ઑપઇન્ડિયાએ ઓનલાઈન એનસાયક્લોપીડિયા હોવાનો દાવો કરતા પ્લેટફોર્મ વિકિપીડિયા પર એક વિસ્તૃત ડોઝિયર પ્રકાશિત કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે પણ પ્લેટફોર્મને એક નોટિસ પાઠવી છે. વિકિપીડિયાને નોટિસ ફટકારતાં મોદી સરકારે પ્લેટફોર્મના પક્ષપાતી વલણને લઈને મળેલી ફરિયાદો ટાંકી છે અને સિલેક્ટેડ એડિટોરિયલ ગ્રુપ મામલે પણ સવાલો ઉઠાવ્યા છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં વિકિપીડિયા પાસેથી એ બાબતનો ખુલાસો માંગ્યો છે કે તેમને એક ઇન્ટરમીડિયેટરી નહીં પણ પ્રકાશક જ કેમ ગણવામાં ન આવે?
ઉલ્લેખ કરવો રહ્યો કે ભારતમાં હાલ વિકિપીડિયા ન્યૂઝ એજન્સી ANI (એશિયન ન્યૂઝ ઈન્ટરનેશનલ) દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસમાં પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે. વિકિપીડિયા પર ન્યૂઝ એજન્સીના પેજ પર અમુક આપત્તિજનક બાબતો લખવામાં આવી હતી અને એજન્સીને સરકારની પ્રોપગેન્ડા ટૂલ ગણાવવામાં આવી હતી.
Govt of India puts Wikipedia on notice. Govt writes to Wikipedia pointing out many complaints of bias and inaccuracies in Wikipedia, points out a small group having editorial control and asks why Wikipedia shouldn’t be treated as a publisher instead of an intermediary: Sources
— ANI (@ANI) November 5, 2024
એજન્સી ખોટી અને આપત્તિજનક માહિતી પ્રકાશિત કરવાના આરોપમાં વિકિપીડિયાને કોર્ટ સુધી ઘસડી ગઈ હતી અને ₹2 કરોડના વળતરની માંગ કરી હતી. આ મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
બીજી તરફ, ઑપઇન્ડિયાએ ગત સપ્ટેમ્બરમાં એક વિસ્તૃત ડોઝિયર પ્રકાશિત કર્યું હતું અને વિકિપીડિયાનું માળખું શું છે અને તે કઈ રીતે કામ કરે છે તેની ઉપર પ્રકાશ પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે તેમાં ‘એડમિનિસ્ટ્રેટરો’ને અમાપ શક્તિઓ આપવામાં આવી છે અને આખા વિશ્વમાં આવા એડમિનિસ્ટ્રેટરોની સંખ્યા માંડ 435 જેટલી છે.
તેઓ એડિટરોને બૅન કરી શકે છે, સોર્સ બ્લેકલિસ્ટ કરી શકે છે, કોન્ટ્રીબ્યુટરો પર પણ પ્રતિબંધ મૂકી શકે છે અને આર્ટિકલો પર જે સુધારા-વધારા કરવામાં આવે છે તેની ઉપર પણ નિયંત્રણ મૂકી શકે છે.
ઑપઇન્ડિયાએ આ ડોઝિયર પ્રકાશિત કર્યું તેવું જ ફેસબુક અને અન્ય વામપંથ તરફ ઝુકાવ ધરાવનારાં માધ્યમોને તે કઠી ગયું અને તેની ઉપર પ્રતિબંધ મૂકીને તેનો પ્રસાર રોકવાના નિષ્ફળ પ્રયાસો કર્યા.
વિકિપીડિયા એક ઇન્ટરમિડિયેટરી હોવાનો દાવો કરે છે, જ્યાં કન્ટેન્ટમાં કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો નથી કે સંપાદકીય ભૂમિકા ભજવવામાં આવતી નથી, માત્ર ‘આધારભૂત સ્ત્રોત’ પર આધારિત માહિતીને તટસ્થ દ્રષ્ટિકોણ સાથે મૂકવામાં આવે છે. પણ હકીકત કંઇક જુદી જ છે અને ઑપઇન્ડિયાના રિસર્ચમાં તેને વિગતવાર રજૂ કરવામાં આવી છે.
વિકિપીડિયા પ્રકાશક તરીકે ઓળખાવાનાં તમામ માપદંડો પર ખરું ઉતરે છે. તેઓ સમકાલીન અને ઐતિહાસિક ઘટનાઓ પર માહિતી એકઠી કરે છે, તેમના એડિટરોને અને એડમિનિસ્ટ્રેટરોને પગાર ચૂકવે છે અને ઇન્ટરનેટ પર તેઓ ગમે ત્યાં સરળતાથી ઉપલબ્ધ પણ થઈ રહે છે.
ઑપઇન્ડિયાએ રિસર્ચમાં એ પણ જણાવ્યું હતું કે કઈ રીતે વિકિપીડિયાનું પોતાનું એક એડિટોરિયલ સ્ટેન્ડ છે, જે તેના એડિટરો અને એડમિનિસ્ટ્રેટરોના વ્યકિતગત અભિપ્રાય અને પક્ષપાતી વલણ પર આધારિત છે, જેથી તેને એક ઇન્ટરમિડિયેટરી (જે મધ્યસ્થ માધ્યમની ભૂમિકા ભજવતું હોય તેવું) ન ગણીને પ્રકાશક જ ગણવું જોઈએ.
રિસર્ચમાં એ પણ ભલામણ કરવામાં આવી હતી કે એક વખત પબ્લિશર તરીકે જાહેર થયા બાદ વિકિમીડિયાની ભારતમાં ઑફિસ હોવી જોઈએ, એક ફરિયાદ નિવારણ પ્રણાલી સ્થાપિત થવી જોઈએ અને ભારતના કાયદાની હદમાં રહીને દેશના સાર્વભૌમત્વને અસર કરતા ‘ગેરકાયદેસર કન્ટેન્ટ’ના જે નિયમો લાગુ પડે છે તે તેને પણ પડવા જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમો, 2021 (જેને સામાન્ય ભાષામાં આઇટી નિયમો, 2021 કહે છે) ડિજિટલ મીડિયાને પણ લાગુ પડે છે. જેમાં ઇન્ટરમીડિયેટરી, ન્યૂઝ પબ્લિશર અને ઓનલાઇન કન્ટેન્ટના પ્રકાશકો પણ આવી ગયા. વિકિપીડિયા જો પોતાને ઇન્ટરમિડિયેટરી ગણાવતું હોય તોપણ તે પબ્લિશર જ ગણાવું જોઈએ, ભલે તેની ભારતમાં કોઈ ભૌતિક ઉપસ્થિતિ ન હોય. કારણ કે તેની ન માત્ર એક સ્પષ્ટ એડિટોરિયલ લાઇન છે, પણ તેઓ વિકિમીડિયા ફાઉન્ડેશન તરફથી એડમિનિસ્ટ્રેટરો અને એડિટરોને પૈસા પણ ચૂકવે છે.
અહીં ખાસ નોંધવાનું એ પણ રહે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ BBCએ પ્રોપગેન્ડા ડોક્યુમેન્ટ્રી બનાવી હતી ત્યારે વિકિપીડિયાએ જાતે જ જાહેર કરી દીધું હતું કે તેઓ એક વિદેશી એકમ છે અને એટલે ભારતની કોર્ટનું તેની ઉપર નિયંત્રણ ન હોય શકે. પરંતુ ઑપઇન્ડિયાનાં એડિટર-ઇન-ચીફ નૂપુર જે. શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ રિસર્ચમાં પુરાવા સાથે જણાવવામાં આવ્યું હતું કે, વિકિપીડિયાની ભલે ભારતમાં કોઈ ઑફિસ ન હોય, પણ તેઓ ભારતમાં સતત દેશવિરોધી વિચારો ધરાવતા વ્યક્તિઓ અને એકમોને ફંડ આપતા રહે છે અને એટલું જ નહીં પણ ઈસ્લામીઓ અને ખાલિસ્તાનીઓ સાથે પણ તેમનું જોડાણ છે.
વિકિપીડિયા ન માત્ર દાનના નામે ભારતમાંથી ભંડોળ મેળવે છે પણ સાથે લાખો ડોલર ખર્ચ પણ કરે છે અને એ પણ એકદમ પક્ષપાતી વલણ સાથે. સાથે-સાથે પોતાને ઇન્ટરમિડિયેટરી ગણાવીને ભારતના કાયદામાંથી છટકબારી પણ શોધતું રહે છે.
વિકિપીડિયાને એક પબ્લિશર તરીકે ઘોષિત કરવા ઉપરાંત ઑપઇન્ડિયાએ એ પણ ભલામણ કરી હતી કે તેના નાણાકીય વ્યવહારોની પણ યોગ્ય તપાસ કરવામાં આવે.
આ વિસ્તૃત ડોઝિયર (અંગ્રેજી ભાષામાં મૂળ રીતે પ્રકાશિત) અહીં ક્લિક કરીને વાંચી શકાશે.