Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમભૂત-પ્રેતનો ડર બતાવીને રફીક કરતો હતો મહિલાઓનું યૌન શોષણ: પોલીસે કરી ધરપકડ,...

    ભૂત-પ્રેતનો ડર બતાવીને રફીક કરતો હતો મહિલાઓનું યૌન શોષણ: પોલીસે કરી ધરપકડ, મીડિયા ‘તાંત્રિક’ લખીને કરી રહ્યું છે હિંદુઓને બદનામ

    રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિલાઓનું શોષણ કરનાર વ્યક્તિનું નામ રફીક ઉર્ફે અલી ખાન છે. છતાં આ કેસનું રિપોર્ટિંગ કરતી વખતે મીડિયા તેને 'તાંત્રિક' કહી રહ્યું છે અને હજુ પણ તંત્ર-મંત્ર જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યું છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઝુંઝુનુમાં રફીક ઉર્ફે અલી ખાન નામના મુસ્લિમ ‘આલિમ’ની ધરપકડ કરવામાં આવી છે. તેના પર મહિલાઓને ફસાવીને તેનું શારીરિક શોષણ કરવાનો આરોપ છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રફીક પહેલાં લોકોને ભૂતનો ડર બતાવીને છેતરતો હતો અને પછી તેમને નિશાન બનાવતો હતો. એક પીડિતાની ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. બધી સ્પષ્ટતા છતાં મીડિયા તેને ‘તાંત્રિક’ ગણાવી રહ્યું છે.

    તપાસમાં ખુલાસો થયો છે કે, બંગાળનો રહેવાસી રફીક પહેલાં યુવતીઓને ફોસલાવીને તેમની પાસેથી તેમની તમામ માહિતી લેતો અને પછી તેમનું શારીરિક શોષણ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીઓ અને મહિલાઓને નિશાન બનાવનાર રફીકની પહેલાંથી જ બે પત્નીઓ છે. તે હંમેશા પોતાની સાથે હાડકા રાખતો, જેથી તે કોઈને પણ મૂર્ખ બનાવી શકે.

    નોંધનીય છે કે, આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિલાઓનું શોષણ કરનાર વ્યક્તિનું નામ રફીક ઉર્ફે અલી ખાન છે. છતાં આ કેસનું રિપોર્ટિંગ કરતી વખતે મીડિયા તેને ‘તાંત્રિક’ કહી રહ્યું છે અને હજુ પણ તંત્ર-મંત્ર જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત હેડલાઇનમાં પણ તેનો ઉલ્લેખ બંગાળી બાબા તરીકે કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    નવભારત ટાઈમ્સનો સ્ક્રીનશોટ

    મહત્વપૂર્ણ બાબત છે કે, તાંત્રિક, તંત્ર-મંત્ર, બાબા… આ બધા એવા શબ્દો છે જે હિંદુ ધર્મ સાથે જોડાયેલા છે. અન્ય ધર્મોમાં, આવા લોકો માટે જુદા-જુદા શબ્દો છે અને તેથી જ વર્ષોથી દક્ષિણપંથીઓ કોઈ મુસ્લિમ ‘આલિમ’ના અપરાધી હોવા પર તાંત્રિક શબ્દનો ઉપયોગ કરવાનો વિરોધ કરે છે. આ વિરોધ છતાં પણ મીડિયા તેની હરકતોમાંથી ઉપર ઉઠી શકતું નથી.

    પત્રિકા ન્યુઝનો સ્ક્રીનશોટ

    અત્યારે પણ અન્ય ધર્મના લોકોના ગુનાઓનું વર્ણન કરવા માટે હિંદુ ધર્મ સાથે જોડાયેલા શબ્દોનો ઉપયોગ થાય છે. આ પહેલીવાર નથી જ્યારે મીડિયાએ આવું કર્યું હોય. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ છે જે સમયાંતરે ઑપઇન્ડિયા દ્વારા નોંધવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં