Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમયુવતીને ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ: રાજસ્થાન, તમિલનાડુ સહિતના...

    યુવતીને ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ: રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી 12 આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઈન્ડ ફરાર

    સમગ્ર કેસમાં તપાસ કર્યા બાદ પોલીસને સફળતા મળતા ગણતરીના દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિતના અલગ-અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક, 4 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં જ નારાણપુરાની (Naranpura, Ahmedabad) એક યુવતીને ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરીને ₹4.92 લાખ પડાવી લેવાની ઘટના સામે આવી હતી. આ કેસને લઈને પોલીસ (Ahmedabad Police) સતત તપાસ કરી રહી હતી. જ્યારે હવે આ મામલે પોલીસને ધારી સફળતા મળી છે. જાણવા મળી રહ્યું છે કે, યુવતીને ડિજિટલ અરેસ્ટ કરનાર આખી ગેંગને (Gang) અમદાવાદ પોલીસે ઝડપી પાડી છે. ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી કુલ 12 આરોપીઓની ધરપકડ (Arrest 12 Accused) કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલ પણ ગેંગનો માસ્ટરમાઈન્ડ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તેને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

    નારાણપુરાની એક યુવતીને ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા ખંખેરી લેનાર ગેંગને અમદાવાદ પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓએ યુવતી પાસેથી પૈસા લીધા બાદ યુવતીના પાડોશીને વિડીયો કોલમાં બોલાવીને તેને જાણ કરી હતી કે, ડિજિટલ અરેસ્ટના નામે તેમણે યુવતી સાથે છેતરપિંડી કરી છે. આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, આ ગેંગ આખા દેશમાં પોતાનું નેટવર્ક ચલાવી રહી હતી અને દેશભરના ઘણા લોકો સાથે છેતરપિંડી પણ કરી રહી હતી.

    આ સમગ્ર કેસમાં તપાસ કર્યા બાદ પોલીસને સફળતા મળતા ગણતરીના દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિતના અલગ-અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક, 4 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ડિજિટલ અરેસ્ટના મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    શું હતી ઘટના?

    માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના 13-14 ઑક્ટોબરના રોજ બનવા પામી હતી. નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, યુવતીએ થાઈલેન્ડ મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ અન્ય એક કોલ આવ્યો હતો અને યુવતીને ડરાવવા માટે અલગ-અલગ નકલી દસ્તાવેજો અને સરકારી એજન્સીઓના કાગળિયાઓ બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી હતી અને ₹4.92 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.

    આરોપીઓએ યુવતી પાસેથી પૈસા પડાવી લીધા બાદ બર્થ માર્ક જાણવા માટે કપડાં ઉતારવાનું પણ કહ્યું હતું. જોકે, યુવતીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ યુવતીના પાડોશીને વિડીયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ પણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણીને યુવતીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    નોંધનીય છે કે હાલમાં દેશભરમાં આ ડિજિટલ એરેસ્ટ સ્કેમ ખૂબ ચાલી રહ્યું છે. આ સ્કીમ કઈ રીતે થાય છે, તેમની મોડસ ઓપરેન્ડી શું હોય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ તે જાણવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં