હોમપેજરાજકારણપહલગામ હુમલામાં હિંદુઓની મજાક ઉડાવનાર મોહમ્મદ દીપકનો દુબઈ સાથે શું સંબંધ? ઑપઇન્ડિયાએ...

પહલગામ હુમલામાં હિંદુઓની મજાક ઉડાવનાર મોહમ્મદ દીપકનો દુબઈ સાથે શું સંબંધ? ઑપઇન્ડિયાએ પોલ ખોલી તો ફેસબુક પોસ્ટ્સ થઈ રહી છે ડિલીટ

મોહમ્મદ દીપક બીજું કશું નહીં પણ બસ જેહાદીઓની આ શતરંજનો એક નાનકડો પ્યાદો છે, જેને છેલ્લા ખાના સુધી ચડાવીને ઘોડો બનાવી દેવામાં આવ્યો છે. મોહમ્મદ દીપકને ભારતનો હીરો બતાવનારાઓ તેની મજા લઈ રહ્યા છે અને દીપક તેને પોતાનું પ્રમોશન સમજી રહ્યો છે.

- Advertisement -

ઉત્તરાખંડના કોટદ્વારમાં એક દુકાનના નામને લઈને વિવાદ ઊભો થયો છે. અહીં શોએબ અહમદ નામનો એક મુસ્લિમ યુવક ‘બાબા સ્કૂલ ડ્રેસ એન્ડ મેચિંગ સેન્ટર’ નામની દુકાન ચલાવતો હતો. દુકાનના નામમાં વપરાયેલા ‘બાબા’ શબ્દને લઈને સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો છે.

કોટદ્વાર વિશે જાણતા લોકો જાણે છે કે અહીં ‘બાબા’ શબ્દનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે, જેનો અર્થ છે ‘સિદ્ધબલી બાબા’. કોટદ્વારમાં આવેલું ભગવાન હનુમાનને સમર્પિત સિદ્ધબલી બાબા મંદિર માત્ર એક પ્રાચીન અને પ્રસિદ્ધ ધર્મસ્થળ જ નહીં પરંતુ શહેરની ઓળખ અને આસ્થાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સ્થાનિક સનાતન સમાજની લાગણીઓ સિદ્ધબલી બાબા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આ મંદિરની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે અહીં ભંડારા આયોજિત કરવા માટે લોકોને વર્ષો સુધી રાહ જોવી પડે છે.

કહેવામાં આવી રહ્યું છે કે શોએબ અહમદ ઘણાં વર્ષોથી ‘બાબા’ નામનો ઉપયોગ કરીને દુકાન ચલાવી રહ્યો હતો. આ બાબતે બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે દુકાનદાર સિદ્ધબલી બાબામાં આસ્થા નથી રાખતો તો ખાનગી લાભ માટે ‘બાબા’ નામનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આ જ આધારે તેમણે દુકાનના નામમાંથી ‘બાબા’ શબ્દ હટાવવાની માંગ કરી.

- Advertisement -

આ દરમિયાન મામલો વધુ ઉગ્ર ત્યારે થયો જ્યારે યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ વિજય રાવત અને નજીકમાં જ જિમ ચલાવતા દીપક કુમાર કેટલાક યુવાનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે દુકાનના નામમાંથી ‘બાબા’ શબ્દ હટાવવાની માંગને લઈને તેઓ નારાજ થયા અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા. ઘટના દરમિયાન જ્યારે દીપક કુમારનું નામ પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું નામ ‘મોહમ્મદ દીપક’ જણાવ્યું. ત્યારબાદ વિવાદ વધુ વકર્યો અને વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું.

કોટદ્વારમાં દુકાનના નામને લઈને શરૂ થયેલો વિવાદ ધીમે-ધીમે હિંસામાં ફેરવાઈ ગયો. યુથ કોંગ્રેસના પદાધિકારી વિજય રાવત અને મોહમ્મદ દીપક બજરંગ દળના કાર્યકર્તાઓ પર ભડકી ગયા અને બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. ઘટનાના વિડીયોમાં દેખાય છે કે મારામારીની શરૂઆત વિજય રાવત અને મોહમ્મદ દીપક તરફથી થઈ હતી. વિડીયોમાં એ પણ જોવા મળે છે કે મોહમ્મદ દીપક બજરંગ દળના એક વૃદ્ધ કાર્યકર્તા સાથે ખરાબ વર્તન અને ધક્કા-મુક્કી કરતો દેખાય છે.

આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા. ત્યારબાદ મામલો માત્ર સ્થાનિક વિવાદ ન રહીને રાજકીય અને વૈચારિક ચર્ચામાં ફેરવાઈ ગયો. સોશિયલ મીડિયા પર મોહમ્મદ દીપક અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી. કેટલાક વર્ગોએ તેને ‘ગંગા-જમુની તહજીબ’નો પ્રતીક બતાવવાનું શરૂ કરી દીધું. રાતોરાત મોહમ્મદ દીપક વામી-ઇસ્લામી, LibTard અને કોંગ્રેસી ઇકોસિસ્ટમની આંખનો તારો બની ગયો. સાથે જ ઉત્તરાખંડમાં ઇસ્લામી જેહાદ સામે લડનારાઓને ખૂબ જ બદનામ કરવામાં આવવા લાગ્યા.

આ મુદ્દે રાજકીય નિવેદનો પણ તેજ થઈ ગયાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રતિક્રિયા આપતા મોહમ્મદ દીપકને ‘મુહબ્બત કા દીપક’ કહ્યું અને RSS પર સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો. 

વધુમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવત પણ આ વિવાદમાં કૂદી પડ્યા. તેમણે મોહમ્મદ દીપકને ‘ઉત્તરાખંડનો દીપક’ અને ‘ન્યાયની રોશની’ આપનાર તરીકે દર્શાવ્યો. હરીશ રાવત અગાઉ પણ મુસ્લિમ યુનિવર્સિટીના મુદ્દે ચર્ચામાં રહી ચૂક્યા છે, જેને કેટલાક રાજકીય વિશ્લેષકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર સાથે જોડીને જુએ છે. 

મામલાને આગળ સમજતાં પહેલાં એક નામ પર ધ્યાન આપવું જરૂરી બને છે – મોહમ્મદ દીપક. કોટદ્વારમાં ‘હલ્ક જિમ’ નામથી જિમ ચલાવતા મોહમ્મદ દીપકનું સ્થાનિક સ્તરે સારું એવું વર્ચસ્વ છે. મોહમ્મદ દીપકના સંબંધ યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ વિજય રાવત સાથે ખૂબ જ નજીકના ગણવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ તસવીરોમાંથી એ પણ સામે આવે છે કે તે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ સાથે નજીકના સંબંધ ધરાવે છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર સિંઘ નેગી સાથે દીપક

મોહમ્મદ દીપકના ફેસબુક એકાઉન્ટમાંથી એ સંકેત મળે છે કે તેના મુસ્લિમ સમુદાયના લોકો સાથે પણ નજીકના સંબંધો છે. જેમાં દુબઈમાં વેપાર કરતા ચાંદ મૌલા બખ્શનું નામ ખાસ કરીને સામે આવે છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ પોસ્ટ અનુસાર ચાંદ મૌલા બખ્શ મોહમ્મદ દીપક માટે બોડી બિલ્ડિંગ શોનું આયોજન કરાવે છે. જોકે, હવે તે ધીમે-ધીમે આ પોસ્ટ્સને ચૂપચાપ ડિલીટ કરવા લાગ્યો છે. 

મોહમ્મદ દીપકની પોસ્ટ

મોહમ્મદ દીપક દ્વારા શેર કરાયેલા એક વિડીયોમાં એક યુવાનને નાચતો દેખાડવામાં આવ્યો છે, જેની સાથે તેણે લખ્યું છે કે ‘ચાંદ ભાઈએ કોટદ્વારને દુબઈ બનાવી દીધું’. 

મોહમ્મદ દીપકની ફેસબુક પોસ્ટ

મોહમ્મદ દીપકે એક જાહેરાત પણ પોસ્ટ કરી છે જેમાં તે દુબઈમાં 4 અને 5 સ્ટાર હોટલોમાં નોકરી માટે યુવાનોને ઇન્ટરવ્યુ માટે બોલાવી રહ્યો છે. અહીં ચાંદ મૌલા બખ્શ વિશે એક વધુ તથ્ય જણાવવો જરૂરી છે કે તે પણ દુબઈમાં જ હોટલ વ્યવસાયમાં જોડાયેલા છે. 

દુબઈમાં ઇન્ટરવ્યુ માટે દીપકની પોસ્ટ

દુબઈમાં ઉત્તરાખંડની લોકસંસ્કૃતિ અને પરંપરાઓના નામે ‘કૌથિગ’ નામનો એક ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવે છે. ઉત્તરાખંડના પહાડોમાંથી મોટી સંખ્યામાં લોકો દુબઈમાં રહે છે પરંતુ તેમના કૌથિગના મુખ્ય આયોજક ચાંદ મૌલા બખ્શ હોય છે. દુર્ભાગ્યની વાત એ છે કે ગઢ રત્ન નરેન્દ્ર સિંઘ નેગી પણ ચાંદ મિયાંનાં આ કૌથિગમાં ભાગ લે છે અને ચાંદ ભાઈને ખાંટી ઉત્તરાખંડી કહે છે.

મોહમ્મદ દીપકનો એક વધુ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જણાવી રહ્યો છે કે મોહમ્મદ નામમાં ખૂબ મોટી તાકાત છે. 

આ ઉપરાંત તેના ઘણા એવા ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેની મુસ્લિમો સાથે સારી મિત્રતા છે, જેમાંથી મોટાભાગના જિમ સંચાલક અથવા સેલૂન ચલાવનારા છે. મોહમ્મદ દીપકની એક વધુ પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને મુસ્લિમ કહેનારાઓને ચૂ@$ કહી રહ્યો છે. 

પહલગામ હુમલા પર દીપકની પોસ્ટ

આ જ પોસ્ટની એક કોમેન્ટમાં તે કહે છે કે જો આતંકવાદીઓએ હિંદુ પુરુષોની હત્યા પહેલાં તેમની પેન્ટ ઉતારી હતી તો પછી મહિલાઓ સાથે શું કર્યું હતું?

મહિલાઓ પરની મોહમ્મદની કોમેન્ટ

દીપક કુમારથી મોહમ્મદ દીપક બનવાની પ્રક્રિયા અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉપલબ્ધ તથ્યોમાંથી એ સંકેત મળે છે કે તેમના નામ પરિવર્તન પાછળ કેટલાંક સામાજિક અને વૈચારિક કારણો હોય શકે છે, જેની ચર્ચા ચાલી રહી છે.

દીપક કુમારના સોશિયલ મીડિયા અકાઉન્ટનું વિશ્લેષણ કરતાં એ વાત સામે આવે છે કે તેની ફેસબુક વોલ પર હિંદુ તહેવારો સાથે જોડાયેલી શુભેચ્છા પોસ્ટ્સ લગભગ દેખાતી નથી, જ્યારે ઈદ જેવા મુસ્લિમ તહેવારો પર શુભેચ્છાઓ સાથે જોડાયેલી અનેક પોસ્ટ્સ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે પોતાના નામમાં ગર્વથી ‘મોહમ્મદ’ જોડનારા અને મોહમ્મદને પોતાની તાકાતનો સ્ત્રોત ગણાવનારા દીપકના બ્રેઈનવોશ પાછળ કોઈ ઇસ્લામી તંત્ર કામ કરી રહ્યું હતું કે નહીં?

મોહમ્મદ દીપકને સેક્યુલર તો જરૂર કહેવામાં આવી રહ્યો છે પરંતુ તેની હરકતોમાંથી સ્પષ્ટ દેખાય છે કે તે ઇસ્લામથી ખૂબ પ્રભાવિત છે. આવી સ્થિતિમાં શું એવી સંભાવના નથી બનતી કે તેને હથિયાર બનાવીને ‘જિમ જેહાદ’નું ષડ્યંત્ર ચાલી રહ્યું હોય? મોહમ્મદ દીપકના બહાને હવે દેવભૂમિ પર લાંછન લગાવવાની રમત પણ શરૂ થઈ ગઈ છે. આ પહેલાં દેહરાદૂનના વિકાસનગરમાં કાશ્મીરી મુસ્લિમો અને મસૂરીના બુલ્લેશાહ મઝારના કેસમાં પણ એ જ નેરેટિવ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા કે દેવભૂમિ ઉત્તરાખંડ હવે નફરતોનો પ્રદેશ બની ગયું છે. પરંતુ આ નેરેટિવ વિરુદ્ધ લોકોના વલણથી કટ્ટરપંથીઓ ગભરાઈ ગયા છે.

મુસ્લિમોના ષડ્યંત્રોની વિરુદ્ધ પહાડી સમાજ હવે આગળ આવીને સામે આવી રહ્યો છે, તેને જોઈને જેહાદીઓ અને ઉન્માદીઓની દેવભૂમિને પચાવી પાડવાની યોજનાઓ ખાડે પડતી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે એક નવી ફોર્મ્યુલા કાઢવામાં આવી છે કે જેહાદીઓની વિરુદ્ધ લડનારાઓને જ બદનામ કરવામાં આવે. એવું વાતાવરણ બનાવવામાં આવે કે એવો સંદેશ જાય કે દેવભૂમિના હિંદુઓ જ સનાતનની લડાઈ લડનારાઓની વિરુદ્ધ છે.

મોહમ્મદ દીપક બીજું કશું નહીં પણ જેહાદીઓની આ શતરંજનો એક નાનકડો પ્યાદો છે, જેને છેલ્લા ખાના સુધી લઈ જઈને ઘોડો બનાવી દેવામાં આવ્યો છે. મોહમ્મદ દીપકને ભારતનો હીરો બતાવનારાઓ તેની મજા લઈ રહ્યા છે અને દીપક તેને પોતાનું પ્રમોશન સમજી રહ્યો છે પરંતુ તેને ખબર નથી કે આગામી કેટલીક ચાલોમાં રાજાને ફસાવવા માટે તેને કુર્બાન કરી દેવામાં આવશે.

આ શતરંજ ઇસ્લામી જેહાદીઓએ પાથરી છે અને તેને રમવા માટે રાહુલ ગાંધી જેવા નેતાઓ મેદાનમાં છે, જે મુસ્લિમ મતદારોની ખેતી કરીને સત્તા સુધી પહોંચવા માંગે છે અને આ બધાની નજર દેવભૂમિમાં દારુલ ઇસ્લામની સ્થાપના છે. જો એવું ન હોત તો મોહમ્મદ દીપકને મોહમ્મદ નામમાં તાકાત દેખાતી ન હોત અને રાહુલ ગાંધી તેને ઉશ્કેરતા ન હોત.

જોકે આ નામે શું રમતો રમી છે તેના પુરાવા ઇતિહાસની સાથે-સાથે ભૂગોળમાં પણ નોંધાયેલા છે અને આ બધાનો એક જ ધ્યેય છે અને તે છે સીરિયાથી લઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશવાળું મોડલ ઉત્તરાખંડમાં લાગુ કરવું. દેવભૂમિના લોકો આ વાતને જેટલી જલ્દી સમજી લેશે તેટલું સારું, નહીં તો આ સેક્યુલર કોકટેલની અડફેટે જ્યારે આવશે ત્યારે તેઓ એ નહીં પૂછે કે તમે કોંગ્રેસી છો કે ભાજપાઈ, તમે તેમના માટે માત્ર અને માત્ર કાફિર જ હશો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં