Thursday, December 5, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ-AAP સરકારોના ગળામાં ફસાઈ  રેવડીઓ: હિમાચલે ૩ મહિનામાં ₹1,800 કરોડની લોન લીધા...

    કોંગ્રેસ-AAP સરકારોના ગળામાં ફસાઈ  રેવડીઓ: હિમાચલે ૩ મહિનામાં ₹1,800 કરોડની લોન લીધા બાદ પણ પેન્શન અટક્યા, પંજાબના માથે ₹4,500 કરોડની સબસિડીનું બિલ

    પંજાબની AAP સરકારે જનતાને વીજળી બિલ મામલે સબસિડી આપવાના વાયદા કર્યા હતા. વિવિધ કેટેગરીના ગ્રાહકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળીના બદલામાં રાજ્ય સરકારનું ₹4,500 કરોડથી વધુનું સબસિડીનું બિલ બાકી છે.

    - Advertisement -

    હિમાચલ સરકાર (Himachal Pradesh Government) વર્તમાનમાં ભારે નાણાકીય હાલાકીનો સામનો કરી રહી છે. તથા છેલ્લા ઘણા સમયથી સતત લોન લઈને સરકારી અધિકારીઓના પગાર કરી રહી છે. ઉપરાંત નિવૃત્ત અધિકારીઓના પેન્શન (Pension) ચૂકવવાના પણ હજી બાકી છે. ત્યારે ડિસેમ્બર મહિના માટે પણ હિમાચલ સરકારે ₹500 કરોડની લોન (Loan) અંગેની નોટિફિકેશ જારી કરી હતી. બીજી તરફ પંજાબમાં પણ (Punjab Government) AAP સરકારે મફતની રેવડી વહેંચવાના વાયદા કરીને સત્તા તો મેળવી લીધી પરંતુ, રાજ્ય સરકારે હજી સુધી સબસિડીનું (Subsidy) ₹4,500 કરોડથી વધુનું વીજળી સબસીડીનું બિલ ચુકવ્યું નથી, જેના પરિણામ સ્વરૂપ પંજાબની જનતાને વીજળી માટે વધુ કિમંત ચૂકવવી પડે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશની સુખવિંદર સુક્ખુના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર ફરી એકવાર લોન લેવા જઈ રહી છે. રાજ્યના નાણા વિભાગે ₹500 કરોડની લોન માટે નોટિફિકેશન બહાર પાડી છે. આ લોન 10 વર્ષ માટે લેવામાં આવી રહી છે. જેના માટે 3 ડિસેમ્બરે હરાજી થવાની છે. આ લોનની રકમ વર્ષ 2034 સુધી ચૂકવી શકાશે. હિમાચલ સરકારના નાણા વિભાગના ચીફ સેક્રેટરી દેવેશ કુમાર દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ₹6,200 કરોડની લોન લઇ ચૂક્યા છતાં સરકાર નિવૃત્ત અધિકારીઓના પેન્શન ચૂકવી શકી નથી.

    નોંધનીય છે કે આ હરાજી પછી 4 ડિસેમ્બરે સરકારની તિજોરીમાં ₹500 કરોડ આવશે. ત્યારે આ મહિના પુરતું રાજ્યનું ગુજરાન ચાલી શકશે, જોકે સરકારને સરકારી કર્મચારીઓના પગાર કરવા ₹1200 કરોડ અને નિવૃત્ત અધિકારીઓના પેન્શન માટે ₹800 કરોડ એમ કુલ ₹2,000 કરોડની આવશ્યકતા છે. ત્યારે હિમાચલમાં નાણાકીય હાલાકી વચ્ચે કોંગ્રેસ સરકારે દર મહિને લોન લેવી પડી રહી છે. સુક્ખુ સરકાર સપ્ટેમ્બરમાં ₹700 કરોડ, ઓક્ટોબરમાં ₹600 કરોડ, નવેમ્બરમાં પણ ₹500 કરોડની લોન લીધી હતી, અને હવે આ મહિના માટે પણ 500 કરોડની લોન લેવા જઈ રહી છે. આ નાણાકીય વર્ષમાં સરકાર ₹6,200 કરોડની લોન લઇ ચૂકી છે.

    - Advertisement -
    सुक्खू सरकार फिर लेगी 500 करोड़ का लोन
    લોન લેવા બહાર પાડવામાં આવેલ નોટીફિકેશન (ફોટો: ETV ભારત)

    ત્યારે હવે હિમાચલ પ્રદેશની સરકાર પર ₹90,000 કરોડનું દેવું છે. નિષ્ણાતો કહેવા મુજબ જો સરકાર આ જ રીતે લોન લેતી રહી તો પરિસ્થિતિઓ વધુ જટિલ બની શકે છે. નોંધનીય છે કે આ અગાઉ 2 મહિના પહેલાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ 29 ઑગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે, હિમાચલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હોવાથી રાજ્યના તમામ મંત્રીઓ, મુખ્ય સંસદીય સચિવો (CPS) અને કેબિનેટ-રેન્કના સભ્યો 2 મહિના સુધી તેમના પગાર અને TA-DA લેશે નહીં. 

    પંજાબ સરકાર પર ₹4500 કરોડની સબસીડી પેન્ડીંગ

    બીજી તરફ પંજાબમાં પણ સરકારના રેવડી તંત્રના વાયદાઓના પગલે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારે જનતાને વીજળી બિલ મામલે સબસિડી આપવાના વાયદા કર્યા હતા. વિવિધ કેટેગરીના ગ્રાહકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળીના બદલામાં રાજ્ય સરકારનું ₹4,500 કરોડથી વધુનું સબસિડીનું બિલ બાકી છે.

    ઉપરાંત તાજેતરના મહિનાઓમાં વીજળીના વધુ વપરાશને પગલે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ની સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થયો છે. જેના કારણે એકંદર ટેકનિકલ અને કોમર્શિયલ (AT&C) ખોટ વધી છે. નોંધનીય છે કે નિષ્ણાતો મુજબ જો સબસિડીની રકમ સમયસર નહીં ચૂકવવામાં કરવામાં આવે તો નુકસાન વધશે અને ગ્રાહકોને આગામી નાણાકીય વર્ષમાં વીજળીના વધુ ભાવ ચૂકવવા પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં