Thursday, November 21, 2024
More

    ગાઝા પહોંચેલા નેતન્યાહુએ ઇઝરાયેલી પ્રત્યેક બંધકને છોડાવવા માટે ₹42 કરોડથી વધુ આપવાની કરી જાહેરાત: હમાસને આપી ચેતવણી

    ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ (Netanyahu) કહ્યું છે કે તેઓ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા પ્રત્યેક ઇઝરાયેલી નાગરિકને છોડાવવા માટે $5 મિલિયન (₹42.18 કરોડ) આપશે. તેમણે ગાઝામાં (Gaza) આ જાહેરાત કરી છે. વડા પ્રધાન નેતન્યાહુ બુધવારે (20 ઓક્ટોબર, 2024) ગાઝા પહોંચ્યા હતા.

    વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જે કોઈ ગાઝામાંથી તેમના એક બંધકને લાવશે, ઇઝરાયેલ (Israel) તેને અને તેના પરિવારને સુરક્ષા આપશે અને ₹42.18 કરોડ પણ આપશે. તેમણે કહ્યું કે, “અમે અમારા લોકોને ગાઝાથી પાછા લાવીશું.”

    તેમણે કહ્યું કે જો હમાસ (Hamas) બંધકોને (Hostages) નુકસાન પહોંચાડશે તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે. નોંધનીય છે કે હમાસે 7 ઓક્ટોબર, 2024ના રોજ હુમલો કર્યો હતો અને મોટી સંખ્યામાં ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવ્યા હતા.