Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘મોદી એવા પહેલા વિશ્વનેતા જેમણે…’: Nvidiaના CEOએ યાદ કરી વડાપ્રધાન સાથેની 6...

    ‘મોદી એવા પહેલા વિશ્વનેતા જેમણે…’: Nvidiaના CEOએ યાદ કરી વડાપ્રધાન સાથેની 6 વર્ષ પહેલાંની મુલાકાત, કહ્યું- જ્યારે AIની ચર્ચા પણ ન હતી ત્યારથી તેઓ આ બાબતે સક્રિય

    જેનસેન હુઆંગે વડાપ્રધાન મોદીને લઈને કહ્યું હતું કે, તેઓ તેમના આત્મવિશ્વાસને જોઈને ચોંકી ઉઠ્યા હતા. હુઆંગે છ વર્ષ પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તે સમયે વડાપ્રધાન મોદીએ તેમને AI પર બોલવા કહ્યું હતું.

    - Advertisement -

    Nvidiaના CEO જેનસેન હુઆંગ ભારતના પ્રવાસે છે. તેમણે મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત Nvidia AI Summitમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી સાથે થયેલી મુલાકાતની વાતો યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત છે. આ સમિટ દરમિયાન હુઆંગે ભારત માટે હિન્દી AI ટુલ લૉન્ચ કરવા ઉપરાંત રિલાયન્સ સાથે AIને લઈને કરાર પણ કર્યા છે.

    જેનસેન હુઆંગે વડાપ્રધાન મોદીને લઈને કહ્યું હતું કે, તેઓ તેમના આત્મવિશ્વાસને જોઈને ચોંકી ઉઠ્યા હતા. હુઆંગે છ વર્ષ પહેલાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તે સમયે વડાપ્રધાન મોદીએ તેમને AI પર બોલવા કહ્યું હતું. આ ઘટનાને વાગોળતા હુઆંગે કહ્યું હતું કે, “મોદી પ્રથમ એવા નેતા છે, જેમણે પોતાના મંત્રીમંડળ સામે મને AI વિશે માહિતી આપવા જણાવ્યું હતું.”

    રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાત કરતા જેનસેન હુઆંગે કહ્યું કે, “આ લગભગ છ વર્ષ પહેલાંની વાત છે, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને તેમના મંત્રીમંડળને AI વિશે માહિતી આપવા કહ્યું હતું અને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યો હતો. આ પહેલી વાર હતું કે કોઈ સરકારી નેતા, રાષ્ટ્રીય નેતાએ મને આ વિશેષ વિષય પર મને તેમના મંત્રીમંડળને સંબોધવા માટે કહ્યું હોય.”

    - Advertisement -

    છ વર્ષ બાદ પણ વડાપ્રધાન મોદીની વાત યાદ

    વડાપ્રધાન મોદીએ તેમને શું કહ્યું હતું તેના પર વાત કરતા તેમણે કહ્યું કે, “પીએમ મોદીએ મને કહ્યું હતું કે, જેમ ભારતે માત્ર બ્રેડ આયાત કરવા માટે લોટ નિયાત કરવાનો ન હોય, તેવી જ રીતે દેશને ડેટા નિયાત કરવા માટે ઇન્ટેલિજન્સની આયાત કરવાની ન હોય. આ તે સમયની વાત છે, જ્યારે કોઈપણ સ્થળે AI વિશે ચર્ચા પણ નહોતી થતી. મારી તેમની સાથેની તે મુલાકાત ખરેખર ખૂબ જ ગહન રહી. અમારે ચર્ચા થઈ હતી કે, AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સિદ્ધાંત શું હોય છે અને તે શા માટે જરૂરી છે કે, દેશનું પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. પોતાની સંચાર પ્રણાલી, ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, ઊર્જા વગેરે. નિશ્ચિત રૂપે ઇન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ હોવો જોઈએ અને ઇન્ટેલિજન્સનું નિર્માણ પણ આપણાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ હોવો જોઈએ.”

    હુઆંગે કહ્યું કે, તેઓ સંપૂર્ણ રીતે સમજી શકે છે કે શા માટે ભારતે પોતાનું AI બનાવવું જોઈએ. તેમણે કહ્યું, “પોતાના AIનું નિર્માણ કરવું જોઈએ, આઉટસોર્સ ન કરવું જોઈએ. જેમ મોદીજીએ કહ્યું હતું તેમ, આપણે આપણા ડેટામાં આપણું મુલ્ય જોડીને આપણી ભાગીદારીની યાત્રા શરૂ કરવી જોઈએ, જેથી ભારત પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકે.” તેમણે મુકેશ અંબાણીને કહ્યું કે, “તમારી પાસે ચોક્કસ તમારા કમ્પ્યુટર વિજ્ઞાનની વિશેષતા છે અને તમારી પાસે ડેટા પણ છે. આપની પાસે યુઝર્સની એક વિશાળ જનસંખ્યા છે, જે આ સાઈકલને ચલાવવામાં મદદરૂપ થશે.”

    ‘AIમાં સંપૂર્ણ ભારતીય વસ્તીને આગળ વધારવાની ક્ષમતા’

    હુઆંગે વધુમાં વડાપ્રધાન મોદીની એક વાતને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, “આ તે વાત છે, જેનાથી હું 6 વર્ષ પહેલાં પ્રભાવિત થયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, AIમાં સપૂર્ણ ભારતની વસ્તીને આગળ વધારવાની ક્ષમતા છે. જો AIને દરેક નાગરિકના હાથમાં આપી દેવામાં આવે તો, તો દેશની વસ્તીને આગળ આવવામાં ખૂબ મદદ થઈ શકે તેમ છે.” આ ઉપરાંત હુઆંગે PM મોદી સાથેની મુલાકાત દરમિયાન ચર્ચાયેલા મુદ્દાઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કમ્પ્યુટર પ્રોગ્રામ અને AI બંને કઈ રીતે અલગ પડે અને દેશનો એક મોટો વર્ગ AIને કઈ રીતે સરળતાથી અપનાવી શકે તે અંગે પણ મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી.

    રિલાયન્સ અને Nvidia વચ્ચે AIને લઈને કરાર

    નોંધવું જોઈએ કે, Nvidiaના CEO જેનસેન હુઆંગ અને મુકેશ અંબાણીએ ઘોષણા કરી છે કે, બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં AI પર કામ કરશે. આ માટે બંને કંપનીઓ વચ્ચે કરાર પણ થયા છે. આ મામલે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જીઓ હવે વિશ્વની સહુથી મોટી ડેટા કંપની બની ચૂકી છે. Nvidiaના CEO જેનસેન હુઆંગે પણ તેમની સાથે સૂર મેળવતા એલાન કર્યું કે, રિલાયન્સ અને Nvidia મળીને ભારતમાં નવું AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશે. આ ભાગીદારી ભારતને AI ક્ષેત્રમાં એક અગ્રણી દેશ બનાવવા મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં