Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક જ મોડસ ઓપરેન્ડીથી કચ્છમાં વધુ એક હિંદુ યુવાન પર હુમલો: પૈસા...

    એક જ મોડસ ઓપરેન્ડીથી કચ્છમાં વધુ એક હિંદુ યુવાન પર હુમલો: પૈસા આપવાના બહાને બોલાવી સલીમે છરી મારી દીધી, યુવક હોસ્પિટલમાં દાખલ

    પીડિત યુવકે ભુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

    - Advertisement -

    કચ્છમાં 20 વર્ષીય યુવાન પરેશ રબારીની હત્યા બાદ હિંદુ સમાજમાં ત્યાં હવે વધુ એક હિંદુ યુવાન પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં માધાપર ગામમાં સલીમ નામના એક ઈસમે હિંદુ યુવાનને પૈસા આપવાનું કહીને બોલાવીને છરી વડે હુમલો કરી દીધો હતો. જે બાદ યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

    ભુજમાં રહેતા શ્રવણસિંહ વાઘેલાની ઓળખાણ બે-અઢી મહિના પહેલાં સલીમ ઉર્ફે ચલ્લો જુસબ મેમણ નામના શખ્સ સાથે થઇ હતી અને બંને અવારનવાર ભીડગેટ પાસે ચા પીવા માટે ભેગા થતા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે શ્રવણસિંહે બે મહિના પહેલાં સલીમને હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. 

    જે બાદ સલીમને આપેલા પૈસા પરત લેવા માટે ફોન કરતાં અવારનવાર તેણે મા-બેનની ગાળો આપી હોવાથી શ્રવણસિંહે તેનો નંબર બ્લૉક લિસ્ટમાં નાંખી દીધો હતો. જે બાદ રવિવારે (28 ઓગસ્ટ 2022) શ્રવણસિંહ ઘરેથી નીકળી માધાપર સર્કલ પાસે જઈને મિત્રો સાથે બેઠા હતા, તે દરમિયાન એક નંબર પરથી ફોન કરીને સલીમે હવે તે ગાળાગાળી કરશે નહીં અને બંનેએ ફરી મિત્રો બની જેવું જોઈએ તેમ કહ્યું હતું અને શ્રવણસિંહને આત્મારામ સર્કલ પાસે બોલાવી પૈસા પરત કરી દેવા માટે પણ જણાવ્યું હતું. 

    - Advertisement -

    ફરિયાદ અનુસાર, શ્રવણસિંહ તેમના મિત્રો સાથે કારમાં આત્મારામ સર્કલ પહોંચતા ત્યાં સલીમ અને તેના મિત્રો પહેલેથી જ હાજર હતા અને તેઓ ત્યાં પહોંચતા જ સલીમે ‘આપણે મિત્રો છીએ’ તેમ કહીને હાથ મિલાવી છરી કાઢીને શ્રવણસિંહના જમણા અને ડાબા પગે ઘૂંટણના ભાગે સાથળ પાસે ઘા કરી દીધા હતા અને ત્રીજો ઘા કમરની પાછળ કર્યો હતો. 

    હુમલા બાદ શ્રવણસિંહના મિત્રો તેમને છોડાવીને સ્કોર્પિયોમાં બેસાડીને નીકળતા હતા ત્યારે સલીમ ગાડીના બોનેટ પર ચડી ગાયયો હતો અને કાચ પર લાત મારીને તોડી નાંખ્યો હતો. જે બાદ તેઓ ભુજની હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં યુવકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. 

    ભુજ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 324 (હથિયાર વડે હુમલો) અને 427 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત 26 ઓગસ્ટના રોજ પણ કચ્છમાં એક હિંદુ યુવાનની હત્યા કરી નાંખવામાં આવી હતી. પરેશ રબારી નામના યુવકની સુલેમાન સમા નામના ઈસમ સાથે લડાઈ થઇ હતી, જે બાદ બપોરે સુલેમાને પરેશને સમાધાન માટે એક જગ્યાએ બોલાવ્યો હતો, જ્યાં તેની ઉપર હુમલો કરીને ભાગી છૂટ્યો હતો. જે બાદ યુવાન હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ બચી શક્યો ન હતો. ઘટના બાદ હિંદુ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો તો પોલીસે પણ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં