તાજેતરમાં જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ (BR Naidu) કહ્યું હતું કે, ભગવાન વેંકટેશ્વરના નિવાસસ્થાન તિરુપતિ મંદિરમાં (Tirupati Mandir) કામ કરતા તમામ લોકો હિંદુ જ (Hindu) હોવા જોઈએ. તેમણે તેમણે કહ્યું હતું કે, હિંદુઓ સિવાય અન્ય પંથના કર્મચારીઓ સાથે શું કરવું તે અંગે તેઓ આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) સાથે વાત કરશે. ત્યારે હવે AIMIMના મુખિયા અસદુદ્દીન ઓવૈસીએ તિરુપતિ મંદિરમાં માત્ર હિંદુઓને કામ પર રાખવાને લઈને ટિપ્પણી કરી છે. તેમણે આ આખા મામલાને વક્ફ બોર્ડ (Waqf Board) સાથે જોડી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર AIMIMના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના 24 સભ્યોની યાદીમાં એક પણ સભ્ય બિન-હિંદુ નથી. TTDના નવા ચેરમેનનું (બીઆર નાયડુ) કહેવું છે કે ત્યાં કામ કરતા લોકો હિંદુ જ હોવા જોઈએ. અમને તેનો વિરોધ નથી, અમને બસ એ વાતે આપત્તિ છે કે નરેન્દ્ર મોદીની સરકાર વક્ફ સુધારા બિલમાં કહે છે કે વક્ફ પરિષદમાં 2 બિન-મુસ્લિમ સભ્યોનું હોવું અનિવાર્ય છે.”
#WATCH | Hyderabad: AIMIM chief and MP Asaduddin Owaisi says "…Not even a single member of the 24 members of TTD Board (Tirumala Tirupati Devasthanams) is a non-Hindu…The new Chairman of TTD says that the people working there should be Hindu…We are not against this, we just… pic.twitter.com/crnHr7PNYh
— ANI (@ANI) November 2, 2024
તેમણે આગળ જણાવ્યું કે, “તમે વક્ફ બિલમાં આ પ્રાવધાન શામાટે લાવી રહ્યા છો? TTD હિંદુ ધર્મનું બોર્ડ છે અને વક્ફ બોર્ડ મુસ્લિમોનું. બંને માટે નિયમોમાં સમાનતા હોવી જોઈએ. જો TTDના ટ્રસ્ટી મુસ્લિમ ન હોઈ શકે, તો વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્ય કેવી રીતે હોઈ શકે?” નોંધવું જોઈએ કે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના આધિકારિક X હેન્ડલ પર પણ આ પ્રકારની જ એક પોસ્ટ કરી છે. તેમાં પણ તેમણે આ વાતનો વાંધો ઉઠાવ્યો છે કે જો તિરુપતિ મંદિરમાં બિન-હિંદુ કામ ન કરી શકે તો વક્ફ બોર્ડમાં શા માટે હિંદુ સભ્ય હોવા જોઈએ.
અહીં નોંધવું જોઈએ કે તિરુપતિ મંદિર એ હિંદુઓના આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. થોડા સમય અગાઉ અહીના પ્રસાદમાં જાનવરોની ચરબીના મુદ્દે કરોડો હિંદુઓની લાગણી દુભાઈ હતી. બીજું કે વક્ફ બોર્ડ એક એવી સંસ્થા છે કે જે જે-તે સમયમાં બનેલા કાયદાનો ઓથો લઈને હજારો-કરોડોની જમીનોનું માલિક બની ગયું છે. અનેક એવા પણ આરોપો તેના પર લાગી ચૂક્યા છે કે વક્ફ બોર્ડે કોઈની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. જયારે તિરુપતિ મંદિર મામલે આવા કોઈ કિસ્સા સામે નથી આવ્યા.