Friday, November 1, 2024
More
    હોમપેજદેશ'તિરુપતિ મંદિરમાં માત્ર હિંદુઓ જ કામ કરશે': TTDના નવા અધ્યક્ષ બીઆર નાયડુએ...

    ‘તિરુપતિ મંદિરમાં માત્ર હિંદુઓ જ કામ કરશે’: TTDના નવા અધ્યક્ષ બીઆર નાયડુએ કહ્યું- મુસ્લિમ કર્મચારીઓને બીજા વિભાગમાં મોકલવા અથવા તો નિવૃત્ત કરવાનો વિચાર

    બીઆર નાયડુએ દિવાળીના પાવન દિવસે કહ્યું છે કે, “તિરુમાલા તિરુપતિ મંદિરમાં કામ કરતાં દરેક વ્યક્તિઓ હિંદુ હોવા જોઈએ. હિંદુઓ સિવાયના તમામ લોકોને અન્ય વિભાગમાં અથવા તો નિવૃત્ત કરવા માટેના વિચારો કરવામાં આવશે. આ મારો પ્રથમ પ્રયાસ હશે. તેમાં ઘણા મુદ્દાઓ છે."

    - Advertisement -

    તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ (BR Naidu) કહ્યું છે કે, ભગવાન વેંકટેશ્વરના નિવાસસ્થાન તિરુપતિ મંદિરમાં (Tirupati Mandir) કામ કરતા તમામ લોકો હિંદુ જ (Hindu) હોવા જોઈએ. તેમણે કહ્યું કે, હિંદુઓ સિવાય અન્ય પંથના કર્મચારીઓ સાથે શું કરવું તે અંગે તેઓ આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) સાથે વાત કરશે. તેમણે કહ્યું કે આવા કર્મચારીઓને અન્ય વિભાગોમાં મોકલી શકાય છે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) આપી શકાય છે.

    બીઆર નાયડુએ દિવાળીના પાવન દિવસે એટલે કે ગુરુવારે (31 ઑક્ટોબર, 2024) કહ્યું છે કે, “તિરુમાલા તિરુપતિ મંદિરમાં કામ કરતાં દરેક વ્યક્તિઓ હિંદુ હોવા જોઈએ. હિંદુઓ સિવાયના તમામ લોકોને અન્ય વિભાગમાં અથવા તો નિવૃત્ત કરવા માટેના વિચારો કરવામાં આવશે. આ મારો પ્રથમ પ્રયાસ હશે. તેમાં ઘણા મુદ્દાઓ છે. આપણે આ અંગે વિચાર કરવો પડશે.” ભગવાન વેંકટેશ્વરના પ્રખર ભક્ત નાયડુએ જણાવ્યું હતું કે, TTD બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવાને તેઓ વિશેષ સૌભાગ્ય માને છે. આ માટે તેમણે આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણનો આભાર માન્યો હતો.

    ‘YSR કોંગ્રેસ સરકાર દરમિયાન થઈ હતી અનેક ગેરરીતિઓ’

    બીઆર નાયડુએ આરોપ લગાવ્યો કે, અગાઉની YSR કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુમાલામાં ઘણી ગેરરીતિઓ થઈ હતી. તેમણે કહ્યું કે, હવે મંદિરની પવિત્રતાની રક્ષા થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ તેમની ફરજો પૂરી ઈમાનદારી અને પારદર્શિતા સાથે નિભાવશે. નોંધનીય છે કે, બીઆર નાયડુ મીડિયા પર્સનાલિટી છે. તેઓ ભક્તિ ચેનલની સાથે-સાથે તેલુગુ ટીવી ચેનલ પણ ચલાવે છે.

    - Advertisement -

    વાસ્તવમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની આંધ્ર પ્રદેશની NDA સરકારે બુધવારે (30 ઑક્ટોબર, 2024) TTD માટે 24 સભ્યોના નવા બોર્ડની રચના કરી હતી. સરકારે નવા રચાયેલા TTD બોર્ડના અધ્યક્ષ તરીકે બીઆર નાયડુની નિમણૂક કરી છે, જ્યારે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના સહ-સ્થાપક અને MD સુચિત્રા ઈલાને બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં ગાય, ડુક્કરનું માંસ અને માછલીનું તેલ મળી આવતા વિવાદ વધી ગયો હતો. તેની તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી હતી. જેના કારણે જગન મોહન રેડ્ડીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તિરુપતિ મંદિરનું સંચાલન કરતા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ સાથે સંકળાયેલા લોકો પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. જે બાદ હવે નવી કમિટીની રચના કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં