Monday, October 28, 2024
More
    હોમપેજદેશજ્યાં વિસર્જન માટે દર વર્ષે આવતી હતી 50થી વધુ પ્રતિમાઓ, ત્યાં આ...

    જ્યાં વિસર્જન માટે દર વર્ષે આવતી હતી 50થી વધુ પ્રતિમાઓ, ત્યાં આ વખતે આવી માત્ર 20: પૂજારીએ ઑપઇન્ડિયાને કહ્યું- બહરાઈચ હિંસા દરમિયાન મૂર્તિઓ પણ થઈ હતી ખંડિત

    ઑપઇન્ડિયાની ટીમ બહરાઈચમાં દુર્ગા માતાની મૂર્તિઓનું જ્યાં વિસર્જન થાય છે, તે ગૌરી ઘાટ પર પહોંચી હતી અને પૂજારી કૃષ્ણ કુમાર મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અમને કહ્યું કે, આ વર્ષે વિસર્જન માત્ર નિસ્તેજ જ નહીં પણ નિરાશાજનક પણ હતું.

    - Advertisement -

    13 ઑક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લામાં મુસ્લિમ ટોળાએ દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા ભક્તો પર હુમલો કર્યો હતો (Bahraich Violence). આ બહરાઈચ હિંસામાં રામગોપાલ મિશ્રા નામના વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ વિસર્જન યાત્રા પરંપરાગત હતી, જે દાયકાઓથી ચાલી આવે છે. બહરાઈચમાં દુર્ગા માતાની મૂર્તિઓનું વિસર્જન ગૌરી ઘાટ (Gauri Ghat) ખાતે થવાનું હતું, જે પૌરાણિક કાળથી નજીકના હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.

    ઑપઇન્ડિયાની ટીમ બહરાઈચમાં દુર્ગા માતાની મૂર્તિઓનું જ્યાં વિસર્જન થાય છે તે ગૌરી ઘાટ પર પહોંચી હતી અને પૂજારી કૃષ્ણ કુમાર મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અમને કહ્યું કે, આ વર્ષે વિસર્જન માત્ર નિસ્તેજ જ નહીં પણ નિરાશાજનક પણ હતું. મહારાજગંજ બજાર જ્યાં મુસ્લિમ ટોળાએ હંગામો મચાવ્યો હતો, તે ગૌરી ઘાટથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે. અહીં આસપાસના 18 જેટલા ગામો અને નગરોની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.

    આ જગ્યાએ સરયૂ નદીમાંથી ફૂટી નીકળેલી એક જળધારા વહે છે, જેની નજીકમાં જ એક મંદિર બનેલું છે. આ મંદિરનું નામ નાગેશ્વરનાથ બાલાજી મંદિર છે. મૂર્તિ વિસર્જન બાદ ભક્તો અહીં સ્નાન કરીને મંદિરમાં દર્શન કરે છે અને પછી પોતપોતાના ઘરે પરત ફરે છે. ઑપઇન્ડિયાની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે અમે જોયું કે રસ્તાની બંને બાજુ પોલીસ તહેનાત છે. અમને રોકવામાં પણ આવ્યા હતા અને પૂછપરછ પણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    વિસર્જનના દિવસે નિર્જન રહ્યો ઘાટ

    નાગેશ્વરનાથ બાલાજી મંદિરના પૂજારી કૃષ્ણ કુમાર મિશ્રાએ અમને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અહીં દર વર્ષે લગભગ 50 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. જોકે આ વર્ષે 13 ઑક્ટોબરે વિસર્જનની નિર્ધારિત તારીખે એક પણ મૂર્તિ ઘાટ પર આવી ન હતી. સામાન્ય પરિસ્થિતિમાં નજીકના ગામોના લોકો પણ વિસર્જનને જોવા માટે એકઠા થાય છે. તેઓ પણ લાંબા સમય સુધી મૂર્તિઓ આવવાની રાહ જોતા રહ્યા. આ દરમિયાન જાણવા મળ્યું કે મહારાજગંજ માર્કેટમાં વિસર્જન યાત્રા પર હુમલો થયો છે, તેથી તમામ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા.

    કોઈ મૂર્તિના હાથ તૂટેલા, તો કોઈનું માથું

    પૂજારી કૃષ્ણકુમાર મિશ્રા જણાવે છે કે, નિર્ધારિત તારીખના એક દિવસ બાદ એટલે કે 14 ઑક્ટોબરે મા દુર્ગાની મૂર્તિઓ વિસર્જન કરવા માટે ઘાટ પર લાવવામાં આવી હતી. આ વખતે વિસર્જન થનારી મૂર્તિઓની સંખ્યા માત્ર 20-25 હતી. તેમણે દાવો કર્યો હતો કે, આમાંની ઘણી મૂર્તિઓ ખંડિત સ્થિતિમાં હતી. કેટલીક મૂર્તિઓના હાથ ભાંગી ગયા હતા અને કેટલીકના પગ પણ તૂટેલા હતા. તેમણે કહ્યું કે, “લોકોએ (હુમલાખોરો) ત્યાં (મહારાજગંજ બજાર) આ મૂર્તિઓ ખંડિત કરી હતી. ”

    સવારે 5 વાગ્યે વિસર્જન કરાયેલી આ મૂર્તિઓ સાથે મોટી સંખ્યામાં પોલીસની ટીમો પણ ચાલી રહી હતી અને ભક્તોની સંખ્યા નહિવત જેવી હતી. કેટલાક પૂજારીઓ વિધિ પૂરી કરવા માટે ચોક્કસ આવ્યા હતા. 55 વર્ષીય પૂજારી મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આખી જિંદગીમાં આવી નિર્જન વિસર્જન યાત્રા ક્યારેય નથી જોઈ. તેમણે કહ્યું હતું કે, “લોકોમાં કોઈ જ ઉત્સાહ નહોતો, જાણે એક ઔપચારિક પ્રક્રિયા પરાણે પૂર્ણ કરવા આવ્યા હોય તેમ વિસર્જન કરી દેવામાં આવ્યું.”

    સાત્વિક ખાણી-પીણીવાળા હિંદુઓ પર ઉગ્રતાનો આરોપ નિરાધાર

    બહરાઈચમાં થયેલી હિંસાને ડાબેરી અને ઇસ્લામિક મીડિયા સંસ્થાઓએ હિંદુઓની ઉગ્રતાનું પરિણામ ગણાવ્યું હતું. મિશ્રાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હિંદુઓનું ભોજન સાત્વિક છે. તે ગુસ્સે કેવી રીતે થઈ શકે? પૂજારીના જણાવ્યા અનુસાર, બીજી તરફથી કટ્ટરતા શરૂ કરવામાં આવી હતી, જેના કારણે હિંસા થઈ હતી. વાતચીત દરમિયાન તેમણે બુલડોઝર એક્શનનું સમર્થન પણ કર્યું હતું.

    પૂજારી મિશ્રાએ હુમલાખોરો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પૂજારીએ તેમના મંદિરની આસપાસ તહેનાત પોલીસ ફોર્સને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સાવચેતી સુરક્ષા વ્યવસ્થા ગણાવી હતી. ગૌરી ઘાટ, જ્યાં મા દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન થવાનું હતું, ત્યાં ભગવાન ગણેશની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવે છે. દર વર્ષે અહીં મેળો ભરાય છે, જેમાં આસપાસના તમામ ગામના હિંદુઓ ભાગ લે છે.

    પૂજારી કૃષ્ણ કુમારનું કહેવું છે કે, વર્ષ 1992માં પણ મુસ્લિમ પક્ષ દ્વારા વિસર્જન યાત્રામાં ખલેલ પહોંચાડવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. જોકે, ત્યારે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઑપઇન્ડિયા સાથે વાત કરતા, કેટલાક ઇજાગ્રસ્ત વૃદ્ધ ભક્તોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મુસ્લિમ પક્ષે 1992માં તણાવ પેદા કર્યો હતો. આ વખતે પણ તેમણે મુસ્લિમ પક્ષને જવાબદાર ઠેરવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં