Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમબાપે ₹500 આપવાની ના પાડી તો ઢીમ ઢાળી દીધું, ભાવનગરના ફઝલની ધરપકડ:...

    બાપે ₹500 આપવાની ના પાડી તો ઢીમ ઢાળી દીધું, ભાવનગરના ફઝલની ધરપકડ: નશાના રવાડે ચડ્યો હતો આરોપી, કાર્યવાહી શરૂ

    અબ્બુના મોઢે રૂપિયા આપવાની ના સાંભળતાં જ ફઝલ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે નજીકમાં પડેલી છરી ઉઠાવીને તેના અબ્બુ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાથી ઈસ્માઈલ કુરેશી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.

    - Advertisement -

    ભાવનગરથી (Bhavnagar) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બોરતળાવ (Bor Talav) વિસ્તારમાં રહેતા ફફઝલ કુરેશીએ 500 રૂપિયા માટે તેના જ અબ્બુની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. હત્યા પાછળનું કારણ માત્ર એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ તેના વૃદ્ધ અબ્બુ પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી. તેના અબ્બુ ઈસ્માઈલ કુરેશીએ તેને પૈસા આપવાની ના પાડતાં તેણે આ આખો ખૂની ખેલ ખેલ્યો. હાલ આરોપી પોલીસની ન્યાયિક કસ્ટડીમાં છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઇન્દિરાનગરની છે. અહીં નવી નિશાળ સામે રહેતા 66 વર્ષના ઇસ્માઇલ કુરેશી ભંગારની ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. થોડા દિવસ પહેલાં જ્યારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમનો 22 વર્ષનો દીકરો ફઝલ ઉર્ફે ગફાર ઇસ્માઇલ કુરેશી નશાની હાલતમાં ત્યાં આવી ચડ્યો હતો. તેણે આવીને તેના અબ્બુ પાસે વાપરવા માટે 500 રૂપિયાની માંગણી કરી હતી. ફઝલ નશાનો આદી હોવાના કારણે ઈસ્માઈલે પોતાની પાસે પૈસા ન હોવાનું કહીને રૂપિયા આપવાની ના પાડી હતી.

    રૂપિયા આપવાની ના સાંભળતાં જ અબ્બુ પર તૂટી પડ્યો ફઝલ

    અબ્બુના મોઢે રૂપિયા આપવાની ના સાંભળતાં જ ફઝલ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે નજીકમાં પડેલી છરી ઉઠાવીને તેના અબ્બુ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાથી ઈસ્માઈલ કુરેશી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. પરિવારના અન્ય સભ્યોએ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમની હાલત વધુ ગંભીર હોવાનું જણાવ્યું હતું. જોકે સતત બે દિવસની સારવાર બાદ અંતે ઈસ્માઈલ કુરેશીએ દમ તોડી દીધો હતો અને આ આખો કિસ્સો હત્યામાં પલટાયો હતો.

    - Advertisement -

    બીજી તરફ ઘટના બાદથી જ આરોપી ફઝલ ફરાર હતો. વૃદ્ધ જયારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તે સમયે જ બોરતળાવ પોલીસે ફઝલ વિરુદ્ધ ગુનો નોંધી દીધો હતો. બાદમાં વૃદ્ધનું મોત થતાં પોલીસે હત્યાની કલમોનો ઉમેરો કર્યો હતો. વૃદ્ધના મોતના થોડા જ સમય બાદ પોલીસે આરોપી ફઝલ ઉર્ફે ગફાર ઇસ્માઇલ કુરેશને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલી છરી કબજે કરી હતી. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ભાવનગર બોર તળાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બોરતળાવ પોલીસે જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદથી જ આરોપી ફઝલ ઉર્ફે ગફાર ઇસ્માઇલ કુરેશી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ તેના વિરુદ્ધ વધુ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. હાલ તપાસ અને કાર્યવાહી ચાલુ છે તેમ પોલીસે જણાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં