Sunday, October 27, 2024
More
    હોમપેજદેશપથ્થરમારો હોય, ગોળીબાર હોય કે લાઠીચાર્જ… બધે ટાર્ગેટ પર હિંદુઓ જ, મુસ્લિમોને...

    પથ્થરમારો હોય, ગોળીબાર હોય કે લાઠીચાર્જ… બધે ટાર્ગેટ પર હિંદુઓ જ, મુસ્લિમોને એક ઉઝરડો પણ નહીં: બહરાઈચ હિંસાના વધુ એક પ્રત્યદર્શીનો દાવો, કહ્યું- મસ્જિદમાંથી થયું હતું હુમલાનું ફરમાન

    બહરાઈચના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહારાજગંજ માર્કેટમાં આ હિંસા થઈ હતી. આ હિંસાના સાક્ષી મારુતિ નંદન ત્રિપાઠીએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. મારુતિએ કહ્યું કે તેઓ સ્થળથી લગભગ 1 કિમી દૂર વિસર્જન સ્થળ પર એક મેળો જોઈ રહ્યા હતા, જ્યારે હિંસા શરૂ થઈ હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લામાં રવિવારે (13 ઑક્ટોબર 2024) થયેલી હિંસામાં (Bahraich Violence) મુસ્લિમ ટોળાએ રામગોપાલ મિશ્રાની હત્યા કરી નાખી હતી. આ જ ટોળાએ વિસર્જન માટે જઈ રહેલી દેવી દુર્ગાની મૂર્તિઓ પણ ખંડિત કરી હતી, ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી. આ હિંદુવિરોધી હિંસા બાદ હિંસક ટોળાંએ વિકટીમ કાર્ડ ખેલવાનું શરૂ કર્યું અને વામપથી લોબીએ મુસ્લિમ સમુદાયને જ પીડિત સાબિત કરવાનું શરૂ કરી દીધું. ઑપઇન્ડિયાની તપાસમાં બહાર આવ્યું છે કે બહરાઈચ હિંસાનો અસલ પીડિત હિંદુ છે. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે શ્રદ્ધાળુઓ પર હુમલો કરવા માટે થઈને મસ્જિદમાંથી ફરમાન કરીને મુસ્લિમોને આહ્વાન કરવામાં આવ્યું હતું. જોકે, બહરાઈચ પ્રશાસને ઘણા પ્રત્યક્ષદર્શીઓના આ દાવાને નકારી કાઢ્યો છે.

    બહરાઈચના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહારાજગંજ માર્કેટમાં આ હિંસા થઈ હતી. આ હિંસાના સાક્ષી મારુતિ નંદન ત્રિપાઠીએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. મારુતિએ કહ્યું કે તેઓ સ્થળથી લગભગ 1 કિમી દૂર વિસર્જન સ્થળ પર એક મેળો જોઈ રહ્યા હતા, જ્યારે હિંસા શરૂ થઈ હતી. ફોન પર હુમલાની માહિતી મળતા જ તે મહારાજગંજ માર્કેટમાં પહોંચી ગયા હતા. દરમિયાન ગુસ્સે ભરાયેલા હિંદુઓ મૂર્તિ પર પથ્થરમારો કરનારા અને બળજબરીથી ડીજે બંધ કરનાર લોકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા.

    મારુતિ નંદનનું કહેવું છે કે શ્રદ્ધાળુઓની ફરિયાદો પર પ્રશાસન કોઈ ધ્યાન આપી રહ્યું નહોતું, જેના કારણે તણાવ વધી રહ્યો હતો. વિરોધ દરમિયાન પોલીસની હાજરીમાં ફરી હિંદુઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોએ અબ્દુલ હમીદના ઘરના ટીન શેડ પીટવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે રામગોપાલ મિશ્રા ગુસ્સે થઈને અબ્દુલ હમીદની છત પર ગયા હતા. અહીં લીલો ઝંડો કાઢતી વખતે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

    - Advertisement -

    પહેલા મુસ્લિમોએ ઉખાડ્યો ભગવો ધ્વજ

    મારુતિ નંદન ત્રિપાઠીનો દાવો છે કે, પથ્થરમારો અને દુર્ગા માતાની મૂર્તિઓ પર હુમલા ઉપરાંત મુસ્લિમોએ રસ્તામાં હિંદુઓના ઝંડા પણ ઉખેડી નાખ્યા હતા. રામગોપાલની અચેત લાશ લઈને કેટલાક લોકો નીચે આવી રહ્યા હતા, તે સમયે પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. ઘાયલ રામગોપાલને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ વાહન મળ્યું ન હતું. તેમને કેટલાક લોકો ઈ-રિક્ષામાં દવાખાને લઈ જતા હતા ત્યારે તેની બેટરી અડધેથી જ ખલાસ થઈ ગઈ હતી. અહીંથી બાકીના રસ્તે બાઈક મારફતે તેમને દવાખાને પહોંચાડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું.

    મોટાભાગના ભક્તો મૂર્તિ છોડીને રામગોપાલ મિશ્રા સાથે હોસ્પિટલ ગયા હતા. આ સમયે પ્રશાસને બાકીના હિંદુઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જને કારણે થયેલી ભાગદોડનો મુસ્લિમ ટોળાએ લાભ લીધો હતો. મારુતિ નંદન વધુમાં જણાવે છે કે, ઘણા મુસ્લિમો તેમના ઘરની બહાર આવ્યા હતા અને રસ્તામાં રહેલી દેવીઓની મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી હતી. સાથે જ અનેક લોકોએ ટોળા બનાવીને ભક્તો પર હુમલો કર્યો હતો. પોલીસના લાઠીચાર્જનો ફાયદો ઉઠાવીને મુસ્લિમ ટોળાએ શ્રદ્ધાળુઓને લાંબા અંતર સુધી દોડાવ્યા હતા.

    મસ્જિદથી થયું હતું હુમલાનું ફરમાન

    મારુતિ નંદન ત્રિપાઠીએ મસ્જિદ અંગે જે આરોપ લગાવ્યો છે તે બહરાઈચ પોલીસના દાવાથી બિલકુલ વિપરીત છે. મારુતિ નંદન જણાવે છે કે તેમને (મુસ્લિમોને) મા દુર્ગાના ભક્તો પર હુમલો કરવા માટે મસ્જિદમાંથી ઉશ્કેરવામાં આવ્યા હતા. મારુતિ નંદનના જણાવ્યા અનુસાર, જ્યારે રામગોપાલ અબ્દુલ હમીદની છત પર ચઢી ગયા ત્યારે મસ્જિદના માઇકમાંથી કહેવામાં આવ્યું હતું કે, “બધા ભેગા થાવ, જવા નથી દેવાના, મારો.” ત્યારબાદ જે હિંસક ટોળા આવ્યા તેમાં બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ સામેલ હતા.

    પ્રત્યક્ષદર્શી મારુતિ નંદન વધુમાં જણાવે છે કે તેણે મુસ્લિમોની મોટાભાગની ભીડ છત પર પણ જોઈ હતી. તેઓ પથ્થરો અને બોટલો ફેંકી રહ્યા હતા. વિસર્જન યાત્રા માટે જતા લોકોની ગાડી મુસ્લિમના દરવાજા પર ઉભી જોવા મળી, તેને તોડી નાખવામાં આવી હતી. આ પ્રકારના ઘરોને કાર્યવાહી માટે કોઈ નોટીસ મળે તેને યોગ્ય માનતા મારુતિ નંદને તેને દોઢ વર્ષ પહેલાની પેન્ડીંગ કાર્યવાહી જણાવી હતી. તેમનું માનવું તેવું પણ છે કે વિસ્તારના વિકાસ માટે રસ્તા પહોળા થવા પણ જરૂરી છે.

    અમને નથી ખબર અમારા દેવીઓની મૂર્તિઓનું શું થયું

    મારુતિ નંદન ત્રિપાઠી અમારી સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે તેમની આરાધ્ય માતા દુર્ગાની મૂર્તિઓનું હિંસા બાદ શું થયું. તેમનો દાવો છે કે મુસ્લિમ ટોળાઓના હુમલાને કારણે અડધા ડઝનથી વધુ મૂર્તિઓ અધવચ્ચે જ અટવાઈ ગઈ હતી. જ્યારે પોલીસના લાઠીચાર્જના કારણે શ્રદ્ધાળુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. મારુતિ નંદનને ખબર નથી કે પાછળથી તે મૂર્તિઓનું શું થયું.

    પોતાના નિવેદનમાં મારુતિ નંદન વધુમાં જણાવે છે કે, તેમણે સાંભળ્યું હતું કે બાદમાં પ્રશાસને મા દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. જોકે, મારુતિ નંદન પોતાની ધાર્મિક ભાવનાઓ પર આ પ્રકારના પ્રહારથી ખૂબ જ દુઃખી થયા હતા. તેમણે એન્કાઉન્ટરમાં બે આરોપીઓના પગ પર ગોળી મારવાની કાર્યવાહી પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ઘટના અનુસાર તેને અપૂરતું ગણાવ્યું હતું. મારૂતિ નંદને માંગ કરી છે કે સરકાર રામગોપાલ મિશ્રાના પરિવાર પર ધ્યાન આપે.

    દુકાન માત્ર દેખાડો, અસલ કામ સીમા પારની તસ્કરી

    મહારાજગંજ હિંસાનો મુખ્ય આરોપી અબ્દુલ હમીદ અને તેનો પરિવાર છે. અબ્દુલ હમીદ માત્ર દેખાડા માટે જ દુકાન ચલાવે છે. મારુતિ નંદનનો દાવો છે કે અબ્દુલ હમીદનો પરિવાર લાંબા સમયથી નેપાળ બોર્ડરથી દાણચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના મોટા પુત્રને ટાંકીને મારુતિ નંદન કહે છે કે, તેને પકડવા માટે ઘણી વખત નેપાળથી પણ પોલીસ અહીં આવી છે.

    મારુતિ નંદન વધુમાં જણાવે છે કે રામગોપાલને ગોળી મારનાર સરફરાઝ પણ મહારાજગંજ અને તેની આસપાસ અવારનવાર ગુંડાગીરી કરતો રહે છે. આખા પરિવાર પર નેપાળ બોર્ડરથી હથિયારોની દાણચોરી કરવાનો આરોપ છે. મારુતિ નંદનનો દાવો છે કે, શરાફીના ધંધામાં તેવી સીસ્ટમ ન બની શકે જે અબ્દુલ હમીદ ચલાવે છે.

    બહરાઈચ હિંસાનો અસલ પીડિત હિંદુ, તેણે જ ખાધી લાઠીઓ અને ગોળીઓ, સામા પક્ષે કોઈને ઉઝરડો પણ નહીં

    મારુતિ નંદન ત્રિપાઠીએ રવિવાર (13 ઓક્ટોબર)ની ઘટનાને સંપૂર્ણપણે એકતરફી ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, હિંસા દરમિયાન મુસ્લિમ ટોળાઓ અને પોલીસ કર્મચારીઓ બંનેએ સાથે મળીને હિંદુ ભક્તો પર હુમલો કર્યો હતો. એક તરફ પોલીસ લાઠીચાર્જ કરી રહી હતી ત્યારે બીજી તરફ મુસ્લિમ ટોળાએ પથ્થરો, બોટલો અને ગોળીઓ વરસાવી હતી. મારુતિ નંદને અમને જણાવ્યું હતું કે, હિંસાને કારણે અડધો ડઝનથી વધુ ઘાયલ અને એક મૃતક પણ હિંદુ સમુદાયના જ હતા. તેમનો દાવો છે કે પોલીસે માત્ર ભક્તો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી એક પણ મુસ્લિમને ઉઝરડો પણ નથી પડ્યો.

    ઑપઇન્ડિયાએ મારુતિ નંદનના આ દાવાઓની તપાસ કરવાનું નક્કી કર્યું. અમે 13 ઑક્ટોબરની હિંસાથી પ્રભાવિત અન્ય એક ગામ નાથુપુર પહોંચ્યા, જે મહારાજગંજથી લગભગ 5 કિલોમીટર દૂર છે. અહીં અમે હિંદુ બહુમતીવાળા ગામમાં મુસ્લિમ પરિવારોને ઘરની બહાર બેસીને આરામથી વાતો કરતા જોયા. આ દરમિયાન અમે મોહમ્મદ કલીમને મળ્યા, જેમણે અવધી ભાષામાં કહ્યું, “અમને કોઈ સમસ્યા નથી. મારિસ-પીટિસ કોઈ નાહીં.” (અમને કોઈ સમસ્યા નથી. કોઈએ અમારી સાથે મારપીટ નથી કરી.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં