Tuesday, December 3, 2024
More
    હોમપેજગુજરાત'મસ્જિદમાંથી લાઉડસ્પીકર પર થતી અઝાન પરીક્ષામાં પહોંચાડે છે ખલેલ, લાગે છે માનસિક...

    ‘મસ્જિદમાંથી લાઉડસ્પીકર પર થતી અઝાન પરીક્ષામાં પહોંચાડે છે ખલેલ, લાગે છે માનસિક ત્રાસ’: વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોલીસ પાસે માંગી મદદ

    વિદ્યાર્થીઓએ વધુમાં કહ્યું છે કે, "લાઉડસ્પીકરમાંથી લગભગ 20 મિનિટ સુધી આવતો અઝાનનો અવાજ પરીક્ષાના માહોલને અસર પહોંચાડી રહ્યો છે અને વિદ્યાર્થીઓના માનસિક ત્રાસનું કારણ પણ બની રહ્યો છે."

    - Advertisement -

    વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS University)ના કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસને (Vadodara Police) આવેદનપત્ર આપીને ફરિયાદ કરી છે કે, તેમની પરીક્ષા (Exam) દરમિયાન જ નજીકની મસ્જિદમાં (Masjid) લાઉડસ્પીકર પર થતી અઝાનના (Azaan on Loudspeaker) કારણે તેમને ખલેલ પહોંચી રહી છે અને તેમને માનસિક ત્રાસ લાગી રહ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન લાઉડસ્પીકર પર અઝાન ન કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ પોલીસ પાસેથી મદદની પણ માંગણી કરી છે.

    માહિતી અનુસાર, વડોદરાની MS યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીની સેમેસ્ટર પરીક્ષા સવારે 11:30 વાગ્યાથી બપોરના 2:30 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવે છે. જેમાં લગભગ 850 વિદ્યાર્થીઓ હાજર રહે છે અને પરીક્ષા પણ આપે છે. તેવામાં વિદ્યાર્થીઓએ પોલીસને ફરિયાદ કરી છે કે, નજીકની મસ્જિદના લાઉડસ્પીકરના કારણે તેમને પરીક્ષામાં ખલેલ પહોંચી રહી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, ખાસ તો 1 વાગ્યા બાદ નજીકની મસ્જિદના લાઉડસ્પીકરમાંથી અઝાનનો તેજ અવાજ સંભળાય છે.

    એક વિદ્યાર્થીએ અઝાનના તેજ ઘોંઘાટને લઈને ફતેહગંજ પોલીસને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે અને આવેદન પણ આપ્યું છે. આવેદનપત્રમાં વિદ્યાર્થીએ જણાવ્યું છે કે, સવારની પરીક્ષામાં 850 વિદ્યાર્થી હોય છે, જ્યારે બપોર અને સાંજની પરીક્ષામાં પણ 750 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. પરીક્ષા 2 ડિસેમ્બર સુધી ચાલવાની છે. તેવામાં લાઉડસ્પીકર પરથી આવતા અઝાનના અવાજના કારણે તેમાં ખલેલ પહોંચી રહી છે.

    - Advertisement -

    વિદ્યાર્થીઓએ વધુમાં કહ્યું છે કે, “લાઉડસ્પીકરમાંથી લગભગ 20 મિનિટ સુધી આવતો અઝાનનો અવાજ પરીક્ષાના માહોલને અસર પહોંચાડી રહ્યો છે અને વિદ્યાર્થીઓના માનસિક ત્રાસનું કારણ પણ બની રહ્યો છે. પોલીસને સોંપવામાં આવેલા આ લેખિત આવેદન દ્વારા હસ્તક્ષેપની અપીલ કરવામાં આવી રહી છે.”

    MS યુનિવર્સિટીમાં જાહેરમાં નમાજ પઢવાના પણ નોંધાયા હતા અનેક કિસ્સા

    નોંધવા જેવું છે કે, આ પહેલાં પણ વડોદરાની MS યુનિવર્સિટી અનેક વખત સમાચારોમાં આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને પણ અનેક વિવાદો ઊભા થયા હતા. સપ્ટેમ્બર 2023માં કોમર્સ ફેકલ્ટીના ત્રણ મુસ્લિમ યુવાનોએ જાહેરમાં શિવ મંદિરની નજીક નમાજ પઢી હતી. તે પહેલાં જાન્યુઆરી, 2023માં પણ સાયન્સ ફેકલ્ટીની એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ જાહેરમાં નમાજ પઢી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    તેના થોડા સમય પહેલાં આ જ યુનિવર્સિટીની સંસ્કૃત ફેકલ્ટી બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જે બાદ ડિસેમ્બર 2022માં યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બહાર બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ નમાજ પઢી હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં