Wednesday, October 30, 2024
More
    હોમપેજદુનિયા'આપણે જર્મન સાધનો ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ': પીયૂષ ગોયલે જર્મન વાઈસ...

    ‘આપણે જર્મન સાધનો ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ’: પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને ચીન દ્વારા ભારતને જર્મન ટનલ બોરિંગ મશીનનું વેચાણ અટકાવવા અંગે ઘેર્યા

    જ્યારે ગોયલે કહ્યું કે કંપનીનું નામ હેરેનક્નેક્ટ છે, ત્યારે રોબર્ટ હેબેકે નામ વિશે અજ્ઞાનતા દર્શાવી હતી. તેમણે પૂછ્યું, "તેઓ ચીનમાં ઉત્પાદન કરે છે?", જેનો પીયૂષ ગોયલે હકારાત્મક જવાબ આપ્યો.

    - Advertisement -

    કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal) શનિવારે જર્મનીના વાઇસ ચાન્સેલર રોબર્ટ હેબેકને (German Vice Chancellor Robert Habeck) ચીન દ્વારા ભારતને જર્મન ટનલ બોરિંગ મશીનનું (Tunnel Borring Machines) વેચાણ અટકાવવાના મુદ્દે પ્રશ્ન કર્યો હતો. ગોયલે કહ્યું કે જો આવી સમસ્યાઓ ઉભી થશે તો ભારત જર્મની પાસેથી ખરીદી બંધ કરી દેશે. આ વાતચીત દિલ્હી મેટ્રો ટ્રેનમાં (Delhi Metro) થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે.

    રોબર્ટ હેબેક, જેઓ જર્મનીના આર્થિક બાબતોના ફેડરલ મંત્રી પણ છે જે હાલ 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. તેમણે પિયુષ ગોયલ સાથે દિલ્હી મેટ્રોમાં સવારી કરીને દિલ્હીના દ્વારકામાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા.

    મુલાકાત દરમિયાન પિયુષ ગોયલે રોબર્ટ હેબેકને જણાવ્યું હતું કે ભારત ચીનમાં આ મશીનોનું ઉત્પાદન કરતી જર્મન કંપની Herrenknecht પાસેથી ટનલ બોરિંગ મશીનો ખરીદી રહ્યું છે. તેમણે જર્મન મંત્રીને કહ્યું કે ચીન હવે ભારતને ટીબીએમના વેચાણમાં અવરોધ ઉભો કરી રહ્યું છે, જેના કારણે ભારતમાં જટિલ માળખાકીય પ્રોજેક્ટ્સ પર તેની અસર પડી છે.

    - Advertisement -

    આ ઘટનાનો વિડિયો ‘લોર્ડ બેબો’ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે હેબેકે ગોયલને કેવી પ્રતિક્રિયા આપી તેની ટીકા કરી હતી. વિડીયોમાં ગોયલ હેબેકને કહેતા સાંભળી શકાય છે, “જુઓ, તમારી જર્મન કંપની અમને કેટલાક ટનલ બોરિંગ મશીનો સપ્લાય કરી રહી છે, જે તેઓ ચીનમાં બનાવે છે. પરંતુ ચીન તેમને અમને વેચવાની મંજૂરી નથી આપી રહ્યું.”

    જ્યારે ગોયલે કહ્યું કે કંપનીનું નામ હેરેનક્નેક્ટ છે, ત્યારે રોબર્ટ હેબેકે નામ વિશે અજ્ઞાનતા દર્શાવી હતી. તેમણે પૂછ્યું, “તેઓ ચીનમાં ઉત્પાદન કરે છે?”, જેનો પીયૂષ ગોયલે હકારાત્મક જવાબ આપ્યો. ભારતીય મંત્રીએ વધુમાં કહ્યું કે, “આપણે હવે જર્મન સાધનો ખરીદવાનું બંધ કરવું જોઈએ.”

    આ વાતચીત દરમિયાન પીયૂષ ગોયલ ઉભા હતા, જ્યારે હેબેક બેઠા હતા. જ્યારે ગોયલે જર્મન સાધનો ખરીદવા માટે રોકાવાની વાત કરી, ત્યારે તે ઉભા થયા અને કહ્યું, “મને લાગે છે કે મારે તમારી વાત સાંભળવી જોઈએ”.

    દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, કોલકાતા, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેટ્રો પ્રોજેક્ટ સહિત ભારતમાં ઘણા પ્રોજેક્ટ્સમાં હેરેનક્નેક્ટના ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં