Tuesday, December 3, 2024
More
    હોમપેજદેશબાંગ્લાદેશ સરહદે આવેલ એ જિલ્લો જેને કહેવાય છે માતા લક્ષ્મીની ભૂમિ... તે...

    બાંગ્લાદેશ સરહદે આવેલ એ જિલ્લો જેને કહેવાય છે માતા લક્ષ્મીની ભૂમિ… તે કહેવાતું હતું ‘કરીમગંજ’: CM હિમંતા બિસ્વા સરમાએ બદલી દીધું નામ, કહેવાશે- ‘શ્રીભૂમિ’

    આસામ કેબિનેટે સર્વસંમતિથી આ ફેરફારને મંજૂરી આપી છે. બેઠક બાદ સીએમ સરમાએ પોતાનો નિર્ણય મીડિયા સાથે શેર કર્યો. તેમણે કહ્યું કે તેઓ એવા તમામ સ્થળોના નામ બદલી દેશે જેનો કોઈ ઐતિહાસિક ઉલ્લેખ નથી.

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) રાજ્યના કરીમગંજ (Karimganj) જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી છે. આ જિલ્લો હવે શ્રીભૂમિ (Sribhumi) તરીકે ઓળખાશે. મંગળવાર (19 નવેમ્બર 2024) ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયનું કારણ સાચા ઐતિહાસિક મૂલ્યોને પુનર્જીવિત કરવાના તેમના સંકલ્પને ટાંક્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે આસામ રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કરીમગંજ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શ્રીભૂમિને નવા નામ તરીકે સૂચવવામાં આવ્યું હતું. શ્રીભૂમિ એટલે દેવી લક્ષ્મીની ભૂમિ.

    કરીમગંજ જિલ્લો, જેનું નામ બદલીને હવે શ્રીભૂમિ રાખવામાં આવ્યું છે, તે બાંગ્લાદેશની સરહદ પર છે. અહીં બંગાળી ભાષી લોકોની વસ્તી સૌથી વધુ છે. બ્રિટિશ શાસન દરમિયાન તે સિલ્હેટ જિલ્લાનો એક ભાગ હતો. વિભાજન પછી, સિલહટનો કેટલોક ભાગ પાકિસ્તાનમાં (હાલ બાંગ્લાદેશ) ગયો, કેટલોક ભારત તરફ રહ્યો. આ ભાગ હવે શ્રીભૂમિ જિલ્લા તરીકે ઓળખાશે.

    - Advertisement -

    આસામ કેબિનેટે સર્વસંમતિથી આ ફેરફારને મંજૂરી આપી છે. બેઠક બાદ સીએમ સરમાએ પોતાનો નિર્ણય મીડિયા સાથે શેર કર્યો. તેમણે કહ્યું કે તેઓ એવા તમામ સ્થળોના નામ બદલી દેશે જેનો કોઈ ઐતિહાસિક ઉલ્લેખ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં