Thursday, December 5, 2024
More
    હોમપેજગુજરાતસુરતના મદરેસાની બિલ્ડીંગમાંથી ઝડપાઈ બોગસ સ્કૂલ: રૂપિયા ઠગીને આપવામાં આવ્યા લિવિંગ સર્ટીફિકેટ,...

    સુરતના મદરેસાની બિલ્ડીંગમાંથી ઝડપાઈ બોગસ સ્કૂલ: રૂપિયા ઠગીને આપવામાં આવ્યા લિવિંગ સર્ટીફિકેટ, એક જ ઓરડામાં હતી પ્રિન્સીપાલની ઓફિસ અને વર્ગો

    કમિટીની તપાસ દરમિયાન જે-તે સ્થાન પર કોઈ જ શાળા ન હોવાનું સામેં આવ્યું હતું. 5 સભ્યોની કમિટી આ મામલે વધુ તપાસ કરી રહી છે. એક જ બિલ્ડીંગમાં શાળા, મદરેસા અને અન્ય કર્યો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા.

    - Advertisement -

    ગુજરાતના સુરતમાં (Surat) આવેલી એક મદરેસામાં (Madrasa) બોગસ સ્કૂલ (Bogus School) ચાલતી હોવાની માહિતી સામે આવી હતી. ઉન વિસ્તારમાં આવેલ મદરેસાની બિલ્ડીંગમાં આ બોગસ સ્કૂલ ધમધમી રહી હોવાનું સામે આવ્યું હતું. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલના લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. આ ઉપરાંત આ સ્કૂલના સંચાલકો રૂપિયા ઠગીને પણ લિવિંગ સર્ટીફિકેટ આપતા હોવાનો ઘસ્ફોટ થયો હતો.

    અહેવાલો મુજબ સુરતમાં ઉન વિસ્તારના સાહિલનગર ખાતે આ શાળા ધમધમી રહી હતી. મદરેસાની બિલ્ડીંગમાં બોગસ સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. આ સ્કૂલનું નામ આદર્શ સ્કૂલ એવું આપવામાં આવ્યું હતું. આદર્શ પ્રી-સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હતું. આ શાળા એક ઓરડામાં ચલાવવામાં આવી રહી હતી.

    ઉલ્લેખનીય છે કે ત્રણમાળની બિલ્ડીંગના પ્રથમ માળે શાળા ચાલતી હતી. બીજા માળે મદરેસા ચલાવવામાં આવી રહી હતી, તથા ત્રીજો માળ ધંધાકીય હેતુઓના ઉપયોગમાં લેવામાં આવતો હતો. એક જ ઓરડાની આ શાળામાં આચાર્યની ઓફિસ અને વર્ગો એક જ ઓરડામાં ચલાવવામાં આવી રહ્યા હતા. આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ શાળા છોડ્યા બાદ તેમને ત્યાં જ આવેલ SSK પબ્લિક એકેડેમીના લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવતા હતા.

    - Advertisement -

    આ ઉપરાંત એવું પણ સામે આવ્યું હતું કે આ સ્કૂલના સંચાલકો ₹1500 લઈને SSK સ્કૂલના લિવિંગ સર્ટીફિકેટ આપતાં હતા. આ મામલે 1 મહિના પહેલાં જિલ્લા શિક્ષણ અધિકારીને SSK સ્કૂલની વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ત્યારે આ શાળા બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેની વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 સભ્યોની કમિટી બનાવી હતી.

    નોંધનીય છે કે કમિટીની તપાસ દરમિયાન જે-તે સ્થાન પર કોઈ જ શાળા ન હોવાનું સામેં આવ્યું હતું. 5 સભ્યોની કમિટી આ મામલે વધુ તપાસ કરી રહી છે. એક જ બિલ્ડીંગમાં શાળા, મદરેસા અને અન્ય કર્યો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે આ મામલે તપાસ કમિટીની તપાસ પૂર્ણ થયા બાદ SSKની માન્યતા રદ્દ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં