કઠિન લાઈફસ્ટાઈલને ઓળખે તે માટે બનાસકાંઠાના નડાબેટ ખાતે ₹200 કરોડના ખર્ચે ‘સીમા દર્શન સેન્ટર’ બનાવવામાં આવ્યું છે, જ્યાં દર મહિને અઢી લાખથી વધુ લોકો મુલાકાત લે છે. આ ભુજ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ, IBના ડાયરેક્ટર અને BSFના ડાયરેક્ટર જનરલ (DG) સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

