Thursday, December 5, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં હવે એક પણ બાળક ભૂખ્યા પેટે વર્ગખંડમાં નહીં પ્રવેશે, થઈ 'મુખ્યમંત્રી...

    ગુજરાતમાં હવે એક પણ બાળક ભૂખ્યા પેટે વર્ગખંડમાં નહીં પ્રવેશે, થઈ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની જાહેરાત: 41 લાખ બાળકોને સરકાર પૂરો પાડશે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તો

    આ મામલે રાજ્ય સરકારે એક જાહેરાત બહાર પડી છે. સરકારની સત્તાવાર જાહેરાત અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદીના 'પઢાઈ ભી, પોષણ ભી'ના લક્ષ્યને સાકાર કરવા માટે 'સુપોષિત ગુજરાત મિશન' અંતર્ગત 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'ની જાહેરાત કરી છે.

    - Advertisement -

    ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા સંચાલિત અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના અંદાજે 41 લાખ બાળકોને મધ્યાહન ભોજન (Midday meal) ઉપરાંત હવે પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવશે. આ કાર્ય ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત બાલમંદિરથી લઈને ધોરણ 8 સુધીના બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અલ્પાહાર પીરસવામાં આવશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે રાજ્ય સરકારે એક જાહેરાત બહાર પડી છે. સરકારની સત્તાવાર જાહેરાત અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના (Padhai Bhi, Poshan Bhi) લક્ષ્યને સાકાર કરવા માટે ‘સુપોષિત ગુજરાત મિશન’ અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ગુજરાતની 32,277 શાળામાં ભણતા અંદાજે 41 લાખ બાળકોને દિવસનું શિક્ષણ શરૂ કરતા પહેલા જ પેટ ભરીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવશે.

    સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “આ નવી યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી પ્રાથમિક શાળાઓના અંદાજે 41 લાખ બાળકોને શાળા શરૂ થતા પહેલા દરરોજ પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવશે.” નોંધવું જોઈએ કે બાળકોને પહેલા જ સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું હતું જેમાં બાળકો બપોરના સમયે પોષણયુક્ત ભોજન કરતા હતા. ત્યારે આ નવી યોજના થકી બાળકોને હવે ભોજન સાથે-સાથે અલ્પાહાર પણ કરાવવામાં આવશે.

    - Advertisement -

    બાળકી માટે ચાલે છે ‘દૂધ સંજીવની યોજના’ હવે થશે પોષણમાં વધારો

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રોના 52 તાલુકાઓ અને બિન-આદિવાસી ક્ષેત્રોના 29 તાલુકાઓમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બપોરના ભોજન ઉપરાંત ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત પહેલા જ 200ml ફ્લેવર્ડ દૂધ પીવડાવવામાં આવે છે. ત્યારે હવે કૂલ 81 તાલુકાઓને પણ કવર કરીને વધારાની 12,522 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને જોડીને 15.05 લાખ વિદ્યાર્થીઓને સવારમાં પૌષ્ટિક દૂધ અને નાસ્તો પણ આપવામાં આવશે.

    આ મામલે વધુ માહિતી આપતા ‘મધ્યાહ્ન ભોજન યોજના’ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ ઇન્ડીયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે, “વાર્ષિક બજેટનો ભાગ ન હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત તેની જાહેરાત કરી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હવે સવારની પ્રાર્થના બાદ તરત જ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો પીરસવામાં આવશે. આમ કરવા પાછળનું લક્ષ્ય માત્ર એટલું જ છે કે ગુજરાતનું એક પણ બાળક કે વિદ્યાર્થી સવારમાં ભૂખ્યા પેટે પોતાના વર્ગખંડમાં ન પ્રવેશે.” અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારની આ યોજના આગામી 11 ડિસેમ્બર 2024ના રોજથી લાગુ કરી દેવામાં આવશે અને બાળકોને તેનો લાભ મળતો થઈ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં