
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ઘણા સમયથી સ્વદેશી પર ભાર આપી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 ઑક્ટોબરના રોજ પોતાના સત્તાવાર ઇ-મેઇલ એડ્રેસમાં ફેરફારની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક સત્તાવાર પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે જીમેઇલને (Gmail) બદલે સ્વદેશી ઝોહો મેઇલનો (Zoho Mail) ઉપયોગ કરી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે X પોસ્ટમાં લખ્યું, “મેં ઝોહો પર સ્વિચ કરી લીધું છે. મારા બદલાયેલા ઇ-મેઇલ એડ્રેસ નોંધી લો. મારું નવું ઇમેઇલ એડ્રેસ છે ‘amitshah.bjp@http://zohomail.in’. ભવિષ્યમાં મેઇલ દ્વારા પત્રવ્યવહાર માટે કૃપા કરીને આ એડ્રેસનો ઉપયોગ કરવો.”
Hello everyone,
— Amit Shah (@AmitShah) October 8, 2025
I have switched to Zoho Mail. Kindly note the change in my email address.
My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.
Thank you for your kind attention to this matter.
ઝોહોએ આ અંગે પ્રતિક્રિયા આપીને દેશને ઝોહો અપનાવવાની પ્રેરણા આપવા બદલ અમિત શાહનો આભાર માન્યો હતો.
ધામીએ પણ બદલ્યું ઇ-મેઇલ એડ્રેસ
આ સિવાય ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામીએ પણ પોતાનું ઇ-મેઇલ એડ્રેસ બદલ્યું છે. તેમણે પણ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, “હું તમને બધાને જણાવવા માગું છું કે મેં તાજેતરમાં મારા ઇમેઇલ સંદેશાવ્યવહાર માટે ઝોહો મેઇલનો ઉપયોગ શરૂ કર્યો છે.”
I would like to inform you all that I have recently switched to Zoho Mail for my email communications. Kindly update your records and use my new email address, [email protected] for all future correspondence.
— Pushkar Singh Dhami (@pushkardhami) October 8, 2025
Thank you very much for your cooperation and attention to…
તેમણે પણ તેમનું નવું ઝોહો ઇ-મેઇલ એડ્રેસ શેર કરીને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. [email protected] તેમનું નવું ઇ-મેઇલ એડ્રેસ છે.
શું છે ઝોહો મેઇલ?
ઝોહો મેઇલ ઝોહો કોર્પોરેશન દ્વારા બનાવેલી એક ઓનલાઈન ઇ-મેઇલ સેવા છે. કોઈપણ વ્યક્તિ પોતાના ડોમેન સાથે તેમની કંપની અથવા સંસ્થા માટે ઇ-મેઇલ એકાઉન્ટ બનાવી શકે છે. ઝોહો મેઇલ ઇ-મેઇલને સુરક્ષિત રાખવા માટે એન્ક્રિપ્શન, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને સ્પામ ફિલ્ટર્સ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. ઝોહો મેઇલ ફોલ્ડર્સ, લેબલ્સ, સ્ટ્રીમ્સ, કેલેન્ડર્સ અને ટુ-ડુ લિસ્ટ જેવી ડિજિટલ સુવિધાઓ પણ પ્રદાન કરે છે.

