મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે રાત્રે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના (AIDSO) ગુંડા તત્વોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) કાર્યકર્તાઓને ઘેરીને તેમની સાથે મારપીટ કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. ABVP કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓ આગામી સમયમાં યોજાનારા તેમના પ્રદેશ અધિવેશનના (State Conference) પોસ્ટરો લગાવવા બહાર નીકળ્યા હતા. આ સમયે AIDSO કાર્યકરોએ ABVPના કાર્યકર્તાઓ પર લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો વડે હુમલો (Attack) કરી દીધો હતો. હુમલા દરમિયાન ABVPના 5થી વધુ કાર્યકર્તા ઘાયલ (Injured) થયા હોવાનો ABVPએ આરોપ લગાવ્યો હતો.
આ મામલે ABVP મધ્યભારત પ્રાંતના મંત્રી સંદીપ વૈષ્ણવે કહ્યું હતું કે, “કમ્યુનિસ્ટ છાત્ર સંગઠન AIDSO દ્વારા વિદ્યાર્થી પરિષદના દીવાલ લેખન માટે ગયેલા કાર્યકર્તાઓ પર ધારદાર હથિયાર દ્વારા હુમલો કરવામાં આવે છે. આ હુમલામાં ABVPના 5થી વધુ કાર્યકર્તાઓના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઇ છે. AIDSOનો આ હુમલો તેમની ખૂની માનસિકતા દર્શાવે છે. ABVP આ ઘટનાની સખત નિંદા કરે છે. સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ મોહન યાદવજી સમક્ષ માંગ કરે છે કે આ પ્રકારના સંગઠન અને વિચારો રાખવાવાળા અસામાજિક તત્વો પર તત્કાલ પ્રભાવથી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.”
कम्युनिस्ट छात्र संगठन AIDSO का यह हमला उनकी खूनी मानसिकता को दर्शाता है। ABVP इस घटना की कड़ी निंदा करता है। साथ ही, सरकार से मांग करता है कि इस प्रकार के संगठन एवं सोच रखने वाले असामाजिक तत्वों पर कार्यवाही तत्काल सुनिश्चित की जाए।
— ABVP Madhyabharat (@ABVPMB) November 18, 2024
– @Sandeep_vaishnv (प्रांत मंत्री,… pic.twitter.com/KbVGFamFZR
આ મામલે ABVPના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ પણ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં, માઓવાદી વામપંથી વિદ્યાર્થી સંગઠન AIDSOના સશસ્ત્ર ગુંડાઓએ ABVP કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 5થી વધુ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે, કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાની ઘટના અત્યંત નિંદનીય અને દુઃખદ છે.” આગળ લખ્યું કે, “મધ્યપ્રદેશ સરકારે આવા તત્વોને તાત્કાલિક ઓળખીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.”
मध्य प्रदेश के गुना जिला में माओवादी वामपंथियों छात्र संगठन AIDSO के हथियार बंद गुंडो के द्वारा अभाविप के कार्यकर्ता पर जानलेवा हमला किया गया। जिसमें 5 से अधिक कार्यकर्ता घायल हुए है,कार्यकर्ताओ पर जानलेवा हमले की घटना अत्यंत निंदनीय और दुःखद है। इस हिंसक घटना में घायल हुए सभी… pic.twitter.com/m9cNtSoMOv
— Yagywalkya Shukla 🇮🇳 യജ്ഞവൽക്യ ശുക്ല (@yagywalkya) November 18, 2024
AIDSO કાર્યકરોનો ABVP કાર્યકર્તાઓ પર હુમલો
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર સમગ્ર ઘટના રવિવાર 17 નવેમ્બર રાત્રે 11 વાગ્યા આસપાસની છે. જે મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘટનામાં ઘાયલ ABVP કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 57મું મધ્યભારત પ્રદેશ અધિવેશન ગુનામાં 19 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યું છે. જેનો પ્રચાર કરવા તેઓ શહેરમાં વિવિધ સ્થાનો પર પોસ્ટર લગાવી અને સ્લોગન લખી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે AIDSO ગુંડાઓ જાણીજોઈને તેમના સ્લોગન અને લગાવેલા પોસ્ટર પર તેમના પોસ્ટરો ચોંટાડીને ABVPનો અધિવેશન પ્રચાર બગાડી રહ્યા છે.
ABVP કાર્યકર્તાઓ કહ્યું હતું કે ઘટનાના અગલા દિવસે તેમણે AIDSO કાર્યકરોને આવું ન કરવા સમજાવ્યા હતા. જેનો બદલો લેવા તેમણે રવિવારની રાત્રે ABVP કાર્યકર્તા રુદ્રપ્રતાપ સિંઘ જાદૌનને ટાવર પાસેના પુલ પર ઘેરી લીધો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. દરમિયાન રુદ્રએ અન્ય કાર્યકર્તા દિવ્યાંશ બક્ષીને ફોન કરી મદદ માટે બોલાવ્યા હતા. દિવ્યાંશ અને તેમના સાથી કાર્યકરો કૃષ્ણપ્રતાપ સિંઘ જાદૌન, રૂદ બૌહરે, પ્રદ્યુમ્ન પ્રતાપ સિંઘ પવૈયા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જ્યાં અગાઉથી જ હાજર AIDSO કાર્યકરો, શુભમ રાવ, પ્રહલાદ રાવ, રાધેશ્યામ ચંદેલ, અમરીક સંધુ, દિનેશ સેન અને તેમના અન્ય સાથીઓ તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા અને ‘આમને જાનથી મારી નાખો’ એવી બૂમો પાડવા લાગ્યા હતા. ABVPના કાર્યકર્તાએ જણાવ્યા અનુસાર તેઓ કઈ સમજે તે પહેલા જ AIDSO ગુંડાઓએ તેમના પર લાકડીઓ અને ડંડાઓ વડે હુમલો કરી દીધો હતો. જેમાં કાર્યકર્તાઓને માથા, હાથ સહિતના ભાગો પર ગંભીર ઈજાઓ થઇ હતી.